રંગૂન (નદી) : દક્ષિણ મ્યાનમારમાં પાટનગર રંગૂન ખાતે આવેલી દરિયાઈ નાળ (marine estuary). આ નાળ પેગુ અને મીતમાકા નદીઓના સંગમથી બને છે. આ નાળનાં પાણી રંગૂનથી 40 કિમી. અગ્નિ તરફ આંદામાન સમુદ્રના મર્તબાન અખાતમાં ઠલવાય છે. પશ્ચિમ તરફ ઇરાવદી નદી સાથે ત્વાન્તે નહેર (1883માં તે સર્વપ્રથમ ખોદવામાં આવેલી) મારફતે તેને સાંકળવામાં આવેલી છે. આ નાળ…

વધુ વાંચો >

રંગૂન (યાન્ગોન) : મ્યાનમારનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 16° 45´ ઉ. અ. અને 96° 07´ પૂ. રે. દેશનું તે મુખ્ય બંદર તેમજ ઔદ્યોગિક મથક પણ છે. તે દેશના દક્ષિણ ભાગમાં રંગૂન નદીના બંને કાંઠા પર વસેલું છે અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મર્તબાનના અખાતની ઉત્તરે 32 કિમી.ને અંતરે આવેલું છે. 1989માં મ્યાનમારની…

વધુ વાંચો >

રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ અને ડાયઍટમ જેવાં સૂક્ષ્મજીવોમાં આવેલાં…

વધુ વાંચો >

રંજુવુલ (શાસનકાળ ઈ. સ. 1થી 15) : મથુરાનો શકક્ષત્રપ (પ્રાંતનો સૂબેદાર કે ગવર્નર) અને ત્યારબાદ મહાક્ષત્રપ. તેણે શરૂઆતમાં કેટલાંક વર્ષ ક્ષત્રપ તરીકે અને તે પછી તેનો પુત્ર શોનદાસ ત્યાંનો ક્ષત્રપ બન્યો ત્યારે મહાક્ષત્રપ તરીકે શાસન કર્યું હતું. રંજુવુલના શરૂઆતના શાસનકાળના સિક્કા ગ્રીક અને ખરોષ્ઠી લિપિમાં કોતરેલા તથા પછીના સમયના સિક્કા બ્રાહ્મી લિપિમાં કોતરેલા મળ્યા છે.…

વધુ વાંચો >

રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, અમેરિકામાંથી 1964માં મેળવેલ. અભ્યાસકાળ પૂર્ણ…

વધુ વાંચો >

રંભ (stele) સંવહન પેશીધારી વનસ્પતિઓના અક્ષનો મધ્યસ્થ નળાકાર સ્તંભ કે અંતર્ભાગ (core). ‘stele’ શબ્દ ગ્રીક ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ સ્તંભ (column) થાય છે. આ રંભ સંવહન પેશીતંત્ર, અંતરાપૂલીય (interfascicular) પેશીઓ, મજ્જા (pith) અને પરિચક્ર (pericycle) ધરાવે છે. વાન ટીધેમ અને ડુલિયટે (1886) રંભનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત પ્રમાણે મૂળ અને પ્રકાંડ મૂળભૂત રીતે…

વધુ વાંચો >

રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી. આમાં કુલ 106 પદ્યો છે, જેમાં 78 પ્રાકૃતમાં,…

વધુ વાંચો >

રા (સૂર્યદેવ) : પ્રાચીન ઇજિપ્તના એક દેવ. સર્વ દેવોમાં તે સૌથી વધુ મહત્વના હતા. તેઓ દરરોજ આકાશમાં પોતાની હોડીમાં પ્રવાસ કરે છે. ‘રા’ નામના સૂર્યદેવની પ્રાચીન ઇજિપ્તમાં પૂજા થતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં ઘણા રાજવંશોએ રાજ્ય કર્યું હતું. તેમાં પાંચમા રાજવંશના શાસન દરમિયાન ‘રા’ અથવા ‘રે’ (Ra or Re) નામના સૂર્યદેવની પૂજા અને મહત્તામાં ઘણો વધારો…

વધુ વાંચો >