Posts by Jyotiben
રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.)
રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.) : દેશમાં સારાં ચલચિત્રોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 1975માં રચવામાં આવેલી સંસ્થા. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. ચલચિત્રોનાં નિર્માણ, વિતરણ અને તેની આયાત-નિકાસથી માંડીને છબિઘરોના નિર્માણ માટે નાણાં ઉપલબ્ધ કરવા સુધીનું તે કામ કરે છે. દેશમાં દૂરદર્શનનો વ્યાપ વધતાં દૂરદર્શન પર ચલચિત્રો અને ટેલિફિલ્મો…
વધુ વાંચો >રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા)
રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા) : દેશમાં બનતી ફિલ્મોનો અને તે સંબંધિત સાહિત્યનો સંગ્રહ કરતી સંસ્થા. સ્થાપના 14 ફેબ્રુઆરી, 1964ના દિવસે કરવામાં આવી. ભારતીય ફિલ્મકળા અને સંસ્કૃતિના વિકાસની કથાનું સંરક્ષણ કરવાનો તેનો ઉદ્દેશ રહ્યો છે. ભારત સરકારે 1954માં ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો શરૂ કર્યા ત્યારે ફિલ્મો માટે રાષ્ટ્રીય સંગ્રહસ્થાન (આર્કાઇવ્ઝ) ઊભું કરવાનો…
વધુ વાંચો >રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા
રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા : જુઓ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન
વધુ વાંચો >રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) :
રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) : જમશેદપુરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ધાતુશોધન પ્રયોગશાળા. સ્થાપના : 1950. આ પ્રયોગશાળાનાં કર્તવ્યોમાં ખનિજો અને ધાતુખનિજોનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનાં લક્ષણોનું નિર્ધારણ કરવું; તેની પેદાશો-આડપેદાશોના નિર્માણ માટેની પ્રક્રિયાઓનો વિકાસ કરવો; ખનિજખનન માટે કાર્યરત ખાણસંકુલોનું પદ્ધતિસરનું આલેખન કરવું; ખનિજીય પ્રક્રિયાઓ માટે વેપારી અને તક્નીકી સંભાવનાઓની સેવાઓ પૂરી પાડવી; ખનિજો, ધાતુખનિજો…
વધુ વાંચો >રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો
રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો રાષ્ટ્રવ્યાપી વ્યવહાર માટે યાતાયાતના માધ્યમરૂપ મોટા રસ્તાઓ. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાજકીય સ્થિરતા માટે યોગ્ય યાતાયાત-વ્યવસ્થા હોવી જરૂરી છે. યોગ્ય યાતાયાત-વ્યવસ્થાના માધ્યમથી દેશના તથા દુનિયાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઔદ્યોગિક કાચો માલ તથા ઉત્પાદન, જીવનજરૂરિયાતની ચીજો તથા લોકોની સરળતાથી હેરફેર થઈ શકે છે.…
વધુ વાંચો >રાષ્ટ્રીય પરિષદ
રાષ્ટ્રીય પરિષદ : જુઓ રાજકીય પક્ષ
વધુ વાંચો >રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.)
રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત પર આધારિત છે, તેથી શ્રીમંતો…
વધુ વાંચો >રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર
રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર (નૅશનલ સેન્ટર ઑવ્ ફિલ્મ્સ ફૉર ચિલ્ડ્રન ઍન્ડ યંગ પીપલ) : બાળકો અને યુવાઓ માટે સ્વચ્છ અને ઉત્કૃષ્ટ ચલચિત્રોનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવતી સંસ્થા. તેની સ્થાપના 1955માં કરવામાં આવી. પ્રારંભે તેનું નામ ‘બાલ ચલચિત્ર સમિતિ’ હતું. દેશની પરંપરાગત સંસ્કૃતિ અને કળાનો બાળકોને પરિચય કરાવીને નવી પેઢીના વિકાસમાં સહાય કરવાનો આ સંસ્થાનો…
વધુ વાંચો >રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute)
રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute) : હૈદરાબાદ ખાતે આવેલી રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા. આ પ્રયોગશાળા વૈજ્ઞાનિક-ઔદ્યોગિક સંશોધન કાર્યજૂથ – નવી દિલ્હીના વડપણ નીચે કાર્ય કરે છે. તે તેની ભૂભૌતિક અને ભૂરાસાયણિક પાંખો દ્વારા તજ્જ્ઞ ટુકડીઓને ક્ષેત્રકાર્ય માટે મોકલી રાષ્ટ્રીય કક્ષાનું ભૂભૌતિક સર્વેક્ષણ કરાવી તેના અભ્યાસ-અહેવાલો રસ ધરાવતી પેઢીઓને નિયત મૂલ્ય લઈ ઉપલબ્ધ…
વધુ વાંચો >રાષ્ટ્રીય રમતોત્સવ
રાષ્ટ્રીય રમતોત્સવ : ભારતનો સૌથી જૂનો અને સૌથી મોટો રમતોત્સવ. 1924માં પૅરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની નોંધણી કરીને તેને માન્યતા આપવામાં આવી હતી અને એ જ વર્ષે ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો હતો. એ સમયે રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ દર બે વર્ષે આ રમતોત્સવ યોજવાનો નિર્ણય લીધો હતો. 1927માં ભારતીય…
વધુ વાંચો >