રેખા-દેઉલ : ઓરિસાનાં મંદિરોમાં શિખરની રચના પરત્વે વિશિષ્ટ સ્વરૂપ ધરાવતું ગર્ભગૃહ. ઓરિસામાં મંદિરના ગર્ભગૃહને શ્રી-મંદિર કે દેઉલ કહે છે. એમાં શિખર-રચના પરત્વે રેખા-દેઉલ અને પીડ-દેઉલ એવી બે પદ્ધતિઓ જોવામાં આવે છે. રેખા-દેઉલમાં બાડા, છપ્પર અને આમલક એવાં ત્રણ અંગો હોય છે; જ્યારે પીડ-દેઉલમાં બાડા, પીડ અને ઘંટાકલશ હોય છે. રેખા-દેઉલનો નીચેનો અડધો ભાગ ‘બાડા’ કહેવાય…

વધુ વાંચો >

રેખા-વિસ્તરણ (line broadenning) : વર્ણપટવિજ્ઞાન મુજબ ઉત્સર્જન-રેખાનું મોટી તરંગલંબાઈ કે આવૃત્તિના પ્રદેશમાં થતું વિસ્તરણ. વર્ણપટ-રેખાના કેન્દ્રથી બન્ને બાજુ, જ્યાં કેન્દ્રની તીવ્રતા કરતાં અડધી તીવ્રતા મળતી હોય તેવાં બે બિંદુઓ વચ્ચેના અંતરને તે રેખાની પહોળાઈ તરીકે લેવામાં આવે છે. કોઈ પણ વર્ણપટ-રેખા સંપૂર્ણ તીવ્ર હોતી નથી, અર્થાત્ તેની આવૃત્તિ તદ્દન એક જ મૂલ્યની હોતી નથી. રેખાની…

વધુ વાંચો >

રેખાંશ (longitude) : પૃથ્વીના ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતાં કાલ્પનિક અર્ધવર્તુળો. પૃથ્વીના મધ્યબિંદુમાંથી વિષુવવૃત્તીય પરિઘ તરફ જતી 360 ત્રિજ્યાઓ જો તેના 360 સરખા ભાગ પાડે, તો વિષુવવૃત્ત પર છેદાતા પ્રત્યેક બિંદુમાંથી ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતી અને ઉ.-દ. ધ્રુવોને જોડતી આવી 360 રેખાઓ દોરી શકાય. આ રેખાઓ અન્યોન્ય પૂર્વ-પશ્ચિમ કોણીય અંતર દર્શાવતી હોવાથી તેમને રેખાંશ…

વધુ વાંચો >

રેખીય રચના (lineation) : ખડકની સપાટી પર કે ખડકદળની અંદર ખનિજ-ગોઠવણીથી અથવા સંરચનાથી ઉદભવતું દિશાકીય-રેખીય લક્ષણ. અગ્નિકૃત ખડકોમાં ઉદભવતી પ્રાથમિક પ્રવાહરચનાને કારણે અથવા જળકૃત ખડકોમાં જોવા મળતી સ્તરરચનાને કારણે અથવા વિકૃત ખડકોમાં પરિણામી ખનિજોથી ગોઠવાતા એક-દિશાકીય આકારથી, જુદી જુદી પ્રસ્તર-તલસપાટીઓ અને સંભેદના આડછેદથી, સ્ફટિકોના વિશિષ્ટ વિકાસથી રેખીય સ્થિતિ ઉદભવે છે. દાબનાં પ્રતિબળોને કારણે ખડકોમાં ઉદભવતું…

વધુ વાંચો >

રેગોલિથ (Regolith) : ખડકદ્રવ્ય(શિલાચૂર્ણ)નું આવરણ. આચ્છાદિત ખડકદ્રવ્ય. કાંપ, કાદવ, માટી, શિલાચૂર્ણનું બનેલું અવશિષ્ટ આચ્છાદન. કોઈ પણ પ્રકારની ઉત્પત્તિવાળું, છૂટું, નરમ ચૂર્ણનું પડ, જે ભૂમિસપાટી પર લગભગ બધે જ જોવા મળે છે. તેની જાડાઈ પ્રદેશભેદે જુદી જુદી હોઈ શકે. બધે જ તે નીચેના તળખડકની ઉપર રહેલું હોય છે. તેમાં જમીન અને ખડકચૂર્ણ મિશ્રિત સ્થિતિમાં હોઈ શકે…

વધુ વાંચો >

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773 : ઈસ્ટ ઇંડિયા કંપનીના ભારતમાંના વહીવટ ઉપર બ્રિટિશ તાજનો અંકુશ સ્થાપતો પ્રથમ કાયદો. ભારતના બંધારણીય વિકાસમાં રેગ્યુલેટિંગ ઍક્ટ પ્રથમ મહાન સીમાચિહન સમાન હતો. એપ્રિલ 1772માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિવિધ કાર્યવાહીની તપાસ કરવા વાસ્તે એક સમિતિ નીમી. કંપની દ્વારા કરવામાં આવતું પુષ્કળ ખર્ચ, વહીવટી અરાજકતા, કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો અતિશય…

વધુ વાંચો >

રેચકો : મળત્યાગમાં સહાયક ઔષધો. તેઓ જઠર-આંતરડાંના બનેલા માર્ગમાં આહારની ગતિ વધારે છે. તેઓ મુખ્યત્વે 3 પ્રકારનાં હોય છે – ઉત્ક્ષોભકો (irritants) અથવા ઉત્તેજકો (stimulants), દળવર્ધકો (bulk forming) અને મૃદુમળકારકો (stool softeners). (અ) ઉત્ક્ષોભકો અથવા ઉત્તેજકો : તેઓ આંતરડાંનું ઉત્તેજન કરીને તેની ગતિ વધારે છે. દિવેલ અથવા એરંડિયા(castor oil)નું નાના આંતરડામાં પાચન થાય છે અને…

વધુ વાંચો >

રૅચેટ (ratchet) : સવિરામ (intermittent) પરિભ્રામી (rotary) ગતિ અથવા શાફ્ટની એક જ દિશામાં (પણ વિરુદ્ધ દિશામાં નિષેધ) ગતિનું સંચારણ કરતું યાંત્રિક સાધન. સાદા રૅચેટની યાંત્રિક રચના (mechanism) આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A રૅચેટચક્ર છે, B ઝૂલતું (oscillating) લીવર છે. આ લીવર ઉપર ચાલક પૉલ (pawl) C બેસાડેલું છે. વધારાનું દાંતાવાળું ચક્ર D…

વધુ વાંચો >

રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના પુરોગામીઓ – આલ્બટર્સ, સીઝાલ્પિનો, માલ્પીધી…

વધુ વાંચો >