World history

અખનાતન (ઈખ્નાતન)

અખનાતન (ઈખ્નાતન) (શાસન ઈ. સ. પૂ. 1379–1362) : ઇજિપ્તનો એક રાજા. પ્રત્યક્ષ સૂર્ય સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એમ તેણે જાહેર કરેલું, જેને કારણે તેને થીલીસના વડા ધર્મગુરુ અમૂન સાથે સંઘર્ષ થયેલો અને થીલીસ છોડવું પડેલું. પછી ઇજિપ્તમાં ગાદી સ્થાપી અને સમગ્ર ઇજિપ્તમાં સૂર્યદેવના ધર્મનો પ્રસાર કર્યો. ઈ. સ. પૂ.…

વધુ વાંચો >

અગ્નિ એશિયા

અગ્નિ એશિયા એશિયાના અગ્નિ ખૂણે આવેલો ભૌગોલિક વિસ્તાર. ‘અગ્નિ એશિયા’ શબ્દ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયથી પ્રચલિત થયો છે. ભારતની પૂર્વે, ચીનની દક્ષિણે અને ઑસ્ટ્રેલિયાની ઉત્તરે ફેલાયેલો જે વિશાળ ભૌગોલિક પ્રદેશ છે તેના ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાને કબજો કરી લીધેલો. જાપાનના કબજામાંથી તે પ્રદેશને મુક્ત કરવા માટે ઈ. સ. 1943માં કૅનેડાના…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અફીણ વિગ્રહો

અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત,…

વધુ વાંચો >

અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’

અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’ (જ. 15 જાન્યુઆરી 1875, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 9 નવેમ્બર 1953, સાઉદી અરેબિયા) : સઉદી આરબ વહાબી રાજ્યનો સ્થાપક. પિતાનું નામ અબ્દુર્રહમાન બિન ફૈસલ. 18મી સદીના નામાંકિત આરબ બાદશાહ મુહમ્મદ બિન સઊદનો વંશજ હોવાથી ‘ઇબ્ન સઊદ’ કુટુંબનામ છે. ઘણાં સંકટો વેઠ્યા પછી 1902માં કુવેતના શેખ મુબારકની…

વધુ વાંચો >

અબ્દુલ રહેમાન ટુંકુ

અબ્દુલ રહેમાન ટુંકુ (જ. 8 ફેબ્રુઆરી 1903, મલાયાના અલોર સેતાર, કેડાહ, મલાયા; અ. 6 ડિસેમ્બર 1990, કુઆલાલમ્પુર, મલેશિયા) : સ્વતંત્ર મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી અને રાજદ્વારી પુરુષ. તેમનો જન્મ કેડાહ(Kedah)ના રાજવંશમાં થયેલો હોવાથી તેમના નામ સાથે ટુંકુ એટલે કે રાજકુંવર શબ્દ કાયમ માટે સંકળાયેલો રહેલો. શરૂઆતનું શિક્ષણ મલાયા અને થાઇલૅન્ડમાં લીધા…

વધુ વાંચો >

અમીન ઈદી

અમીન, ઈદી (જ. 17 મે 1925, કોબોકો, યુગાન્ડા; અ. 16 ઑગસ્ટ 2003, રિયાધ, સાઉદી અરોબિયા) : આખું નામ અહ્મીન દાદા ઈદી. વતન : કોબોકો. યુગાન્ડાના કાકવા જાતિના મુસ્લિમ. યુગાન્ડાના ભૂતપૂર્વ લશ્કરી વડા તેમજ રાષ્ટ્રપ્રમુખ. ખાસ શિક્ષણનો અભાવ. શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ સૈન્યમાં જોડાયેલા અને તેની સાથે બીજા વિશ્વયુદ્ધમાં પહેલાં બ્રહ્મદેશમાં અને…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અરબ સંસ્કૃતિ

અરબ સંસ્કૃતિ : અરબ પ્રજાની સંસ્કૃતિ. સાતમી સદીના આરંભમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાં વિશાળ રણપ્રદેશવાળો અરબસ્તાન દેશ સંસ્કૃતિથી સાવ અપરિચિત ન હતો. સામાન્ય રીતે ઓળખાતા પણ વાસ્તવમાં તે અર્થમાં નહિ એવા ‘અંધકાર યુગ’માં અરબસ્તાનમાં વિશેષ કરીને તેના ઉત્તર તેમજ દક્ષિણના પ્રદેશોમાં શિક્ષિત અને સુસંસ્કૃત લોકોની વસાહતો હતી તેમ ત્યાંથી…

વધુ વાંચો >

અરબી દ્વીપકલ્પ

અરબી દ્વીપકલ્પ એશિયા ખંડના નૈર્ઋત્ય છેડે આવેલો વિશાળ દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 03´ ઉ. અ.થી 32° 01´ ઉ. અ. અને 37° 00´ પૂ. રે.થી 60° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2.60 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ આશરે 1,900 કિમી. અને મહત્તમ પહોળાઈ…

વધુ વાંચો >