અનુ. રમેશ શાહ
ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર
ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર (IGY) : 1 જુલાઈ, 1957થી 31 ડિસેમ્બર, 1959 સુધીનો 30 મહિનાનો ભૂભૌતિક સંશોધનોનો સમયગાળો. જગતભરમાં આ કાર્યક્રમ તે સમયે હાથ ધરવામાં આવ્યો હતો. તેના અધ્યક્ષ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા નિર્દેશક ડૉ. કે. આર. રામનાથન હતા. IGYમાં વિશ્વભરના 70 દેશોના 30,000થી વધુ વૈજ્ઞાનિકોનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહકારનું…
વધુ વાંચો >ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ (IIA) : ભારત સરકારની સંપૂર્ણ સહાય મેળવતી ખગોળ-ભૌતિકીના સંશોધન માટેની સ્વાયત્ત સંસ્થા. 1786માં સૌપ્રથમ ખાનગી વેધશાળા તરીકે ચેન્નાઈમાં આ સંસ્થાની શરૂઆત થઈ હતી. હાલના માળખામાં રૂપાંતરિત થતાં અગાઉ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અને ભારત સરકારના આધિપત્ય નીચે તે કામ કરતી હતી. આ સંસ્થાના બૅંગાલુરુ, કોડાઇકેનાલ, કાવાલુર અને…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી (IITM) : 1 એપ્રિલ, 1971ના રોજ પુણે નજીક પાશાનમાં સ્થાપવામાં આવેલી કેવળ હવામાનશાસ્ત્રના સંશોધનકાર્ય માટેની સ્વાયત્ત સંસ્થા. તે મૂળ ઇન્ડિયન મીટિયરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટની એક પાંખ તરીકે 1962માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજીના નામથી ‘રામદુર્ગ હાઉસ’માં શરૂ કરવામાં આવેલી. આ નિર્ણય ભારતના આર્થિક વિકાસને અનુરૂપ હતો. ડૉ. પી. આર.…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) : 1927માં સ્થપાયેલ અને 1929માં નોંધાયેલી ભારતના રસાયણવિજ્ઞાનીઓના હિતાર્થે કાર્ય કરતી સંસ્થા. રસાયણવિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોને લગતા વિષયો ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, સમૂહચર્ચાસભાઓ, સંમેલનો, વિચારગોષ્ઠિઓ વગેરેનું તે આયોજન કરે છે તથા 1929થી ‘ધ જર્નલ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ નામનું દ્વૈમાસિક અને ‘ધ પ્રોસીડિંગ્સ ઑવ્ ધ…
વધુ વાંચો >