Posts by Jyotiben
રાસાયણિક ઉત્ક્રાંતિ
રાસાયણિક ઉત્ક્રાંતિ : સાદાં રાસાયણિક તત્ત્વોમાંથી પ્રોટીન, ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ, પૉલિસૅકેરાઇડ જેવા જીવનાવદૃશ્યક સંકીર્ણ કાર્બનિક અણુઓની ઉત્પત્તિ. જીવનની ઉત્ક્રાંતિ અંગેની જિજ્ઞાસા જૈવિક અણુઓના ઊગમ વિશે વિચાર કરવા પ્રેરે છે. ભૂસ્તરીય ઇતિહાસમાં કોઈ એવો પ્રાગ્-જૈવિક કાળ હોવો જોઈએ, જે દરમિયાન કાર્બનિક સંયોજનો બન્યાં હશે તથા તેઓ મનુષ્યની જૈવિક પ્રણાલીઓમાં મળતાં સંકીર્ણ સંયોજનોમાં પરિવર્તન પામ્યાં હોવાં જોઈએ.…
વધુ વાંચો >રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા
રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા : રાસાયણિક ઉદ્યોગમાં કામ કરતા કારીગરોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમને શારીરિક હાનિ ન પહોંચે, પર્યાવરણ પ્રદૂષિત ન થાય તથા ઉપયોગમાં લેવાતાં યંત્રોને નુકસાન ન થાય તે માટે લેવાં જોઈતાં જરૂરી પગલાં. વિભિન્ન પ્રકારનાં રસાયણોના ઉત્પાદન માટે જુદાં જુદાં સાધનોનો ઊંચા દબાણે અને તાપમાને ઉપયોગ થતો હોય છે. વળી પ્રક્રમણ દરમિયાન ઉપયોગમાં લેવાતાં…
વધુ વાંચો >રાસાયણિક ખવાણ (ભૂસ્તર)
રાસાયણિક ખવાણ (ભૂસ્તર) : રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ખડકોનો નવાં દ્રવ્યોમાં થતો ફેરફાર. કુદરતી રાસાયણિક પરિબળો મૂળ ખડકોનાં રાસાયણિક બંધારણ, રચનાત્મક માળખાં તેમજ બાહ્ય દેખાવ બદલી નાખે છે. આ એક એવી જટિલ વિધિ છે, જેમાં પોપડાના સપાટી-સ્તરના કે ઉપસ્તરના ખડકો પાણી અને વાતાવરણના વાયુઓ સાથે રાસાયણિક પ્રક્રિયાઓમાં સામેલ થાય છે. આ પ્રક્રિયાઓમાં ખડકોનું વિઘટન થતું હોય…
વધુ વાંચો >રાસાયણિક ગતિશાસ્ત્ર (chemical kinetics)
રાસાયણિક ગતિશાસ્ત્ર (chemical kinetics) : રાસાયણિક પ્રક્રિયાના દર (rate) અને તેની ક્રિયાવિધિ(mechanism)ની સમજૂતી આપતી ભૌતિક-રસાયણશાસ્ત્રની એક શાખા. તેને પ્રક્રિયા ગતિશાસ્ત્ર (reaction kinetics) પણ કહે છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર નામની એક અન્ય શાખા પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતી નીપજોના ઊર્જા-સંબંધો(energy relations)ને લક્ષમાં લે છે. તેના દ્વારા પ્રક્રિયા સંભવિત છે કે નહિ તેની માહિતી મળે છે,…
વધુ વાંચો >રાસાયણિક તત્ત્વો
રાસાયણિક તત્ત્વો : સામાન્ય રાસાયણિક રીતો દ્વારા (વધુ સાદા ઘટકોમાં) જેનું વિભાજન કરી ન શકાય તેવા પદાર્થો. સઘળાં દ્રવ્યોમાં રાસાયણિક તત્ત્વો મૂળભૂત પદાર્થો તરીકે રહેલા છે. કોઈ એક તત્વના બધા જ પરમાણુઓના કેન્દ્રમાં એકસરખી સંખ્યામાં પ્રોટૉન હોય છે. આને તત્વનો પરમાણુ-આંક કહે છે. તત્ત્વોનું વર્ગીકરણ આવર્તક કોષ્ટકરૂપે કરવામાં આવે છે. કુલ જાણીતાં 112 તત્ત્વોમાંથી 92…
