બાસ્કરવિલ, જૉન (જ. 1706, ઇંગ્લૅન્ડ; અ. 1775) : વિખ્યાત આંગ્લ મુદ્રક. તેમણે સૌપ્રથમ બર્મિંગહામમાં રાઇટિંગ માસ્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1740માં તેમણે વાર્નિશકામનો વ્યવસાય સફળતાપૂર્વક અપનાવ્યો અને ધીકતી કમાણી કરી. આશરે 1750થી તેમણે અક્ષરોના કોતરણીકામ (letter-founding) વિશે પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો.
તેના પરિણામે તેમણે એક નવી જ જાતના ટાઇપનું નિર્માણ કર્યું; આ ટાઇપ તેમના નામે એટલે કે ‘બાસ્કરવિલ ટાઇપ’ના નામે મુદ્રણઉદ્યોગમાં જાણીતા બન્યા છે. 1758માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના મુદ્રક તરીકે સ્વીકૃતિ પામ્યા હતા.
મહેશ ચોકસી