Posts by Jyotiben
રોમાં દ લા રોઝ (તેરમી સદી)
રોમાં દ લા રોઝ (તેરમી સદી) : મધ્યકાલીન યુગના છેવટના ભાગમાં જિયોમ દ લૉરિસ અને ઝાં દ મોં ઉભય કવિઓ દ્વારા બે ભાગમાં રચાયેલું સુદીર્ઘ ફ્રેન્ચ રૂપકકાવ્ય. દરબારી પ્રેમની પરંપરામાં ગુલાબના પુષ્પને લક્ષમાં રાખી એક યુવાન પ્રેમીને આવેલા સ્વપ્નની રજૂઆત જિયોમે 4,058 પંક્તિઓમાં કરેલી. તેના અવસાન પછી લગભગ 40 વર્ષ બાદ અન્ય કવિ મોંએ તે…
વધુ વાંચો >રૉમેલ, અર્વિન
રૉમેલ, અર્વિન (જ. 15 નવેમ્બર 1891, વુર્ટેમ્બર્ગ હિડેનહિમ; અ. 14 ઑક્ટોબર 1944, હેરલિંગેન) : વિરલ, હિંમતવાન અને બાહોશ જર્મન સેનાપતિ. એક શિક્ષકનો પુત્ર. તે 1910માં માત્ર 19 વર્ષની વયે સૈન્યમાં જોડાયો, 1912માં લેફ્ટનન્ટ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે 23 વર્ષનો હતો. પાયદળ ટુકડીમાં પોતાની કાબેલિયતને કારણે બહાદુરી માટેનો ‘આયર્ન-ક્રૉસ’ તેણે મેળવ્યો. રુમાનિયા અને ઇટાલીના આલ્પેન…
વધુ વાંચો >રૉમ્ની, જ્યૉર્જ
રૉમ્ની, જ્યૉર્જ (જ. 1734, લૅન્કેશાયર, બ્રિટન; અ. 1802, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. વતન લૅન્કેશાયરમાં ચિત્રકલાની તાલીમ લીધી. વ્યક્તિચિત્રકાર (portraitist) તરીકે તેમણે તુરત જ નામના મેળવી. 1762માં પત્ની અને બાળકોને રઝળતાં છોડી તેઓ લંડનમાં સ્થિર થયા. અહીં તેઓ વ્યક્તિચિત્રકાર તરીકે ખૂબ જ ખ્યાતનામ થયા અને ચિત્રકલાના વેચાણમાંથી પુષ્કળ નાણાં કમાયા; પરંતુ તેમનો પ્રિય વિષય વ્યક્તિચિત્રણા…
વધુ વાંચો >રૉય, ઇન્દ્રપ્રમિત
રૉય, ઇન્દ્રપ્રમિત (જ. 1964, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાંતિનિકેતનમાંથી ચિત્રકલાના સ્નાતક થયા પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ બે વરસ અભ્યાસ કરી ચિત્રકલામાં અનુસ્નાતક ઉપાધિ મેળવી. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ એક વર્ષ ચિત્રકલાનો અભ્યાસ કરી ચિત્રકલાનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસ બાદ રૉયે લંડન, મુંબઈ…
વધુ વાંચો >રૉય, જુથિકા
રૉય, જુથિકા (જ. 20 એપ્રિલ 1920, આમટા, જિ. હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 5 ફેબ્રુઆરી 2014, કૉલકાતા) : અનન્યસાધારણ અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા. માત્ર સાત વર્ષની ઉંમર હતી ત્યારે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને માત્ર બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા…
વધુ વાંચો >રૉય, જામિની
રૉય, જામિની (જ. 1887, બંગાળ; અ. 1972, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય યુગપ્રવર્તક ચિત્રકાર. બંગાળી જાગીરદાર કુટુંબમાં જન્મ. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા. કારકિર્દીના પ્રારંભે તેઓ તત્કાલીન પ્રવર્તમાન યુરોપીય ઍકેડેમિક શૈલીની ગાઢ અસર નીચે હતા, પણ તે અસર તુરત જ દૂર થઈ. બંગાળ અને ઓરિસાનાં ગામડાંની લોકકલા…
વધુ વાંચો >રૉય, તરુણ
રૉય, તરુણ (જ. 1927; અ. 1988) : બંગાળી નાટ્યકાર, નટ અને દિગ્દર્શક. બંગાળમાં મુક્તાકાશ (open air) થિયેટરની જગ્યા અને એ પ્રકારની નાટ્ય-રજૂઆતોની પ્રણાલીમાં બાદલ સરકાર ઉપરાંત અનેક થિયેટરો અને નામો સંકળાયેલાં છે, તેમાં તરુણ રૉયનું નામ પણ આવે. જોકે તરુણ રૉયે મુક્તાંગણ સૌવાનિકનાં મુક્તાકાશી નાટ્યનિર્માણો ઉપરાંત નાના પ્રેક્ષકગણ માટેની રંગભૂમિ 1960માં બાંધી, અને એ માટેના…
વધુ વાંચો >રૉય, દિલીપકુમાર
રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ અને રાષ્ટ્રસેવક હતા. 16 વર્ષની…
વધુ વાંચો >રૉય, દ્વિજેન્દ્રલાલ
રૉય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863; અ. 1913) : બંગાળના ખૂબ પ્રખ્યાત નાટ્યકાર અને કવિ. એમનું સૌથી વધુ વિખ્યાત નાટક ‘સીતા’ એમણે 1908માં રચેલું. 1923માં શિશિરકુમાર ભાદુડીએ શ્રીરામના ધીરગંભીર અવાજ સાથે તેની પ્રભાવક રજૂઆત કરી હતી. ચંદ્રવદન મહેતાને આ નાટક એટલું આકર્ષી ગયું હતું કે એમણે તે ગુજરાતીમાં ઉતાર્યું હતું, એની રજૂઆત જશવંત ઠાકરે 1946માં કરી હતી.…
વધુ વાંચો >રૉય, નિરૂપા
રૉય, નિરૂપા (જ. 4 જાન્યુઆરી 1931, વલસાડ; અ. 13 ઑક્ટોબર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : ગુજરાતી-હિંદી ચલચિત્રોનાં ગુજરાતી અભિનેત્રી. મૂળ નામ : કોકિલા કિશોરચંદ્ર બલસારા. મૂળ વલસાડનાં. તેમના પિતા કિશોરચંદ્ર બલસારા રેલવેમાં એક ફિટર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદમાં ચાર ચોપડી ભણેલાં નિરૂપા 14 વર્ષનાં હતાં ત્યારે 1945માં કમલ રૉય સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પહેલાં…
વધુ વાંચો >