લાઝિયો (Lazio) : પશ્ચિમ મધ્ય ઇટાલીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 42° 00´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે. તિરહેનિયન સમુદ્રની સામે આવેલા પ્રદેશમાં રોમ, ફ્રોસિનોન, લૅટિના, રિયેતી અને વિતેર્બોના પ્રાંતોનો સમાવેશ થાય છે. આ પ્રદેશનો કુલ વિસ્તાર 17,203 ચોકિમી. જેટલો છે. રોમન ભાષામાં આ લાઝિયો લેટિયમ તરીકે ઓળખાય છે. તેની પૂર્વમાં રિયેતિની, સાબિની, સિમ્બ્રુની…

વધુ વાંચો >

લાટ : પ્રાચીન કાળમાં જુદા જુદા સમયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત માટે વપરાયેલ નામ. તેની વ્યુત્પત્તિ માટે ડૉ. એ. એસ. અલતેકરે आनर्त માંથી (आलट्ट દ્વારા) તો ઉમાશંકર જોશીએ नर्तकમાંથી नट्टअ > लट्टअ દ્વારા ‘લાટ’ની સંભાવના કરી છે. ‘લાટ’નો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ (બીજી સદી) તથા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’(ત્રીજી સદી)માં જોવા મળે છે. અભિલેખોમાં આ…

વધુ વાંચો >

લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ. દક્ષિણ ગુજરાતમાં  ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે. ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં અહીં દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશની શાખાએ…

વધુ વાંચો >

લાટાચાર્ય (ઈ. સ. ત્રીજી સદી) : લાટદેશના પ્રસિદ્ધ આચાર્ય અને જ્યોતિર્વિદ. આર્યભટ્ટના શિષ્ય. એમનો સમય ઈ. સ. 285–300 આસપાસનો મનાય છે. વરાહમિહિરકૃત ‘પંચસિદ્ધાંતિકા’ના ઉલ્લેખ મુજબ લાટાચાર્યે પૌલિશ અને રોમક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા ગ્રંથો રચ્યા હતા. મધ્ય ગુજરાતને રોમનો સાથે સારો એવો સંપર્ક હતો, તેથી લાટાચાર્યે રોમક સિદ્ધાંત ઉપર ગ્રંથ લખ્યાનું સમજી શકાય. વરાહમિહિરે અન્ય આચાર્યોની…

વધુ વાંચો >

લાટ્રોબ ખીણ : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલો કોલસાની સંપત્તિ ધરાવતો ખીણપ્રદેશ. અહીં લાટ્રોબ નદીની દક્ષિણે, કથ્થાઈ કોલસાનો વિપુલ જથ્થો રહેલો છે. લાટ્રોબે ખીણમાં રહેલા કોલસાનો કુલ અનામત જથ્થો 1,700 કરોડ મેટ્રિક ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. અહીંના કોલસાના થર ઓછામાં ઓછા 60 મીટરની જાડાઈના છે. વળી તે ભૂમિની સપાટીથી ઓછી ઊંડાઈએ રહેલા છે. વિક્ટોરિયા…

વધુ વાંચો >

લાઠી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ  ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 43´ ઉ. અ. અને 71° 23´ પૂ. રે. પરનો આશરે 633 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. લાઠી નગર અમરેલીથી આશરે 20 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે બાબરા તાલુકો, પૂર્વે ભાવનગર જિલ્લાની સીમા, દક્ષિણે લીલિયા…

વધુ વાંચો >

લાડખાન મંદિર : કર્ણાટક રાજ્યના વીજાપુર જિલ્લામાં આવેલા ઐહોલમાં ચાલુક્ય શૈલીનાં લગભગ 70 જેટલાં મંદિરો પૈકીનું સૌથી પ્રાચીન મંદિર. તેનો વિસ્તાર 15 સમચોરસ મીટર છે. જીર્ણોદ્ધારને લીધે તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. પૂર્વાભિમુખ આ મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિર ગર્ભગૃહ અને સભામંડપનું બનેલું છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે. પ્રદક્ષિણાપથમાંનું અંધારું દૂર કરવા બંને…

વધુ વાંચો >

લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર (જ. 18 મે 1926, પુણે, મહારાષ્ટ્ર) : સંસ્કૃત  તથા ભાષા-શાસ્ત્રના પંડિત. તેમણે 1948માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પુણે યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એડ. અને 1967માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વળી ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સર્ટિફિકેટ ઇન બેઝિક ઍન્ડ ઍડવાન્સ્ડ કૉર્સિઝ ઇન લિંગ્વિસ્ટિક્સ તેમજ પુણે યુનિવર્સિટીમાંથી જર્મનમાં સર્ટિફિકેટ મેળવ્યાં છે. તેઓ 1986માં પુણે યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

લા ડોલ્સા વિતા : ચલચિત્ર. અંગ્રેજી શીર્ષક : ‘ધ સ્વીટ લાઇફ’. ભાષા : ઇટાલિયન, શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1960. નિર્માણ-સંસ્થા : રાઇમા (ઇટાલી) અને પાથે કૉન્સોર્ટિયમ સિનેમા (ફ્રાન્સ). નિર્માતા : ગિસેપ્પી એમેટો, ઍન્જેલો રિઝોલી. દિગ્દર્શક : ફેડરિકો ફેલિની. પટકથા : ફેડરિકો ફેલિની, એન્નિયો ફ્લેયાનો, તુલ્લિયો પિનેલી અને બ્રુનેલો રોન્ડી. કથા : ફેલિની, ફ્લેયાનો અને…

વધુ વાંચો >