Posts by Jyotiben
રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત
રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત : ભારતમાં પ્રકાશિત થતા વિવિધ ગ્રંથોની કરવામાં આવતી શાસ્ત્રીય સૂચિ. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ એટલે જે તે રાષ્ટ્રમાંથી પ્રકાશિત થયેલા ગ્રંથોની સુવ્યવસ્થિત યાદી. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિનો જન્મ ઈ. સ. 1550માં પહેલી રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ ‘લા લાઇબ્રેરિયા’ નામે વેનિસ (ઇટાલી) ખાતે ઍન્ટૉન ફ્રાન્સેસ્કો ડોની દ્વારા થયો. ત્યારપછી ઈ. સ. 1811માં બિબ્લિયૉથૅકે નૅશનાલે દ્વારા ફ્રેન્ચ સરકારે ‘બિબ્લિયૉગ્રાફી…
વધુ વાંચો >રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards)
રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards) : દેશમાં આતંકવાદનો અસરકારક સામનો કરવા અને તેને ખાળવા માટે ઊભું કરવામાં આવેલ પ્રમુખ સશસ્ત્ર દળ. તેની સ્થાપના નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ ઍક્ટ, 1986 હેઠળ કરવામાં આવી છે. આ દળ દેશની મહત્ત્વની વ્યક્તિઓ(VIPS)ને સંરક્ષણસુરક્ષા કવચ પૂરું પાડે છે, ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે અને દેશનાં મહત્ત્વનાં પ્રતિષ્ઠાનોને…
વધુ વાંચો >રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વરેલું સંગઠન. તેની સ્થાપના નાગપુર ખાતે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ 26 સ્વયંસેવકોની હાજરીમાં થયેલી. વિધિની વક્રતા તો એ છે કે તેની સ્થાપના વખતે તેના સંસ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવાર (1889-1940) રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને 1925-37 વચ્ચેના ગાળામાં કૉંગ્રેસની નેતાગીરી હેઠળ દેશની આઝાદી માટે જેટલાં આંદોલનો થયેલાં…
વધુ વાંચો >રાસ/રાસો
રાસ/રાસો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્યપ્રકાર. મૂળમાં ‘રાસ’ એક નૃત્યપ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતાં. ‘રેવંતગિરિ રાસુ’માંની ‘રંગિહિં એ રમઈ જો રાસુ’ જેવી પંક્તિ તેમજ ‘સપ્તક્ષેત્રિ રાસુ’માં ‘તાલરાસ’ અને ‘લકુટરાસ’ – એમ 2 પ્રકારના રાસના મળતા ઉલ્લેખો દર્શાવે છે…
વધુ વાંચો >રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર)
રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર) : ઉપરૂપકનો એક પ્રકાર. ‘રાસક’ની ઉત્પત્તિ કેટલાક ‘रसानां समूहो रास:’ અથવા ‘रासयति सभ्यभ्यो रोचयति ।’ (પ્રેક્ષકોને ખુશ કરે તે) એવી આપે છે, પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત (ગરબા અને) રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય-માર્દવયુક્ત મધુર નૃત્ય સાથે रासक સીધું જોડાય છે. નન્દિકેશ્વરે નોંધેલી (તથા પાછળથી જામનગરના…
વધુ વાંચો >રાસમાલા
રાસમાલા : અંગ્રેજ અધિકારી ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સે લખેલ ગુજરાત પ્રાંતનો ઇતિહાસ. તેમણે 1850-56 દરમિયાન ગુજરાતના ઇતિહાસને લગતી માહિતી વહીવંચાઓના ચોપડા; રાસના ભંડાર; દેવાલય, વાવ, કૂવા અને છત્રીઓ ઉપરના લેખો; ‘પ્રબંધચિંતામણિ’, ‘દ્વયાશ્રય’, ‘શત્રુંજય માહાત્મ્ય’, ‘કુમારપાલચરિત્ર’ વગેરે ગ્રંથો; ઇંગ્લૅન્ડમાંનું ઇન્ડિયા હાઉસનું દફતર વગેરે સાધનો દ્વારા એકત્ર કરી, અંગ્રેજીમાં એક સળંગ વિસ્તૃત તવારીખ તૈયાર કરી. તે તવારીખ તૈયાર…
વધુ વાંચો >રાસ સત્યાગ્રહ
રાસ સત્યાગ્રહ : રાસ ગામના ખેડૂતોએ 1930માં મહેસૂલ ન ભરીને કરેલો સત્યાગ્રહ. ગુજરાતના ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બોરસદથી 11 કિમી. દૂર રાસ ગામ આવેલું છે. હોમ રૂલ આંદોલન(1916-1917)ના સમયથી રાસમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. ખેડા સત્યાગ્રહ (1918) વખતે ગાંધીજીએ રાસમાં ખેડૂતોની વિશાળ સભાને સંબોધી હતી. અસહકારની લડત(1920-1922)માં રાસમાં દારૂનું પીઠું બંધ થયું અને રાષ્ટ્રીય શિક્ષણ…
વધુ વાંચો >રાસાયણિક અવક્ષેપન (chemical precipitation)
રાસાયણિક અવક્ષેપન (chemical precipitation) : દ્રાવણમાં રહેલા એક પદાર્થને અદ્રાવ્ય રૂપમાં ફેરવીને અલગ પાડી શકાય તેવા ઘન પદાર્થ રૂપે મેળવવાની વિધિ અથવા ઘટના. ઘણી વાર અવક્ષેપનની વિધિનો ઉપયોગ જલીય દ્રાવણોમાંથી ધાતુ-આયનોને દૂર કરવા માટે થાય છે; દા. ત., સિલ્વર નાઇટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો(Ag+)ને દ્રાવણમાં ક્લોરાઇડ આયનો (સોડિયમ ક્લોરાઇડ રૂપે) ઉમેરવાથી અવક્ષિપ્ત…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરી
રાસાયણિક ઇજનેરી : જેમાં પદાર્થો તેમની ભૌતિક કે રાસાયણિક અવસ્થામાં ફેરફાર પામતાં હોય તેવાં સંયંત્રો(plants)ની ડિઝાઇન અને પ્રચાલન (operation) તથા પ્રવિધિઓ(processes)ના વિકાસ સાથે સંકળાયેલ ઇજનેરીની એક શાખા. રાસાયણિક ઇજનેરીને લગતી સંકલ્પનાઓ (concepts) તો આશરે એક સૈકા અગાઉ જ વિકસાવવામાં આવી છે, પણ જેમને રાસાયણિક ઇજનેરીના ક્ષેત્રમાં સમાવી લેવામાં આવી છે તેવી સંકલ્પનાઓ તો હજારો વર્ષ…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering)
રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering) : ભૌતિક પ્રણાલીના પસંદ કરેલા પરિવર્તીઓ(variables)ને બરાબર ગોઠવીને પ્રણાલીને ઇચ્છિત (મનપસંદ) સ્થિતિમાં જાળવી રાખવાની વ્યવસ્થા. રાસાયણિક ઇજનેરીમાં કોઈ પણ પ્લાન્ટમાં દ્રવ્યના વહનનો સમાવેશ થતો હોય છે; દા. ત., દ્રવ્યનું એક પાત્રમાંથી બીજામાં વહેવું, પ્રવાહીનું બુદબુદન (bubbling) અને ઉત્કલન, સ્નિગ્ધ (viscous) દ્રવ્યોનું બહિર્વેધન (extrusion) વગેરે. સામાન્ય રીતે…
વધુ વાંચો >