રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois) (જ. 12 નવેમ્બર 1840, પૅરિસ, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1917, મુદોં, ફ્રાન્સ) : કાંસા (બ્રોન્ઝ) અને આરસમાંનાં શિલ્પો માટે જાણીતો ફ્રેન્ચ શિલ્પી. ખૂબ ગરીબ કુટુંબમાં તેનો જન્મ થયો. તેર વરસની ઉંમરે એક ડ્રૉઇંગ-સ્કૂલમાં દાખલ થઈ ત્યાં ડ્રૉઇંગ શીખ્યો. સત્તર વરસની ઉંમરે કલાનું શિક્ષણ આપતી મહાશાળા (કૉલેજ) ઇકોલે દ બ્યુ-આર્ત(Ecole…

વધુ વાંચો >

રોધક (insulator) : વિદ્યુત-પ્રવાહના માર્ગમાં ખૂબ વધારે અવરોધ પેદા કરતો પદાર્થ. તેમાં મુક્ત રીતે ગતિ કરી શકે તેવા સંવાહક વિદ્યુતભારોનો બિલકુલ અભાવ હોય છે; તેથી વિદ્યુત-પ્રવાહનું વહન થતું નથી. રોધક પદાર્થ ઉપર વિદ્યુત-ક્ષેત્રને લીધે વિદ્યુતભારો પારમાણ્વિક અવધિ(range)ના ક્રમ જેટલું સ્થાનાંતર કરી શકતા હોય છે. કોઈ પણ વાહકના બે છેડા વચ્ચેનો અવરોધ    સૂત્ર વડે આપી શકાય…

વધુ વાંચો >

રૉધેન્સ્ટાઇન, જૉન (સર) (જ. 1901, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1992) : ઇંગ્લૅન્ડના જાણીતા કલા-વિષયક ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડ તથા લંડન ખાતે અભ્યાસ કર્યો. 1927થી 1929 દરમિયાન તેમણે અમેરિકામાં અધ્યાપન કર્યું. 1932–38 લીડ્ઝ તથા શેફીલ્ડની સિટી આર્ટ ગૅલરીમાં ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. તે પછી તેઓ ટેટ ગૅલરીમાં આર્ટ ડિરેક્ટર તથા કીપર તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાંથી 1964માં…

વધુ વાંચો >

રોનાન, કોલિન એ. (Colin A. Ronan) (જ. 1920; અ. 1995) : અંગ્રેજીમાં ખગોળ ઉપરના અને વિજ્ઞાનના ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથોના અંગ્રેજ લેખક. કારકિર્દીના આરંભે કોલિન લશ્કર સાથે સંકળાયેલા હતા અને વિજ્ઞાનના સલાહકાર તરીકે ક્રમશ: સોપાન સર કરતા જઈને મેજરના દરજ્જે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રકાશીય (optical) ટૅકનૉલૉજીમાં નોંધપાત્ર કામ કર્યું હતું. રોનાન કોલિન લંડન યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

રોનોક ટાપુ (Roanoke Island or Lost Colony) : યુ.એસ.ના ઉત્તર કૅરોલિના રાજ્યના કિનારાથી દૂર રોનોક ટાપુ પર 1587માં સ્થપાયેલી અંગ્રેજ વસાહત માટે અપાયેલું નામ. આ વસાહતને વિશેષે કરીને ‘Lost Colony’(ગુમ થયેલી વસાહત)ના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં વસાવેલા લોકો ક્યાં ગયા તથા તેમનું શું થયું તેની કોઈ માહિતી તે પછીથી મળી શકી નથી. ઉત્તર અમેરિકા…

વધુ વાંચો >

રોનો, હેન્રી (જ. 12 ફેબ્રુઆરી 1952, કૅપ્રિર્સેંગ, નંદી હિલ્સ, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. શ્રેણીબંધ નોંધપાત્ર વિશ્વવિક્રમોને પરિણામે તેમની તેજસ્વી પ્રતિભા જોવા મળી હતી. જોકે કેન્યા દ્વારા કરેલ બહિષ્કારને લીધે તેઓ 1976 અને 1980ના ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ 1978નું વર્ષ તેમને માટે મહાન નીવડ્યું; કૉમનવેલ્થ રમતોત્સવ ખાતે 5,000 મી. અને 3,000…

વધુ વાંચો >

રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ (જ. 27 માર્ચ 1845, લિન્નેપ, નિમન રહાઇન પ્રાંત, જર્મની; અ. 10 ફેબ્રુઆરી 1923, મ્યૂનિક) : જેમનાથી ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાની શરૂઆત થઈ તેવા X-કિરણોના શોધક જર્મન નાગરિક. આ કિરણો શોધાયાં તે વેળાએ તેમની આસપાસ રહસ્ય ઘૂંટાતું રહ્યું હતું; માટે તેને X-(અજ્ઞાત)કિરણો તરીકે ઓળખાવવામાં આવ્યાં. જોકે વર્તમાનમાં આ કિરણોનાં તમામ લક્ષણો…

વધુ વાંચો >

રૉન્ડેન નૅશનલ પાર્ક : ઉત્તર-મધ્ય નૉર્વેમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 61° 50´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. . 1962ના ડિસેમ્બરમાં શાહી આદેશ દ્વારા કુદરતી માહોલ જળવાઈ રહે તે રીતે આયોજન કરી તેનું નિર્માણ કરવામાં આવેલું છે, 1970માં અધિકૃત રીતે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ખુલ્લો મૂકી રાષ્ટ્રને સમર્પિત કરાયો છે. તેનો કુલ…

વધુ વાંચો >

રૉન્ડેલેશિયા (Rondeletia) : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબીએસી કુળની એક શોભન પ્રજાતિ. તેની ભારતમાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિનું નામ Rondeletia speciosa છે. તેની ઊંચાઈ લગભગ 1.5 મી. જેટલી હોય છે. તેના છોડ બહુ ફેલાતા નથી. પર્ણો સાદાં, સંમુખ, ઉપપર્ણીય (stipulate) નાનાં અને સદાહરિત હોય છે. તેની ઉપરની સપાટી રોમિલ હોય છે અને નીચેની સપાટી સુંવાળી…

વધુ વાંચો >

રોપર નદી : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 14° 43´ દ. અ. અને 135° 27´ પૂ. રે.. આ નદી માતરંકાની પૂર્વમાં બૅઝવિક ખાડીમાં વહેતી ઘણી નદીઓના સંગમથી બને છે. તે અર્નહૅમ લૅન્ડ તરીકે ઓળખાતા અસમતળ વિસ્તારની દક્ષિણ સીમા રચે છે. 400 કિમી.ના અંતર સુધી વહીને તે કાર્પેન્ટરિયાના અખાત પરના લિમેન સમુદ્રી…

વધુ વાંચો >