રામાયણ (ગિરધરકૃત) (ઈ. સ. 1837, સં. 1893, માગશર વદ 9, રવિવાર) : મધ્યકાલીન આખ્યાન પરંપરાની રચના. ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક 299 કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશી બંધની 9,551 કડીની આ આખ્યાનકૃતિ (મુદ્રિત) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ, યોગવાસિષ્ઠ, શ્રીમદભગવત, હરિવંશ, આનંદ રામાયણ…

વધુ વાંચો >

રામાયણ-કલ્પવૃક્ષમુ : તેલુગુ કવિ વિષ્વણધા સત્યનારાયણે તેલુગુમાં લખેલું મહાકાવ્ય. આ કૃતિ માટે તેમને 1970માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો. બીજું ‘રામાયણ’ શા માટે એવો પ્રશ્ર્ન ઉઠાવીને, પોતાના આ સૌથી ભગીરથ સાહિત્યસર્જન માટેનાં કારણોમાં કવિ એક તો પોતાના પિતાની ઇચ્છાની પૂર્તિનો તથા બીજું પોતાની અંત:પ્રેરણાના સંતોષનો મુદ્દો રજૂ કરે છે. 12,800 શ્ર્લોકમાં રચાયેલ આ મહાકાવ્ય તેલુગુમાં…

વધુ વાંચો >

રામાયણચંપૂ : મલયાળમ કૃતિ. રચનાસાલ 1580. રચયિતા પૂનમ ચંપુતરિ. એમને વિશે એટલી જ માહિતી મળે છે કે એ કોષિકોડ્ડુના સામૂતિરિ રાજાઓના રાજકવિ હતા અને મલયાળમના ચંપૂ કાવ્યપ્રકારના પ્રણેતા હતા. ચંપૂ ગદ્યપદ્યમિશ્ર સાહિત્યપ્રકાર છે. એમનું રામાયણચંપૂ ‘કાવ્ય’ એ પ્રકારની પ્રથમ રચના છે અને એમણે અનેક ચંપૂઓની રચના કરી છે. એમણે ‘રામાયણચંપૂ’ દ્વારા મણિપ્રવાલ કાવ્યરીતિને પણ મલયાળમ…

વધુ વાંચો >

રામાયણદર્શનમ્ : કન્નડ મહાકાવ્ય. 26  ડિસેમ્બર 1904ના રોજ જન્મેલા કન્નડ કવિ પુટપ્પા-રચિત આ મહાકાવ્ય 1936થી 1946 દરમિયાન રચાયેલું. એમને આ કૃતિ માટે સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠના પુરસ્કારો મળ્યા છે. એમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પણ એમાં ઘણું ઉમેરણ – ઘણા ફેરફારો કર્યાં છે. ‘રામાયણદર્શનમ્’ કથનાત્મક ચિંતનપ્રધાન કાવ્ય છે. એ કાવ્યની રચના માટે એમણે મહા…

વધુ વાંચો >

રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82 સુધીમાં લગભગ 300 ચલચિત્રોમાં તેમણે…

વધુ વાંચો >

રા’માંડલિક 1લો (શાસનકાળ : ઈ. સ. 1260-1306) : ચૂડાસમા વંશના રા’ખેંગાર 3જાનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. તેણે 46 વર્ષ જેટલો લાંબો સમય રાજ્ય ભોગવ્યું. તે ગાદીએ બેઠો ત્યારે નાની ઉંમરનો હતો અને રાજ્ય ચલાવવાની જવાબદારી તેનો મંત્રી મહીધર સંભાળતો હતો. રા’માંડલિક ગાદીએ બેઠો ત્યારે એની સત્તા હેઠળ જૂનાગઢ તથા તેની આસપાસનો થોડો વિસ્તાર જ હતો.…

વધુ વાંચો >

રા’માંડલિક 3જો (શાસનકાળ : ઈ. સ. 1451-1472) : ચૂડાસમા વંશના રા’મહીપાલદેવનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. મહીપાલદેવને વૃદ્ધાવસ્થામાં, બાધા રાખ્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો. ઈ. સ. 1451માં પુત્રનો રાજ્યાભિષેક કરી, મહીપાલદેવે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રાજ્યાભિષેક સમયે માંડલિકે ‘અમારિઘોષણા’ જાહેર કરી અને દરેક મહિનાની પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને અમાસના દિવસોએ તેના રાજ્યમાં પશુહિંસા પર…

વધુ વાંચો >

રામુ (નદી) : પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલી લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક નદી. જૂનું નામ ઓત્તિલિયેન. ભૌગોલિક સ્થાન : 5° 00´ દ. અ. અને 144° 40´ પૂ. રે.. તે ક્રાત્કે હારમાળાના અગ્નિભાગમાંથી નીકળે છે. મધ્ય થાળામાં થઈને વાયવ્ય તરફ વહે છે. તે દરમિયાન તેને ઘણાં નાનાં નદીનાળાં મળે છે. બિસ્માર્ક (દક્ષિણ), ફિનિસ્ટર અને ઍડેલબર્ટ(ઉત્તર)ની હારમાળાઓમાંથી…

વધુ વાંચો >

રા’મેલિંગ (શાસનકાળ ઈ. સ. 1400-1416) : સૌરાષ્ટ્રમાં વંથલીનો ચૂડાસમા વંશનો રાજા. રા’માંડલિક બીજાને પુત્ર હતો નહિ, તેથી તેનો ભાઈ મેલિગ સોરઠનો ગાદીવારસ બન્યો હતો. તેનું બીજું નામ મેલિંગદેવ પણ હતું. રા’મેલિંગદેવ બુદ્ધિશાળી અને સાહસિક હતો. તેના દીવાન હીરાસિંહની મદદથી તેણે નાનાં રાજ્યોને જીતી, સમૃદ્ધ સૈન્ય ઊભું કરી મુસ્લિમ સત્તા સાથે બાથ ભીડી હતી. ગુજરાતની અને…

વધુ વાંચો >