Posts by Jyotiben
લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ)
લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ) (જ. 24 સપ્ટેમ્બર 1887, એબરકૉર્ન, વેસ્ટ લોથિયન, સ્કૉટલૅન્ડ; અ. 5 જાન્યુઆરી 1952, એબરકૉર્ન) : ભારતમાં સૌથી લાંબો સમય (1936–43) વાઇસરૉયનો હોદ્દો ભોગવનાર બ્રિટિશ મુત્સદ્દી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પશ્ચિમના મોરચે સેવા બજાવી હતી. તેમણે રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે 1926–28 દરમિયાન અને ત્યારબાદ ભારતના બંધારણીય સુધારાની…
વધુ વાંચો >લિનિયસ, કૅરોલસ
લિનિયસ, કૅરોલસ (જ. 27 મે 1707, રાશુલ્ટ; અ. 10 જાન્યુ. 1778, ઉપસાલા) : સ્વીડનના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને વર્ગીકરણવિજ્ઞાની. તેમણે સજીવોની પ્રજાતિ (genera) અને જાતિ(species)ને વ્યાખ્યાયિત કરવા માટેના સૌપ્રથમ વાર સિદ્ધાંતો આપ્યા અને તેમનું નામકરણ કરવા દ્વિનામી-નામકરણ (binomial nomenclature) પદ્ધતિ આપી. તેઓ નીલ્સ લિનિયસ નામના ખ્રિસ્તી પાદરીના પુત્ર હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારથી જ પુષ્પો…
વધુ વાંચો >લિનિયેશન
લિનિયેશન : જુઓ રેખીય રચના.
વધુ વાંચો >લિન્ઝડૉર્ફ, એરિક
લિન્ઝડૉર્ફ, એરિક (જ. 4 ફેબ્રુઆરી 1912, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક. તેઓ અધિકૃત સંગીત-રચનાઓની ઝીણવટભરી જાણકારી અને નિપુણતા માટે તેમજ સમકાલીન સંગીતના પુરસ્કર્તા તરીકે દેશમાં અને દેશ બહાર બહોળી નામના પામ્યા હતા. 1934માં તેમણે સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ ખાતે બ્રૂનો વૉલ્ટર તથા આર્ટુરો ટૉસ્કાનીની પાસે સંગીત-તાલીમ મેળવી; ત્યારબાદ યુરોપિયન ઑરકેસ્ટ્રા સાથે તેમણે સંગીતની રજૂઆત કરી અને એ…
વધુ વાંચો >લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ
લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ (જ. 4 ફેબ્રુઆરી 1902; અ. 26 ઑગસ્ટ 1974) : યુ.એસ.નો મહાન વિમાનચાલક અને આટલાંટિક ઉપરના ન્યૂયૉર્કથી પૅરિસ સુધીના, વચ્ચે કોઈ પણ રોકાણ વગરના, સૌપ્રથમ હવાઈ ઉડ્ડયન માટે વિમાન-ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી વધુ જાણીતી વ્યક્તિ. લિન્ડબર્ગના બાળપણના દિવસો મિનિસોટા અને વૉશિંગ્ટન ડી.સી.માં વીત્યા હતા. વિસકૉન્સિન યુનિવર્સિટીમાં બે વર્ષ ગાળ્યા પછી પોતાના વિમાન-ઉડ્ડયનના શોખને લીધે…
વધુ વાંચો >લિન્ડા બી. બક
લિન્ડા બી. બક (જ. 29 જાન્યુઆરી 1947, સીએટલ) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી 1980માં પ્રતિરક્ષાવિજ્ઞાન(immunology)માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાંથી પ્રાપ્ત કરી. ઍક્સલ અને બક સાથે 1980ના દસકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્ય કર્યું; જ્યાં ઍક્સલ પ્રાધ્યાપક હતા અને બક તેમના પોસ્ટ-ડૉક્ટરલ વિદ્યાર્થિની હતાં. બક હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ પદ…
વધુ વાંચો >લિપમાન ગેબ્રિયલ
લિપમાન, ગેબ્રિયલ (જ. 16 ઑગસ્ટ 1845, હોલેરિક, લક્ઝમબર્ગ, ફ્રાન્સ; અ. 13 જુલાઈ 1921) : વ્યતિકરણની ઘટના પર આધારિત ફોટોગ્રાફિક પદ્ધતિથી રંગો પેદા કરવાની રીત માટે 1908ની સાલનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. લિપમાન ઇકોલ નૉરમાલેમાં દાખલ થયા. પ્રયોગોમાં હોશિયાર અને આશાસ્પદ હોવા છતાં તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નહિ. ત્યારબાદ તેઓ હાઇડલબર્ગ ગયા. ત્યાં ખ્યાતનામ…
વધુ વાંચો >લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert)
લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert) (જ. 12 જૂન, 1899, કિનિગ્સ્બર્ગ, જર્મની; અ. 1986) : સન 1953ના તબીબી વિદ્યા અને દેહધાર્મિકવિદ્યાના હાન્સ ક્રેબ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. સન 1917થી 1922માં તેઓ કિનિગ્સ્બર્ગ, બર્લિન અને મ્યૂનિકની યુનિવર્સિટીઓમાં ભણ્યા અને સન 1924માં બર્લિન ખાતે ડૉક્ટર તરીકેની એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે સન 1923માં પ્રાધ્યાપક રોના પાસે જૈવરસાયણવિદ્યાનો અભ્યાસ…
વધુ વાંચો >લિપમૅન, વૉલ્ટર
લિપમૅન, વૉલ્ટર (જ. 23 સપ્ટેમ્બર 1889, ન્યૂયૉર્ક શહેર; અ. 14 ડિસેમ્બર 1974, ન્યૂયૉર્ક શહેર) : વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ ધરાવનાર અમેરિકન પત્રકાર અને રાજકીય લેખક. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો અને 1909માં સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વિલિયમ જેમ્સ અને જ્યૉર્જ સાંતાયાના જેવા ચિંતકોના ચિંતનથી તેઓ પ્રભાવિત થયા હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે કારકિર્દીનો આરંભ કર્યો અને 1931 સુધી ‘ન્યૂયૉર્ક…
વધુ વાંચો >લિપારી ટાપુઓ
લિપારી ટાપુઓ : સિસિલીના ઈશાન કાંઠાથી દૂર આવેલો સાત મોટા અને દસ નાના ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 38° 29´ ઉ. અ. અને 14° 56´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલા છે. તેમનો વિસ્તાર 134 ચોકિમી. જેટલો છે. તે સિસિલીના મેસિના પ્રાંતના એક ભાગરૂપ ગણાય છે. જૂના વખતમાં તે એઓલિયન (વાતજન્ય) ટાપુઓના નામથી ઓળખાતો હતો.…
વધુ વાંચો >