શિવભાગપુર : મૈત્રક સમય દરમિયાનનો એક વહીવટી વિભાગ. મૈત્રકવંશના રાજા ધ્રુવસેન 3જાના ઈ. સ. 653ના દાનશાસનમાં તથા રાજા ખરગ્રહ 2જાના ઈ. સ. 656ના દાનશાસનમાં ‘શિવભાગપુર વિષય’નાં ગામોનાં દાન સૂચવાયાં છે. પહેલામાં દક્ષિણપટ્ટનો ઉલ્લેખ છે, એટલે એનો ઉત્તરપટ પણ હોવો જોઈએ. એ વિષય(પ્રાદેશિક વિભાગ)નું વડું મથક શિવભાગપુર હતું. આ નગર એ પાવાગઢ પર્વતની પાસે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું ‘શિવરાજપુર’ હોવાનું સમજાય છે.

જયકુમાર ર. શુક્લ