Posts by Jyotiben
લંકા
લંકા : જુઓ શ્રીલંકા.
વધુ વાંચો >લંકાદહન
લંકાદહન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1917, શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા, દિગ્દર્શક અને કથા : ડી. જી. ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : અન્ના સાળુંકે, શિંદે, મંદાકિની ફાળકે. ભારતમાં ચલચિત્રોનું નિર્માણ શરૂ થયું એનાં પ્રારંભનાં વર્ષોમાં નિર્માણ પામેલું આ મૂક ચલચિત્ર કળા અને વ્યવસાય બંને દૃષ્ટિએ ખૂબ નોંધપાત્ર રહ્યું…
વધુ વાંચો >લંકેશ, પી.
લંકેશ, પી. (જ. 1935, જિ. શિમોગા, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા સર્જક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘કલ્લુ કારાગુવા સમયા’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી 1959માં અંગ્રેજી સાથે એમ.એ., 1959થી 1979 સુધી બૅંગ્લોર યુનિવર્સિટીની અનેક કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન. 1955માં લેખનકાર્યનો પ્રારંભ. 1962માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘રિયા નિરનુ કિરિજે ચેલ્લી’ (‘રિટર્ન ધ પૉન્ડ વૉટર…
વધુ વાંચો >લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump)
લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump) : ખેલકૂદનો એક પ્રાચીન પ્રકાર. પ્રાચીન ગ્રીસમાં લંગડીફાળ કૂદકાની રીત જુદા પ્રકારની હતી. ઓગણીસમી સદી દરમિયાન લંગડીફાળ કૂદમાં બે લંગડી અને એક કૂદકો લેવામાં આવતો હતો. ક્રમશ: તેમાં વિકાસ થયો અને તે લંગડીફાળ કૂદ તરીકે પ્રચલિત બની. આધુનિક પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ 1896માં યોજવામાં આવ્યો ત્યારે લંગડીફાળ કૂદની…
વધુ વાંચો >લંગર (anchor)
લંગર (anchor) : નાના વહાણ કે જહાજને દરિયા/ખાડીમાં સ્થિર પરિસ્થિતિમાં રાખવા માટે વપરાતું સાધન. સામાન્ય રીતે લંગર બે કે ત્રણ અંકોડા(હૂક)ના સ્વરૂપમાં હોય છે. તે લોખંડના ભારે દોરડા કે સાંકળ વડે બંધાયેલ હોય છે અને ખૂબ ભારે વજનનું (લોખંડનું) હોઈ દરિયાના તળિયામાં ખૂંપી જાય છે અને તે રીતે વહાણ/જહાજને જકડી રાખે છે. શરૂઆતમાં (ઘણા સમય…
વધુ વાંચો >લંડન
લંડન ઇંગ્લૅન્ડના અગ્નિભાગમાં ટેમ્સ નદીને કિનારે આવેલું મહાનગર. દુનિયાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 51° 30´ ઉ. અ. અને 0° 10´ પૂ. રે. પરનો 1,580 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આશરે 2,000 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગ્ડમનું તથા ઉત્તર આયર્લૅન્ડનું પાટનગર છે. વસ્તીની…
વધુ વાંચો >લંડન, જૅક
લંડન, જૅક (જ. 12 જાન્યુઆરી 1876, સાન ફ્રાન્સિસ્કો; અ. 22 નવેમ્બર 1916, ગ્લેન ઍલન, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના સર્જક. મૂળ નામ જૉન ગ્રિફિથ ચેની. પોતાના અસ્તિત્વ માટે પ્રકૃતિ સાથે તુમુલ સંઘર્ષ કરતા માનવીના અથાગ પુરુષાર્થની કથાઓના સર્જક તરીકે તેમનું નામ સાહિત્યજગતમાં ખૂબ જાણીતું બન્યું છે. જગતની કેટલીક ભાષાઓમાં તેમની કૃતિઓના અનુવાદનું…
વધુ વાંચો >લંબ આંજિયો
લંબ આંજિયો : જુવારના પાકમાં ફૂગથી દાણાનો થતો રોગ. વિશેષત: આ લંબ આંજિયો સંકર જાતોમાં જોવા મળે છે. ડૂંડું નીકળ્યા બાદ ડૂંડાના છૂટાછવાયા દાણામાં ફૂગનું આક્રમણ થતાં દાણો ભરાતો નથી; જ્યારે દાણા પર ફૂગના બીજાણુઓ કાળા પાઉડર-સ્વરૂપમાં પ્રસરે છે. ચેપિત દાણા સામાન્ય દાણા કરતાં લાંબા, નળાકાર અને છેડે અણીવાળું સ્વરૂપ ધારણ કરે છે, જેની લંબાઈ…
વધુ વાંચો >લંબન (parallax)
લંબન (parallax) : અવલોકનકર્તાના વિસ્થાપનને કારણે થતું વસ્તુનું દિશા-પરિવર્તન અથવા વસ્તુના દેખીતા સ્થાનમાં થતું પરિવર્તન. ખગોળશાસ્ત્રના સંદર્ભમાં લંબનની વ્યાખ્યા આ પ્રમાણે છે : બે જુદી જુદી દિશાઓમાંથી અવકાશી પિંડ(તારા)નું અવલોકન લેતાં તેના સ્થાનમાં દેખાતું પરિવર્તન. લંબન કોણ(angle)માં માપવામાં આવે છે અને તે ઉપરથી તારાનું અંતર નક્કી કરી શકાય છે. નીચેની આકૃતિ દ્વારા લંબન વિશે સમજણ…
વધુ વાંચો >લાઇક ખદીજા (શ્રીમતી)
લાઇક ખદીજા (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1938, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : ઉર્દૂ લેખિકા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.ફિલ., પીએચ.ડી. અને ડિપ્લોમા ઇન પર્શિયનની પદવીઓ મેળવી. પછી ગુલબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને નિવૃત્ત થયાં. 1987માં ઉર્દૂ અકાદમીના જર્નલ ‘ફસીલ’નું સંપાદન કર્યું. 1987થી 1990 સુધી તેમણે કર્ણાટક ઉર્દૂ અકાદમી બૅંગલોરની અધ્યક્ષતા સંભાળી. 1997થી તેઓ…
વધુ વાંચો >