સુકૃતકીર્તિકલ્લોલિની

January, 2008

સુકૃતકીર્તિકલ્લોલિની : આચાર્ય ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલનાં સુકૃત્યોની પ્રશસ્તિ રૂપે રચેલ કાવ્ય. તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ. સ. 1221માં શત્રુંજયની યાત્રા કરી હતી. તે વખતે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇન્દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું.

આ કાવ્યમાં વનરાજના ચરિતચિત્રણમાં તેનાં પરાક્રમ, પ્રતાપ, શૌર્ય તથા યશની પ્રશસ્તિ કરવામાં આવી છે. આ કાવ્યમાં વસ્તુપાલનાં કાર્યોનું પ્રશંસાભાવથી કરાયેલું નિરૂપણ અતિશયોક્તિભર્યું છે.

જયકુમાર ર. શુક્લ