Posts by Jyotiben
રાવી (નદી)
રાવી (નદી) : વાયવ્ય ભારત અને ઈશાન પાકિસ્તાનમાં આવેલી નદી. ‘પંજાબ’ નામના આધારરૂપ પાંચ નદીઓ પૈકીની એક. તે હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા હિમાલય-વિભાગમાંથી નીકળે છે અને વાયવ્ય તરફ ચમ્બામાં થઈને વહે છે. ત્યાંથી તે પશ્ચિમ તરફ જમ્મુ-કાશ્મીર સીમા પરથી પસાર થાય છે. તે પછીથી આ નદી ભારત-પાકિસ્તાનની સરહદ પર 80 કિમી. સુધી વહે છે,…
વધુ વાંચો >રાવેલ, મૉરિસ
રાવેલ, મૉરિસ (જ. 7 માર્ચ 1875, ચિબુરે, ફ્રાંસ; અ. 28 ડિસેમ્બર 1937, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક ફ્રેંચ સંગીતકાર. સ્વિસ પિતા અને સ્પૅનિશ માતાના પુત્ર મૉરિસની સંગીતપ્રતિભા બાળવયે જ ઝળકેલી. 14 વરસની ઉંમરે 1889માં પૅરિસ કૉન્સર્વેટરીમાં સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે તે આ વિદ્યાર્થી તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળમાં જ પોતાની કેટલીક ઉત્તમ કૃતિનું સ્વરનિયોજન કર્યું. ‘પૅવેન ફૉર અ…
વધુ વાંચો >રાશિચક્ર (astronomical, ખગોલીય) :
રાશિચક્ર (astronomical, ખગોલીય) : પૃથ્વીની આસપાસ વર્તુળસ્વરૂપે દેખાતો તારાઓનો સમૂહ. બાર તારાસમૂહોનો પટ્ટો, જેમાં થઈને સૂર્યનો માર્ગ પસાર થાય છે. સૂર્ય ફરતે પૃથ્વીની કક્ષાના સમતલને ક્રાંતિતલ એટલે કે ecliptic plane કહેવાય છે અને આ ક્રાંતિતલ આકાશી ગોલકને જે વર્તુળાકારમાં છેદે તે ક્રાંતિવૃત્ત કહેવાય. જો પૃથ્વી પરથી તારાઓના સંદર્ભે સૂર્યનું સ્થાન ચકાસવામાં આવે તો વર્ષ દરમિયાન…
વધુ વાંચો >રાશિવૃત્ત પ્રકાશ
રાશિવૃત્ત પ્રકાશ : સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડાક સમયે ક્ષિતિજ આગળ દેખાતી ઝાંખા પ્રકાશની દીપ્તિ. જો આકાશ પ્રમાણમાં સ્વચ્છ અને શહેરી પ્રકાશથી મુક્ત હોય, તો, અંધારિયા આકાશમાં સૂર્યાસ્ત પછી આશરે એક કલાક બાદ થોડા સમય માટે પશ્ચિમ ક્ષિતિજથી ઉપરની તરફ વિસ્તરેલ એક ઝાંખા પ્રકાશિત ‘સ્તંભ’ જેવી રચના સર્જાતી જણાય છે. વહેલા પરોઢિયે, આકાશ હજી…
વધુ વાંચો >રાષ્ટ્રકૂટ વંશ
રાષ્ટ્રકૂટ વંશ (ઈ. સ. 733-973) : આઠમીથી દસમી સદી દરમિયાન દખ્ખણમાં થયેલો પ્રભાવશાળી વંશ. રાષ્ટ્રકૂટ વંશના ઉત્તરકાલીન અભિલેખો પ્રમાણે તેમની ઉત્પત્તિ યદુમાંથી થઈ હતી અને તેમના પૂર્વજનું નામ રટ્ટ હતું. તેના પુત્ર રાષ્ટ્રકૂટે પોતાના નામ ઉપરથી આ કુળનું નામ રાખ્યું હતું. ડૉ. એ. એસ. આલ્તેકરના મતાનુસાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રદેશો ઉપર રઠિક તથા મહારઠી કુળના…
વધુ વાંચો >રાષ્ટ્રગીત
રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાવા-વગાડવામાં આવે છે.…
વધુ વાંચો >રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ ચિત્ર અંકિત હોય છે. ડાબેથી…
વધુ વાંચો >રાષ્ટ્રનિર્માણ
રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક પ્રક્રિયા અનુસાર પ્રજાજનોના માનસમાંથી ધર્મ,…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે. દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની લાયકાત ધરાવતી હોય તે વ્યક્તિને…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ-શાસન
રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી આ કલમના અમલને ‘રાષ્ટ્રપતિ-શાસન’ કહેવામાં…
વધુ વાંચો >