Posts by Jyotiben
રૂટા
રૂટા : જુઓ સતાબ.
વધુ વાંચો >રૂટાઇલ
રૂટાઇલ : ટિટેનિયમધારક ખનિજ. રાસા. બં. : TiO2. ઑક્સિજન 40 %, ટિટેનિયમ 60 %. 0.10 % સુધીનું લોહપ્રમાણ તેમાં હોય છે. આ ખનિજ એનાટેઝ (TiO2) અને બ્રુકાઇટ (TiO2) સાથે ત્રિરૂપતા ધરાવે છે. સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમૅટિક; c અક્ષને સમાંતર રેખાંકિત; પાતળા, લાંબા પ્રિઝમૅટિકથી સોયાકાર સ્ફટિકો પણ મળે, તે પણ…
વધુ વાંચો >રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન)
રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન) (જ. 1940, બેથલહેમ, ટેનેસી; અ. 1994) : અમેરિકાનાં મહિલા-દોડવીર. શૈશવમાં તેઓ બાળલકવાનો ભોગ બન્યાં હતાં, પરંતુ ખૂબ પરિશ્રમ વેઠીને તેઓ તેમાંથી પાર ઊતર્યાં. ખેલાડીઓની ‘ટેનેસી બેલ્સ’ નામક મંડળીના એક સભ્ય તરીકે તેઓ નાની વયથી જ નામના પામ્યાં. 16 વર્ષની વયે જ તેઓ 1956ની ઓલિમ્પિક રમતોમાં મેલબૉર્ન ખાતે કાંસ્ય ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1960માં…
વધુ વાંચો >રૂથરફૉર્ડિયમ (Rf)
રૂથરફૉર્ડિયમ (Rf) : આવર્તક કોષ્ટકના 4થા સમૂહમાં આવેલ વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Rf; પરમાણુક્રમાંક 104. ઍક્ટિનાઇડ શ્રેણી પૂર્ણ થયા પછીનું, અનુઍક્ટિનાઇડ શ્રેણીનું પ્રથમ અને બારમું અનુયુરેનિયમ તત્વ છે. વૈજ્ઞાનિકોનાં બે જૂથોએ (એક અગાઉના સોવિયેત યુનિયનનું અને બીજું યુનાઇટેડ સ્ટેટ્સનું) આ તત્વ સૌપ્રથમ પેદા કર્યાનો દાવો કરેલ. 1964માં ડ્યૂબનામાં આવેલ જૉઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર રિસર્ચ…
વધુ વાંચો >રૂથીનિયા (Ruthenia)
રૂથીનિયા (Ruthenia) : યૂક્રેનમાં આવેલો ઐતિહાસિક પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° ઉ. અ. અને 32° પૂ. રે.ની આજુબાજુનો મધ્ય યુરોપનો આશરે 12,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે કાર્પેથિયન પર્વતોના દક્ષિણ ઢોળાવો પર તથા નજીકના નૈર્ઋત્યના ઊંચાણવાળા પ્રદેશો પર આવેલો છે. તેની પશ્ચિમે ચેકોસ્લોવૅકિયા, વાયવ્યમાં પોલૅન્ડ, નૈર્ઋત્યમાં હંગેરી, દક્ષિણે રુમાનિયા અને બાકીના ભાગમાં…
વધુ વાંચો >રૂથેનિયમ
રૂથેનિયમ : આવર્તક કોષ્ટકના 8મા સમૂહનું રાસાયણિક ધાતુતત્ત્વ. સંજ્ઞા Ru. મેન્દેલિયેવના મૂળ આવર્તક કોષ્ટકના VIIIમા સમૂહમાં નવ તત્વોનો – Fe, Ru, Os; Co, Rh, Ir; Ni, Pd અને Ptનો સમાવેશ થતો હતો. આ પૈકી પ્રથમ ત્રણ આગળ પડતા હતા. યુરલ પર્વતમાળામાંથી મળતા અયસ્કમાંથી કાચું પ્લૅટિનમ અમ્લરાજ(aqua regia)માં ઓગાળ્યા પછી વધેલા અવશેષમાંથી 1844માં કે. ક્લોસે આ…
વધુ વાંચો >રૂદકી સમરકન્દી
રૂદકી સમરકન્દી (જ. આશરે 865, બન્જ [પંચદહ], રૂદક, સમરકંદ; અ. 940) : દસમા સૈકાના પ્રખર ફારસી કવિ. તેમનું મૂળ નામ અબુ અબ્દુલ્લાહ જાફર બિન મુહમ્મદ બિન હકીમ બિન અબ્દુર્રહમાન બિન આદમ હતું. રૂદકી ‘રૂદ’ (એક પ્રકારનું વાજિંત્ર) સરસ વગાડતા. તેને લીધે તેમણે પોતાનું કવિનામ ‘રૂદકી’ રાખેલું. તેમના જન્મ અને અવસાનનાં તારીખ-વર્ષ અંગે અલગ અલગ મત…
વધુ વાંચો >રૂની, મિકી
રૂની, મિકી (જ. 23 સપ્ટોમ્બર 1920, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.; અ. 6 એપ્રિલ 2014, લોસ એન્જલસ, કૅલિફોર્નિયા) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. મૂળ નામ જૉ યુલ, જુનિયર. મનોરંજક વૃંદ તરીકેનો વ્યવસાય કરનારા પરિવારમાં તેમનો જન્મ થયો હતો, તેથી અભિનય-સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ‘મિકી મૅકગ્વાયર’ (1927–’33) તથા ‘ઍન્ડી હાર્ડી’ (1937–’38) જેવી શ્રેણીઓમાંના તેમના અભિનય બદલ તેઓ ઘણી…
વધુ વાંચો >રૂપક/તેવરા
રૂપક/તેવરા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો તાલ. કેટલાક વિદ્વાનો તેવરા તાલને ‘તીવ્રા તાલ’ નામથી પણ ઓળખાવે છે. બંને તાલમાં ઘણું સામ્ય છે; દા.ત., રૂપક અને તેવરા બંને તાલમાં સાત માત્રા અને ત્રણ ખંડ હોય છે. બંને વચ્ચે તબલાના બોલનો જ તફાવત છે : બંને તાલમાં પહેલી માત્રા પર સમ અને ખાલી આવે છે. ગઝલ, ભજન…
વધુ વાંચો >રૂપકગ્રંથિ
રૂપકગ્રંથિ : રૂપક અલંકારનાં ઘટકતત્વો પર નિર્ભર એક સાહિત્યનિરૂપણરીતિ અને સાહિત્યસ્વરૂપ. ગુજરાતીમાં ‘રૂપકગ્રંથિ’ શબ્દ અંગ્રેજી શબ્દ allegory – ના પર્યાય તરીકે પહેલવહેલો પ્રયોજનાર નવલરામ હતા. એ પછી નરસિંહરાવ આદિ અન્ય વિદ્વાનોએ તેનું સમર્થન કર્યું. ‘રૂપકગ્રંથિ’માં પ્રયુક્ત ‘રૂપક’ની એક અલંકાર તરીકે સઘન વિચારણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થઈ છે; પરંતુ ‘રૂપકગ્રંથિ’ની વિચારણામાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની ચર્ચા પણ ઉપયોગમાં લેવાઈ…
વધુ વાંચો >