Posts by Jyotiben
જૈન, ગિરિલાલ
જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. 1950માં ‘ટાઇમ્સ…
વધુ વાંચો >જૈન, (ડૉ.) જ્ઞાનચંદ
જૈન, (ડૉ.) જ્ઞાનચંદ (જ. 1923, અલ્લાહાબાદ અ. ઑગસ્ટ 2007 કૅલિફોર્નિયા યુ.એસ.એ.) : ઉર્દૂ ભાષાના આધુનિક યુગના નામાંકિત સંશોધક. માધ્યમિક અને કૉલેજશિક્ષણ મેળવ્યા પછી તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ ‘ઉર્દૂ કી નસરી દાસ્તાને’ પર વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના આ મહાનિબંધથી તેમને સંશોધક તરીકે ખ્યાતિ મળી; અને કેટલાક સમીક્ષકોને કથાસાહિત્ય પ્રત્યે આકર્ષ્યા. વળી…
વધુ વાંચો >જૈનદર્શન
જૈનદર્શન : ‘દર્શન’ શબ્દનો અર્થ અહીં તત્વજ્ઞાન છે. જૈનદર્શન એટલે જૈન તત્વજ્ઞાન. જૈનદર્શન અનુસાર સત્ (Reality) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. સત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. પર્યાયનો અર્થ છે પરિવર્તન, આકાર, અવસ્થા. કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિના હોતું નથી અને પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય એકનું એક રહેવા છતાં તે અનેક…
વધુ વાંચો >જૈન ધર્મ
જૈન ધર્મ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને કેન્દ્રમાં રાખતો હતો, જ્યારે શ્રમણ…
વધુ વાંચો >જૈન, નૈનમલ
જૈન, નૈનમલ (જ. 1918) : રાજસ્થાની સાહિત્યકાર. તેમની કૃતિ ‘સગલાં રી પીડા સ્વાતમેઘ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1941માં એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા પછી વકીલાતનો આરંભ કર્યો હતો. ઍડ્વોકેટ તરીકેની તેમની લાંબી કારકિર્દીની સાથોસાથ તેમની સાહિત્યિક ઉપાસનાનું સાતત્ય પણ રહ્યું. તેમણે કૉલેજ તથા યુનિવર્સિટીકાળ દરમિયાન જ હિંદીમાં કાવ્યો…
વધુ વાંચો >જૈન પુરાણ સાહિત્ય :
જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની યોજના મુખ્ય વિષય છે. લોક,…
વધુ વાંચો >જૈન પ્રબંધસાહિત્ય
જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની વ્યાખ્યા આપી છે. જોકે આ…
વધુ વાંચો >જૈન લાક્ષણિક સાહિત્ય
જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે સામુદ્રિક શાસ્ત્ર હોય યા આયુર્વેદ,…
વધુ વાંચો >જૈન વ્રતો
જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ પાંચ વ્રતો અણુવ્રતો કહેવાય છે.…
વધુ વાંચો >જૈન, શ્રેયાંસપ્રસાદ
જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક જાણીતી વીમા કંપનીના ઉપાધ્યક્ષ તરીકે…
વધુ વાંચો >