Posts by Jyotiben
રેતીના ઢૂવા (sand dunes)
રેતીના ઢૂવા (sand dunes) : લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગ. મુખ્યત્વે રેતીકણોના બનેલા નરમ, બિનસંશ્લેષિત સપાટી-નિક્ષેપો. વાતા પવનો દ્વારા ઊડી આવતા રેતીના કણો અનુકૂળ સ્થાનોમાં પડી જાય ત્યારે આકારોમાં રચાતા ઢગલાઓને રેતીના ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે. વાતા પવનોને પોતાની સાથે લઈ જવા માટે પૂરતી રેતી પ્રાપ્ત થતી હોય ત્યાંથી વહન પામીને અન્યત્ર અનુકૂળ…
વધુ વાંચો >રેતીના વંટોળ (sandstorms)
રેતીના વંટોળ (sandstorms) : પવનથી ઉદભવતી રેતીની આંધી. હવાના દબાણમાં વધુ પડતો તફાવત થાય અને જે રીતે ચક્રવાત-પ્રતિચક્રવાત (cyclone-anticyclone) સર્જાય છે, તે જ રીતે રેતીના વંટોળ પણ સર્જાય છે. જોશબંધ ફૂંકાતા પવનો રેતીને એક જગાએથી ઊંચકીને બીજી જગાએ લઈ જાય છે. આ સ્થિતિમાં પવન ઘૂમરી લે છે અને રેતીકણોને ફંગોળે છે. આ પ્રકારની ઘટનાને રેતીની…
વધુ વાંચો >રેતીયુક્ત ખડકો (arenaceous rocks)
રેતીયુક્ત ખડકો (arenaceous rocks) : રેતીના બંધારણવાળા જળકૃત ખડકો. રેતી જેમાં ઘટકદ્રવ્ય હોય અથવા રેતીનું અમુક પ્રમાણ જે ધરાવતા હોય એવા ખડકો માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગમે તે ખનિજબંધારણવાળા રેતીના કણોથી બનતી કણરચનાવાળા, જામેલા, ઘનિષ્ઠ ખડકને રેતીયુક્ત ખડક અથવા ‘ઍરેનાઇટ’ કહેવાય છે. ઍરેનાઇટમાં એવા બધા જ ખડકોનો સમાવેશ થાય છે, જેમનાં કણકદ 2 મિમી.થી…
વધુ વાંચો >રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred)
રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred) (જ. 15 મે 1816, આખેન, જર્મની; અ. 1 ડિસેમ્બર 1859, ડુસેલ્ડૉર્ફ, જર્મની) : મોટા કદના ઐતિહાસિક અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે જાણીતો જર્મન ચિત્રકાર તથા કાષ્ઠશિલ્પનાં છાપચિત્રો(wood cut prints)ના સર્જક. 1829માં 13 વરસની ઉંમરે ડુસેલ્ડૉર્ફ એકૅડેમીમાં કલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અભ્યાસ પૂરો કરીને 1836માં રોમર હૉલની દીવાલો પર ભીંતચિત્રો…
વધુ વાંચો >રેદોં, ઓદિલોં Redon, Odilon
રેદોં, ઓદિલોં (Redon, Odilon) (જ. 1840, ફ્રાન્સ; અ. 1916, ફ્રાન્સ) : પ્રતીકવાદી (symbolist) ફ્રેન્ચ ચિત્રકાર. સ્વપ્નિલ (dreamy) ચિત્રો ચીતરવા માટે ખ્યાતનામ રેદોં ઓગણીસમી સદીના રંગદર્શિતાવાદ અને વીસમી સદીના પ્રતીકવાદ વચ્ચેની મહત્વની કડીરૂપ છે. વિદ્યાર્થીકાળમાં સ્થાપત્યનો અભ્યાસ શરૂ કરેલો, પરંતુ પરીક્ષાઓમાં સતત નિષ્ફળતાઓ પ્રાપ્ત થતાં રેદોંએ ચિત્રકલાની સાધના કરી. તત્કાલીન ઘણા કલાકારોની માફક રેદોં પણ એશિયાઈ…
વધુ વાંચો >રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ)
રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક આદિ ક્રોન્ક્વિસ્ટના મતાનુસાર આ કુળ 50 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનું બનેલું છે. લૉરેન્સ આ કુળ માટે 35 પ્રજાતિઓ અને 1,500 જાતિઓ સૂચવે છે. લગભગ 20 જેટલી પ્રજાતિઓ અને 300 જેટલી જાતિઓ ઉત્તર અમેરિકાની સ્થાનિક છે. આ કુળની કેટલીક જાણીતી પ્રજાતિઓની કુલ જાતિઓ અને…
વધુ વાંચો >રેનશૉ, વિલિયમ
રેનશૉ, વિલિયમ (જ. 3 જાન્યુઆરી 1861 લૅમિંગ્ટન, વૉરવિકશાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 1904, સ્વાનેજ, ડૉરસેટ) : યુ.કે.ના ટેનિસ ખેલાડી. તેમણે વિમ્બલડન સ્પર્ધાઓ ખાતે 1881થી ’86 અને 1889 – એમ કુલ 7 વખત એકલા રમીને (singles) વિજયપદક તથા પોતાના જોડકા ભાઈ અર્નેસ્ટ સાથે 1884થી ’86 અને 1888–89 એમ કુલ 5 વખત જોડીમાં રમીને (doubles) વિજયપદકની વિક્રમરૂપ…
વધુ વાંચો >રેનિન
રેનિન : ગુચ્છાસન્ન (juxtaglomerular) કોષોના દેહદ્રવી (humoural) ઉત્તેજન(stimulation)ના પ્રતિભાવરૂપે મૂત્રપિંડ(kidney)માં સ્રવતું પ્રોટીન-ઉત્સેચક. તે પ્રોટીનનું વિખંડન કરીને લોહીના દબાણમાં વધારો કરે છે. લોહીમાં રેનિન પ્લાવિકા (પ્લાઝ્મા) પ્રોટીન ઉપર આંશિક પ્રભાવ દર્શાવીને તેમાંથી ઍન્જિયોટેન્સિન-I મુક્ત કરે છે. રૂપાંતરક (converting) ઉત્સેચક દ્વારા ઍન્જિયોટેન્સિન(angiotensin)-Iની 10 એમીનો ઍસિડવાળી શૃંખલાનું વિભાજન થવાથી ઍન્જિયોટેન્સિન-II બને છે. આ રીતે બનતો અષ્ટ-પેપ્ટાઇડ (અગાઉ તેને…
વધુ વાંચો >રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર
રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર : શરીરમાં પાણી, આયનો તથા લોહીના દબાણને સંતુલિત રાખતું તંત્ર. મૂત્રપિંડમાં ગુચ્છ-સમીપી કોષો (Juxta-glomarular cells)માંથી રેનિન નામનો નત્રલવિલયી (proteolytic) ઉત્સેચક નીકળે છે, જે ઍન્જિયોટેન્સિનોજન નામના દ્રવ્યમાંથી ઍન્જિયોટેન્સિન-I નામનું દ્રવ્ય બનાવે છે. મૂત્રપિંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે, નસોમાંનું પ્રવાહી ઘટે, લોહીમાં કેટેકોલ એમાઇન્સ નામનાં દ્રવ્યોનું પ્રમાણ ઘટે, સંવેદી ચેતાતંત્રની ક્રિયાશીલતા વધે, ધમનિકાઓમાં વધે અથવા લોહીમાં…
વધુ વાંચો >રેનિયર પર્વત
રેનિયર પર્વત : યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં માઉન્ટ નૅશનલ પાર્કમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 46° 45´ ઉ. અ. અને 121° 40´ પ. રે.. તે ટેકોમા શહેરથી અગ્નિકોણમાં 64 કિમી.ને અંતરે કાસ્કેડ હારમાળામાં આવેલો છે. તેનું સર્વોચ્ચ શિખર 4,392 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વત આશરે 260 ચોકિમી.ના વિસ્તારને આવરી લે છે. વિસ્તાર ધરાવતા તેના હિમાચ્છાદિત…
વધુ વાંચો >