Posts by Jyotiben
રિંગેલ ફ્રાન્ઝ (Ringel Franz)
રિંગેલ, ફ્રાન્ઝ (Ringel, Franz), (જ. 1940, ગ્રાઝ, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. આરંભે ગ્રાઝની સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં પ્રો. એડેમેટ્ઝના માર્ગદર્શન હેઠળ અને વિયેનાની વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. કુટરસ્લોહ(Giitersloh)ના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. તેમણે 1966માં વિયેના ખાતે પોતાની કલાનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1968માં હર્ઝિગ, જુન્ગ્વર્થ, કોખર્શીટ, પૉન્ગ્રેટ્ઝ અને ઝેપેલસ્પર્લ સાથે કલાકારોના જૂથ…
વધુ વાંચો >રીકેનો સિદ્ધાંત (Riecke’s principle)
રીકેનો સિદ્ધાંત (Riecke’s principle) : ભૂસ્તરીય પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણોની દ્રવીભૂત થઈ જવાની ઘટના સાથે સંકળાયેલો સિદ્ધાંત. સામાન્ય રીતે કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણો જે જરૂરી નિમ્ન કક્ષાએ દ્રાવણમાં ફેરવાય તે કરતાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ તે ઝડપથી દ્રવીભૂત થઈ જતા હોય છે. આ સિદ્ધાંત મુજબ મુક્ત સ્થિતિમાં રહેલા ખનિજકણોની તુલનામાં ખડકદળમાં રહેલા…
વધુ વાંચો >રીગન, રોનાલ્ડ વિલ્સન
રીગન, રોનાલ્ડ વિલ્સન (જ. 6 ફેબ્રુઆરી 1911, ટામપિકો, ઇલિનોઇસ; અ. 5 જૂન 2004, લોસ એન્જલિસ) : અમેરિકાના ચાલીસમા પ્રમુખ અને જાણીતા ફિલ્મ-કલાકાર. પિતા જૅક રીગન અને માતા નેલે રીગન. તેમનો સમગ્ર ઉછેર શિકાગોની પશ્ચિમે આવેલા ડિકસન નગરમાં થયો હોવાથી તેઓ તેને જ વતન માનતા હતા. વિવિધ રમતો એમને ખૂબ ગમતી, પરંતુ તેમની પ્રિય રમત ફૂટબૉલ…
વધુ વાંચો >રીજ
રીજ : જુઓ વૉલ્ટ.
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL) – જમ્મુ-તાવી
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL), જમ્મુ-તાવી : ભારતની કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થાની ઔષધવિજ્ઞાનને લગતી જમ્મુ-તાવી ખાતે આવેલ પ્રયોગશાળા. તેની સ્થાપના 1941માં ‘‘ડ્રગ રિસર્ચ લૅબોરેટરી ઑવ્ જે ઍન્ડ કે સ્ટેટ’ તરીકે થઈ હતી, જેને 1957માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)નું અંગ બનાવવામાં આવી હતી. તેના પ્રથમ નિયામક કર્નલ રામનાથ ચોપરા હતા.…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – જોરહાટ
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, જોરહાટ : સીએસઆઈઆર (CSIR) સ્થાપિત વિવિધ પ્રયોગશાળાઓમાંની એક. ઈશાન ભારતના પ્રદેશોની કુદરતી સંપત્તિ આધારિત એવી સ્વદેશી ટૅકનૉલૉજી વિકસાવવા આ સંસ્થા કાર્ય કરે છે કે જે ગુણવત્તા, કિંમત તથા ક્ષમતાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હોય. સંસ્થાની સંશોધન તથા વિકાસ શાખા મુખ્યત્વે તેલક્ષેત્રોમાંથી મળતાં રસાયણો, કૃષિ-રસાયણો, સુગંધી દ્રવ્યો તથા ઔષધીય છોડમાંથી મળતાં રસાયણો…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી – તિરુવનન્તપુરમ્ (RRL)
રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી, તિરુવનન્તપુરમ્ (RRL) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. તેના મુખ્ય ઉદ્દેશોમાં પ્રાદેશિક/રાષ્ટ્રીય કુદરતી સ્રોતોના ઇષ્ટતમ ઉપયોગ માટે સંશોધન અને વિકાસને લગતું કાર્ય, પર્યાવરણવિજ્ઞાન અને અપશિષ્ટ જળની માવજતને લગતું સંશોધન, જાતિગત (generic) ટૅકનૉલૉજી અંગે અતિ આધુનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને લગતાં સંશોધનોનો સમાવેશ…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભુવનેશ્વર
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા ખનિજ સંપત્તિમાંથી કાર્બનિક તથા અકાર્બનિક…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા. હાલમાં એડવાન્સ મટીરિયલ ઍન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AMPRI), ભોપાલ તરીકે ઓળખાય છે. આ સંસ્થાની સ્થાપના 1981માં ભોપાલ ખાતે થઈ. સંસ્થા નવી દિલ્હી ખાતેની counsil for Industrial Research (CSIR)માં શરૂઆતનાં વર્ષોમાં કાર્યરત હતી – ત્યારબાદ 1983માં તેને…
વધુ વાંચો >રીજેન્ટ (હીરો)
રીજેન્ટ (હીરો) : રીજેન્ટ અથવા પિટ્ટ હીરાના નામથી ઓળખાતો ઐતિહાસિક ખ્યાતિ પામેલો હીરો. ભૂરી ઝાંયવાળો દેખાતો આ હીરો તેજસ્વી અને પાણીદાર બને તે રીતે કાપેલો છે. આ હીરો ભલે કદમાં મોટો ન હોય, પરંતુ તે અત્યંત સુંદર અને પૂર્ણ હીરા તરીકે લેખાય છે; એટલું જ નહિ, આકાર, કદપ્રમાણ અને તેજસ્વિતામાં તે મોખરાનું સ્થાન ધરાવે છે.…
વધુ વાંચો >