જયકુમાર ર. શુક્લ

અકીક (agate)

અકીક (agate) : વિવિધ રંગપટ અને અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા (SiO2) વર્ગના ચાલ્સીડોની પ્રકારનું, કુદરતમાં મળી આવતું, અર્ધકીમતી ખનિજ. એ ક્વાર્ટ્ઝનો ખનિજપ્રકાર છે. તેના ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝને મળતા આવે છે. તેનો વક્રીભવનાંક 1.535 અને 1.539, કઠિનતા આંક 6.5થી 7 અને વિશિષ્ટ ઘનતા 2.6 છે. સિસિલીમાં એકેટ (agate) નદીમાંથી તે સર્વપ્રથમ મળેલું…

વધુ વાંચો >

અજિતસિંહ (2)

અજિતસિંહ (2) (જ. 23 ફેબ્રુઆરી, 1881, ખતકર કલાન, જિ. જલંદર, પંજાબ; અ. 15 ઑગસ્ટ 1947) : ભારતીય ક્રાંતિકાર. પિતા અરજણસિંહ અને માતા જયકૌર. પ્રખ્યાત ક્રાંતિકાર ભગતસિંહના કાકા. તેઓ જાટ શીખ હતા. તેમણે માધ્યમિક શિક્ષણ જલંદરમાં અને ઉચ્ચ શિક્ષણ ડી. એ. વી. કૉલેજ, લાહોરમાં લીધું. બી.એ. પાસ થયા બાદ બરેલીની લૉ…

વધુ વાંચો >

અફીણ વિગ્રહો

અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત,…

વધુ વાંચો >

અમદાવાદ મિલમાલિક મંડળ

અમદાવાદ મિલમાલિક મંડળ : અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે 1861માં સૌપ્રથમ કાપડની મિલ સ્થાપ્યા પછી વધુ મિલો સ્થપાતી જતી હતી. આથી ઉદય પામતા મિલઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવા તેના અગ્રેસરો રણછોડલાલ છોટાલાલ, મંગળદાસ ગીરધરદાસ, મનસુખભાઈ ભગુભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા મિલમાલિકોએ 1891માં અમદાવાદ મિલમાલિક મંડળની સ્થાપના કરી. રણછોડલાલ છોટાલાલ તેના પ્રથમ પ્રમુખ બન્યા.…

વધુ વાંચો >

અમીચંદ

અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અલ્બુકર્ક આલ્ફોન્ઝો દ

અલ્બુકર્ક, આલ્ફોન્ઝો દ (જ. 1453, લિસ્બન, પોર્ટુગલ; અ. 15 ડિસેમ્બર 1515, ગોવા, ભારત) : ભારતમાં પૉર્ટુગીઝ સત્તાનો પાયો નાખનાર ફિરંગી સરદાર. 1503માં તેણે ભારત તરફ દરિયાઈ સફર કરી. ત્યાંના પૉર્ટુગીઝ થાણાંઓના વાઇસરૉય તરીકે તેને નીમવામાં આવ્યો હતો. આફ્રિકાના પૂર્વકાંઠે સંશોધન પ્રવાસ ખેડી તેણે સોકોત્રામાં કિલ્લો બાંધ્યો, પરન્તુ હોર્મૂઝમાં કિલ્લો બાંધવાની…

વધુ વાંચો >

અલ્લાહાબાદ

અલ્લાહાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક. જે પ્રયાગરાજ તરીકે પણ ઓળખાય છે. ભૌ. સ્થાન : 250 27´ ઉ. અ. અને 810 51´ પૂ. રે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 5,482 ચોકિમી. અને વસ્તી 59,59,798 (2011) છે. આ જિલ્લાની ઉત્તરે પ્રતાપગઢ, ઈશાને  જૌનપુર, પૂર્વે વારાણસી, અગ્નિએ મિરઝાપુર, નૈઋત્યે…

વધુ વાંચો >

અસફજાહ, નિઝામુલ્મુલ્ક

અસફજાહ, નિઝામુલ્મુલ્ક (જ. 20 ઑગસ્ટ 1671, આગ્રા, ઉત્તરપ્રદેશ;  અ. 1 જૂન 1748, બુરહાનપુર, મધ્યપ્રદેશ) : હૈદરાબાદમાં નિઝામશાહીનો સ્થાપક. નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિન કિલિચખાન હેઠળ દખ્ખણનો સૂબો (પ્રાંત) સ્વતંત્ર થયો હતો. 17મી સદીના મધ્યમાં તેના પિતામહ ખ્વાજા આબિદ શેખ ઉલ્ ઇસ્લામ બુખારાથી ભારત આવીને ઔરંગઝેબની નોકરીમાં જોડાયા હતા. નિઝામુલ્મુલ્કની…

વધુ વાંચો >