રૂબિડિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના IA) સમૂહમાં આવેલ આલ્કલી ધાતુઓ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Rb. લેપિડોલાઇટના એક ગૌણ (minor) ઘટક તરીકે 1861માં આર. બુન્સેન અને જી. આર. કિર્છોફે આ તત્વ શોધ્યું હતું. 1860માં તેમણે સીઝિયમની શોધ કરી તે પછી થોડા મહિનાઓમાં જ આ તત્વ શોધેલું. આ અગાઉ સ્પેક્ટ્રૉસ્કોપ વડે આ બંને વૈજ્ઞાનિકોએ 1859માં…

વધુ વાંચો >

રૂબેન્સ, (ઝ) પીટર પૉલ (જ. 28 જૂન 1577, સીજન, જર્મની; અ. 30 મે 1640, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ) : બરૉક શૈલીના મહાન ફ્લૅમિશ ચિત્રકાર. બરૉક શૈલીની લાક્ષણિક કામોત્તેજક પ્રચુરતાના પ્રખર પુરસ્કર્તા. તેમની ઉત્તમ કૃતિઓમાં સંખ્યાબંધ વ્યક્તિચિત્રો અને ધાર્મિક ચિત્રોનો સમાવેશ થતો હોવા છતાં ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે તેમને અસાધારણ લોકપ્રિયતા મળી. તેમનું કલાસર્જન વિપુલ હતું. પિતા જાન…

વધુ વાંચો >

રૂબેલાઇટ (rubellite) : રાતા કે રતાશ પડતા જાંબલી રંગમાં મળતો ટુર્મેલિનનો રત્નપ્રકાર. ટુર્મેલિન વિવિધ રંગોમાં મળતું હોય છે, પરંતુ તેના આ રંગના રત્નપ્રકારની ઘણી માંગ રહે છે. માણેક જેવા તેના રંગને કારણે જ તેનું નામ ‘રૂબેલાઇટ’ પડેલું છે. માણેક જેવો દેખાતો તેનો આ રંગ તેમાં રહેલી લિથિયમની માત્રાને કારણે હોય છે. તેના ઉત્તમ કક્ષાના રત્નપ્રકારો…

વધુ વાંચો >

રૂમીખાન, મુસ્તફા બિન બહરામ (જ. ?; અ. 1538, ચુનાર, ઉત્તર ભારત) : ગુજરાતના તોપદળનો સેનાપતિ અને સૂરત-રાંદેર-માહીમ સુધીના પ્રદેશનો જાગીરદાર. ગુજરાતના સુલતાન બહારદુરશાહે (1526–1537) 1531માં તેને સૂરત બંદર, તેની આસપાસનો તથા દક્ષિણે માહીમ સુધીનો પ્રદેશ સોંપ્યો હતો. તે ઇજિપ્તના નૌકાદળના સેનાપતિ અમીર સુલેમાનની બહેનનો પુત્ર હતો અને તેના પિતા બહરામની આજ્ઞાથી તે ગુજરાતના સુલતાન બહાદુરશાહને…

વધુ વાંચો >

રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ વ્યક્તિ તરીકે વધતાં મૉંગોલ સુલતાનની…

વધુ વાંચો >

રૂરકેલા : ઓરિસા રાજ્યના સુંદરગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 22° ઉ. અ. અને 85° પૂ. રે.. ભારતમાં વિકસેલાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં જાણીતાં મથકો પૈકીનું આ એક ઔદ્યોગિક મથક છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ શહેર ઓરિસા–ઝારખંડ સરહદે આવેલી બિરમિત્રપુર ટેકરીઓ અને ગંગપુર થાળાની વચ્ચેના આશરે 150થી 300 મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું છે. તેનું…

વધુ વાંચો >

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert) (જ. 5 એપ્રિલ 1869, તૂરકોઈન, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1937, રોયાં, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીત-નિયોજક. 18 વરસની ઉંમરે ફ્રેન્ચ નૌકાદળમાં જોડાયા અને અગ્નિ એશિયાની સંખ્યાબંધ યાત્રાઓ કરી, જેની અજનબી (exotic) છાપો તેમના સંગીત પર પણ પડી. 25 વરસની ઉંમરે નૌકાદળમાંથી નિવૃત્ત થઈ પૅરિસની ‘શોલા કેન્તોરમ’ નામની સંગીતસંસ્થામાં વિન્સંટ…

વધુ વાંચો >

રૂસો (જ. 28 જૂન 1712, જિનીવા [સ્વિટ્ઝર્લૅન્ડ]; અ. 2 જુલાઈ 1778) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ તત્વજ્ઞ. જ્ઞાનપ્રકાશ યુગ : An age of Enlightenment. અઢારમી સદીમાં ફ્રાન્સમાં (1) દિદેરો (2) કૉનડિલેક અને (3) હૉલબૅક વગેરે વિદ્વાનોએ એક નવો અભિગમ રજૂ કર્યો, અને તેમાં જડ ધાર્મિક સંસ્થાઓ અને તેમના જ્ઞાનના દાવાઓને પડકારવામાં આવ્યા. ન્યૂટન અને જૉન લૉકથી પ્રભાવિત…

વધુ વાંચો >

રૂસો, થિયોડૉર (Rousseau, Theodore) (જ. 15 એપ્રિલ 1812, પૅરિસ, ફ્રાન્સ; અ. 22 ડિસેમ્બર 1867, બાર્બિઝોં, ફ્રાન્સ) : નિસર્ગ ચિત્રકામ કરતી ફ્રાન્સની બાર્બિઝોં ચિત્રશૈલીનો પ્રમુખ ચિત્રકાર અને બાર્બિઝોં ચિત્રકારોનો નેતા. 14 વરસની ઉંમરે અન્ય ચિત્રકારોનાં ચિત્રોની નકલો કરીને સ્વશિક્ષિત થવાનું શરૂ કર્યું. તત્કાલીન નવપ્રશિષ્ટ (neo-classical) ચિત્રકારોથી તદ્દન વિપરીત, સ્ટુડિયોમાંથી બહાર નીકળી, કુદરતને ખોળે બેસીને સીધું જ…

વધુ વાંચો >

રૂસો, હેન્રી (Rousseau, Henri) (જ. 21 મે 1844, લાવા, ફ્રાન્સ; અ. 12 સપ્ટેમ્બર 1910, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ બિનતાલીમી (naive) ચિત્રકાર. સિંહ, વાઘ, મગર, ડાયનોસૉર જેવાં હિંસક પશુઓથી ભરચક વિષુવવૃત્તીય વરસાદી જંગલોનાં બારીક વિગતપૂર્ણ ચિત્રો સર્જવા માટે તે પ્રસિદ્ધ થયા હતા. પિતા લુહાર હતા. પોતે સાવ સાધારણ વિદ્યાર્થી હતા. શાળાનો અભ્યાસ પડતો મૂકી લશ્કરમાં ભરતી…

વધુ વાંચો >