ઈન્દુભાઈ દોશી

કોઠારી દયાનંદ ચંદુલાલ

કોઠારી, દયાનંદ ચંદુલાલ (28 ફેબ્રુઆરી 1914, અમરેલી) : જાણીતા ઉદ્યોગપતિ તથા કોઠારી ઔદ્યોગિક સંકુલના આદ્યસ્થાપક. પિતાનું નામ : સી. એમ. કોઠારી તથા માતુશ્રીનું નામ : રમાબહેન. પત્નીનું નામ : ઇંદિરાબહેન. તેમનાં સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર. તેમનો કૌટુંબિક વ્યવસાય શેરદલાલનો હતો તેમાંથી તેમણે વિવિધ ઉદ્યોગોના ક્ષેત્રે ઝંપલાવ્યું, જેમાં ખાસ…

વધુ વાંચો >

ખાનગી કંપની

ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય. ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી…

વધુ વાંચો >

ચિટ ફંડ

ચિટ ફંડ : ઉછીનાં નાણાં મેળવવા માટે, અરસપરસ શ્રદ્ધા અને સહકારની ભાવનાથી ઊભી થયેલી પ્રાચીન નાણાકીય સંસ્થા. બ્રિટિશરોના ભારત-પ્રવેશ પહેલાં તથા આધુનિક નાણાકીય સંસ્થાઓની શરૂઆત પહેલાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં તે શરૂ થઈ. તમિળ તેમજ મલયાળમ ભાષામાં ‘ચિટ’નો અર્થ ‘લખેલો કાગળનો ટુકડો’ થાય છે. ચિટ ફંડની પ્રાથમિક શરૂઆત રમૂજી તેમજ…

વધુ વાંચો >

જવાબદારીઓ (નાણાકીય)

જવાબદારીઓ (નાણાકીય) : વ્યાપારી કે ઔદ્યોગિક એકમ માટે વર્ષાન્તે તૈયાર કરેલા સરવૈયામાં એકમે ચૂકવવાપાત્ર હોય તેવા દેવાની વિગતો બતાવતું શીર્ષક. કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક એકમ, તેના નાણાકીય વર્ષ દરમિયાન કરેલા વિવિધ નાણાવ્યવહારોનું વર્ષાન્તે એક સરવૈયું તૈયાર કરે છે જેથી તે એકમની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનું સરવૈયું…

વધુ વાંચો >

જીવનવીમા નિગમ

જીવનવીમા નિગમ : ભારતમાં જીવનવીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા. 18 જૂન, 1956ના રોજ સંસદે પસાર કરેલો કાયદો 1 જુલાઈ, 1956થી અમલમાં આવ્યો અને 1 સપ્ટેમ્બર, 1956થી જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. વીમા-ઉદ્યોગ 245 પેઢીઓ રૂપે ખાનગી ક્ષેત્રમાં હતો તે એક નિગમ રૂપે જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. નિગમ જાહેર ક્ષેત્રમાં…

વધુ વાંચો >

જીવનવીમો

જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની…

વધુ વાંચો >

જૈન, શ્રેયાંસપ્રસાદ

જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક…

વધુ વાંચો >

દોશી, વાલચંદ હીરાચંદ

દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી,…

વધુ વાંચો >

ભરત

ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…

વધુ વાંચો >

મજૂર-કલ્યાણ

મજૂર-કલ્યાણ : માલિક, સરકાર કે સેવાની સંસ્થાઓ દ્વારા મજૂરોના બૌદ્ધિક, ભૌતિક, નૈતિક તેમજ આર્થિક વિકાસમાં સહાયભૂત થવા લેવાતાં પગલાંઓ. ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મજૂરોનું ભારે શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લૅન્ડથી થઈ તેમજ મજૂરોનું કલ્યાણ કરવાની ભાવના અને તે માટેના કાર્યની શરૂઆત પણ ઇંગ્લૅન્ડમાં જ થઈ. ઇંગ્લૅન્ડમાં…

વધુ વાંચો >