મૅસીર, ક્વેટ (જ. 1925) : બૉટ્સ્વાનાના રાજદ્વારી પુરુષ અને 1980થી તેના પ્રમુખ. તેમણે પત્રકારત્વથી કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ તેમણે બૅગ્વાફત્સે ટ્રાઇબલ કાઉન્સિલ મારફત રાજકારણમાં અને ત્યારપછી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પ્રવેશ કર્યો. 1962માં તેઓ ‘બૉટ્સ્વાના ડેમૉક્રૅટિક પાર્ટી’ના સહસ્થાપક બન્યા. 1965માં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા.
1966માં દેશને સંપૂર્ણ સ્વાતંત્ર્ય સાંપડ્યું ત્યારે તેઓ 1966માં દેશના ઉપપ્રમુખ અને 1980માં પ્રમુખ બન્યા.
તેમણે તેમના પુરોગામીની બિનજોડાણની નીતિ ચાલુ રાખી. તેમણે બૉટ્સ્વાનાને આફ્રિકાના એક રાજકીય રીતે સ્થિર અને સુર્દઢ રાષ્ટ્ર તરીકે વિકસાવ્યું.
મહેશ ચોકસી