વધુ વાંચો >રાસાયણિક નિક્ષેપો
રાસાયણિક નિક્ષેપો : ખડક-ખવાણમાંથી જલીય દ્રાવણોરૂપે વહીને ભૌતિક-રાસાયણિક ક્રિયાઓ દ્વારા બાષ્પીભવન કે અવક્ષેપનથી અન્યત્ર જમાવટ પામેલા નિક્ષેપો. દ્રાવણમાંથી અવક્ષેપિત થતું દ્રવ્ય સામાન્ય રીતે સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપનું કે દળદાર સ્વરૂપનું હોય છે, તેમાંથી તૈયાર થતા ખડકોનાં કણકદ સૂક્ષ્મ હોય છે; જ્યારે દ્રાવણોના બાષ્પીભવનમાંથી તૈયાર થતા નિક્ષેપો, અનુકૂળ સંજોગો મળે તો, ચિરોડી અને મીઠાનાં સ્વરૂપોમાં જોવા મળે…
વધુ વાંચો >રાસાયણિક પૃથક્કરણ
રાસાયણિક પૃથક્કરણ : રાસાયણિક સંયોજનનું તેના ઘટક-વર્ગ (નિકટ, proximate) અથવા અંતિમ ભાગોમાં અલગન; તેમાં રહેલા તત્ત્વોનું કે તેમાંની અશુદ્ધિઓનું નિર્ધારણ. વિશ્લેષક પાસે જ્યારે અજ્ઞાત નમૂનો આવે ત્યારે પહેલી જરૂરિયાત તેમાં કયા કયા પદાર્થો હાજર છે તે નક્કી કરવાની છે. ઘણી વાર એમ પણ બને કે નમૂનામાં કઈ કઈ અશુદ્ધિઓ હાજર છે તે અથવા ચોક્કસ અશુદ્ધિઓ…
વધુ વાંચો >રાસાયણિક પ્રક્રિયા
રાસાયણિક પ્રક્રિયા : જેમાં એક અથવા વધુ તત્ત્વો કે સંયોજનો (પ્રક્રિયકો) ભાગ લઈ નવાં સંયોજનો (નીપજો) બનાવે તેવી પ્રવિધિ. આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા ફેરફાર થાય છે. બધી જ…
વધુ વાંચો >રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes)
રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes) : અસ્તિત્વમાં હોય (અથવા જેની રચના કરવાની હોય) તેવી પ્રણાલીનાં મુખ્ય પાસાંઓનું એવું નિરૂપણ (યથાર્થ ચિત્રણ, representation) કે જે પ્રણાલીના ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપની માહિતી આપે. આ ચિત્રણ શક્ય તેટલું સાદું પણ અતિશય સાદું ન હોવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા ઇજનેરી (chemical reaction engineering) એ એવો વિષય છે…
વધુ વાંચો >રાસાયણિક બંધ (chemical bond)
રાસાયણિક બંધ (chemical bond) અણુ અથવા સ્ફટિકમાંના પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ રીતે જકડી રાખનારાં આકર્ષણ-બળો. જો બે પરમાણુઓ અથવા સમૂહો વચ્ચે લાગતાં બળો એવાં હોય કે તે એક નવો, પૂરતી સ્થિરતાવાળો એવો સમુચ્ચય (aggregate) બનાવે કે જેને રસાયણવિદ (chemist) સ્વતંત્ર આણ્વીય જાતિ (molecular species) તરીકે ગણાવી શકે તો તેમની વચ્ચે રાસાયણિક બંધ પ્રવર્તે છે તેમ…
વધુ વાંચો >