Posts by Jyotiben
રામૈયા, બી. એસ.
રામૈયા, બી. એસ. (જ. 24 માર્ચ 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે; અ. 18 મે 1983, ચેન્નાઇ) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ ટૂંકી વાર્તાઓ જ પ્રગટ કરતા…
વધુ વાંચો >રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ
રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ (Rampal, Jean-Pierre, Louis) (જ. 7 જાન્યુઆરી 1922, મર્સાઇલ, ફ્રાંસ) : વિશ્વપ્રસિદ્ધ વાંસળીવાદક અને સ્વરનિયોજક (composer). મર્સાઇલ કૉન્સર્વેટરીમાં પિતા પાસે વાંસળીવાદન શીખી રામ્પાલ પૅરિસ કૉન્સર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અભ્યાસ પૂરો કર્યા પછી, 1947માં વીશી (Vichy) ઑપેરા ઑર્કેસ્ટ્રામાં વાંસળીવાદક તરીકે જોડાયા અને 1951 લગી તેમાં રહ્યા. આ પછી 1956થી 1962 સુધી તેઓ પૅરિસ ઑપેરામાં…
વધુ વાંચો >રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)
રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર) (જ. 1928, ગિયાના) : ગિયાનાના રાજકારણી. સોની રામ્ફાલ તરીકે તેઓ જાણીતા બન્યા હતા. વ્યવસાય વકીલાતનો. જોકે મુત્સદ્દી તરીકે વિશેષ જાણીતા છે. લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1951માં વકીલાતનો પ્રારંભ કર્યો. તે પછી ગિયાનામાં પાછા ફરી 1952થી વિવિધ સ્તરે જવાબદારીભર્યાં રાજકીય સ્થાનો શોભાવ્યાં. 1972માં ગિયાનાના વિદેશમંત્રી અને 1973માં કાયદામંત્રી બન્યા.…
વધુ વાંચો >રામ્સે, વિલિયમ (સર)
રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં જર્મન રસાયણવિદ રૉબર્ટ બુન્સેનના…
વધુ વાંચો >રાય (Rye)-1
રાય (Rye)-1 : ન્યૂયૉર્ક(યુ.એસ.)ના વેસ્ટચેસ્ટર પરગણામાં લૉંગ આઇલૅન્ડના અખાતી ભાગ પર આવેલું શહેર તેમજ તેનો પરાવિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 58´ ઉ. અ. અને 73° 41´ પ.રે.. તેનું મૂળ નગર-સ્થળ તો 1660માં કનેક્ટિકટના ગ્રિનવિચમાંથી આવેલા લોકોએ જ્યાં વસાહતો સ્થાપેલી તે પૅન્ડિગો નેક ખાતે હતું. 1788માં સત્તાવાર રીતે તેની સરહદ આંકવામાં આવી હતી. 1904માં આ સ્થળને…
વધુ વાંચો >રાય (Rye)-2
રાય (Rye)-2 : ઇંગ્લૅન્ડના પૂર્વ સસેક્સ પરગણાના રૉથર જિલ્લામાં રૉથર નદી નજીકની ટેકરી પર આવેલું નષ્ટપ્રાય નગર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 0° 44´ પૂ. રે.. મૂળ તે એક દરિયાઈ બંદર હતું. 1289માં તેને બંદર-જૂથમાં ભેળવવામાં આવેલું. 1350ના અરસામાં તે સિંક (Cinque) બંદરોનું પૂર્ણ સભ્ય પણ બન્યું હતું. એડ્વર્ડ ત્રીજાએ આ નગરને…
વધુ વાંચો >રાય, અન્નદાશંકર
રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા, જ્યારે સાહિત્યક્ષેત્રે તેમના પર રવીન્દ્રનાથનાં…
વધુ વાંચો >રાય, આશિત
રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા તથા ટૂંકી વાર્તાઓના સંગ્રહ મળીને…
વધુ વાંચો >રાય, ઇન્દ્ર બહાદુર
રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. ‘બિપન કટિપય’…
વધુ વાંચો >રાય, કલ્યાણી
રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી, જે ઔપચારિક રીતે છ…
વધુ વાંચો >