Posts by Jyotiben
રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. આધુનિક વિશ્વની વ્યાખ્યા કરનારાં અને તેને ઘાટ આપનારાં જે પરિબળો છે, તેમાં રાષ્ટ્રવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદની કોઈ ચોક્કસ અને સર્વસંમત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. નિશ્ચિત ભૂમિપ્રદેશમાં ઠીક ઠીક લાંબા સમયથી રહેતા, એક જાતિના, એક ભાષા બોલતા, એક ધર્મ પાળતા, સહિયારાં જીવનમૂલ્યો, સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો અને આર્થિક…
વધુ વાંચો >રાષ્ટ્રસમૂહ
રાષ્ટ્રસમૂહ : જુઓ કૉમનવેલ્થ
વધુ વાંચો >રાષ્ટ્રસમૂહ રમતોત્સવ
રાષ્ટ્રસમૂહ રમતોત્સવ : રાષ્ટ્રસમૂહના વિવિધ દેશો માટે યોજાતો વિવિધ રમતોનો ઉત્સવ. ઑલિમ્પિક રમતોત્સવ અને એશિયાઈ રમતોત્સવની જેમ આ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ પણ દર ચાર વર્ષે રાષ્ટ્રસમૂહના સભ્ય દેશોમાં યોજાતો રહે છે; જેમાં સભ્ય દેશોના રમતવીરો વિવિધ રમત-સ્પર્ધાઓમાં ભાગ લે છે. આ રમતોત્સવનો ઉદભવ 1930માં થયો હતો. કૅનેડાના એક પત્રકાર અને ઍથ્લેટિક્સ વહીવટકર્તા મિ. બૉબી રૉબિન્સનની પ્રેરણા…
વધુ વાંચો >રાષ્ટ્રીય આવક
રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં કોઈ એક દેશમાં કોઈ એક…
વધુ વાંચો >રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ : જુઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
વધુ વાંચો >રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.)
રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી છે તે શરૂ કરવામાં આગેવાની…
વધુ વાંચો >રાષ્ટ્રીયકરણ
રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને આર્થિક બંને પ્રકારના સંમિશ્ર હેતુથી…
વધુ વાંચો >રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત
રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત (સ્થા. 1955) : સૂરતની એક સાંસ્કૃતિક સંસ્થા. લગભગ છેલ્લા સાડા ચાર દાયકાથી સતત પ્રવૃત્ત રહેલી આ સંસ્થાનો આરંભ સ્વ. વજુભાઈ ટાંક, સ્વ. નાથુભાઈ પહાડે, સ્વ. મહાદેવ શાસ્ત્રી, સ્વ. વાસુદેવ સ્માર્ત, સ્વ. ગનીભાઈ દહીંવાળા, સ્વ. પુષ્પાબહેન દવે અને ચંદ્રકાંત પુરોહિતના સહયોગથી થયો હતો. પ્રતિવર્ષ પોતાનાં નાટકો રજૂ કરવા ઉપરાંત રંગભૂમિ, દર્પણ, જવનિકા…
વધુ વાંચો >રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ, શારકામ દ્વારા ખનિજ-જથ્થાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન…
વધુ વાંચો >રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત
રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર છે. આ ગ્રંથાલય સંગ્રહ અને…
વધુ વાંચો >