મહેશ ચોકસી

અણખી, રામસરૂપ

અણખી, રામસરૂપ (જ. 28 ઑગસ્ટ 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ; અ. 14 ફેબ્રુઆરી 2010, બરનાલા) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું.…

વધુ વાંચો >

અન્સારી, અસલૂબ એહમદ

અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’માંથી સ્નાતક થયા.…

વધુ વાંચો >

અર્જન હાસિદ

અર્જન હાસિદ (જ. 1930, કંદિયારો, સિંધ–હાલ પાકિસ્તાનમાં) : સિંધીના નામી ગઝલકાર. તેમને ‘મેરો સિજુ’ નામક તેમના ગઝલસંગ્રહ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમના વાચકવર્ગમાં તેઓ ‘ગઝલગો’ નામથી લોકપ્રિય બન્યા છે. 1966માં તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ‘સુવાસો–જી સુરહો’ પ્રગટ કર્યો. 1974માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પાથર-પાથર કપડા-કપડા’ પ્રગટ થવાની…

વધુ વાંચો >

અર્ણિમિલ

અર્ણિમિલ (જ. આશરે 1734, કાશ્મીર; અ. 1778) : કાશ્મીરનાં ‘વાત્સન’ પ્રકારની કાવ્યરીતિનાં અગ્રણી કવયિત્રી. કાશ્મીરી પંડિતના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. કોઈ વિશેષ સગવડો તેમને સુલભ થઈ ન હતી; આમ છતાં, કવિતાનો પાઠ કરી શકવામાં તથા તેમાંથી અવતરણો ટાંકવામાં તેઓ પોતાના સાથીઓને ઝાંખા અને પાછા પાડી દે એવી તીવ્ર સ્મરણશક્તિ અને બુદ્ધિ…

વધુ વાંચો >

આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ

આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ (જ. 17 નવેમ્બર 1926, ઊંઝા અ. 2020) : ગુજરાતના કાર્ટૂન-ચિત્રકાર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત. નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. રવિશંકર રાવળના કલાસંઘમાં પણ તાલીમ લીધી. અર્થશાસ્ત્રના વિષય સાથે બી. એ. (1947), એમ. એ. (1949) અને લઘુતમ વેતન અંગે સંશોધન-નિબંધ લખી પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. એ પછી પેટ્રોલિયમ કંપનીમાં…

વધુ વાંચો >

આચાર્ય, જયંતીલાલ મફતલાલ

આચાર્ય, જયંતીલાલ મફતલાલ (ઉપનામ ‘પુંડરિક’) (જ. 18 ઑક્ટોબર 19૦6, કડી; અ. 19 જુલાઈ 1988) : ગુજરાતી લેખક. અમદાવાદમાં રહી 1925માં મૅટ્રિક કર્યા પછી 1929માં સંસ્કૃત-ગુજરાતી સાથે બી. એ. થયા. 1931થી ’34 સુધી શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનની નિશ્રામાં રહ્યા. 1935થી ’7૦ સુધી અમદાવાદની વિવિધ સંસ્થા-શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું. તેમની સાહિત્યલેખનપ્રવૃત્તિનો પરિપાક…

વધુ વાંચો >

આજુર્દા, મોહંમદ ઝયાં

આજુર્દા, મોહંમદ ઝયાં (જ. 1945, અમૃતસર) : કાશ્મીરી લેખક. તેમના નિબંધસંગ્રહ ‘એસેઝ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. (ઉર્દૂ), બી.એડ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી 1973માં તેઓ કાશ્મીર યુનિવર્સિટીના ઉર્દૂ ભાષાના વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

આદવન, સુંદરમ્

આદવન, સુંદરમ્ (જ. 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી…

વધુ વાંચો >

આદિમ પ્રતિરૂપ

આદિમ પ્રતિરૂપ (primitive archetype) : પરાપૂર્વથી ચાલ્યો આવતો કોઈ મૌલિક કે લાક્ષણિક કે આદર્શરૂપ નમૂનો અથવા આદિમ કાળે સૌપ્રથમ ઝિલાયેલી કોઈ મૂળ પ્રતિકૃતિ. આનો વિશેષ સંદર્ભ તો પાશ્ચાત્ય મનોવિજ્ઞાની યુંગના મનોવિશ્લેષણ સાથે સંકળાયેલો છે. માનવમનની લાક્ષણિકતા દર્શાવતાં તેમણે નોંધ્યું છે કે આ પ્રકારના પ્રતિરૂપની પ્રબળ છાપ, સમૂહગત અબોધ મન મારફત…

વધુ વાંચો >

આફ્રિકન સાહિત્ય

આફ્રિકન સાહિત્ય : આફ્રિકા ખંડનું અંગ્રેજી સહિત આફ્રિકન ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. ત્રીસ ઉપરાંત દેશોને સમાવતા આફ્રિકા ખંડમાં 1,000 જેટલી બોલાતી ભાષાઓ 100 સમૂહમાં સમાવાઈ છે. તેમાંથી 50 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, કવિતા, નાટક અને વાર્તાઓ રચાયાં છે. આ પ્રકાશનો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની કૃતિઓ છે. પરંપરાગત સંસ્કૃતિઓમાં મૌખિક સાહિત્ય વિકસ્યું…

વધુ વાંચો >