પેટ્રોરસાયણ-ઉદ્યોગ (petrochemical industry)

January, 1999

પેટ્રોરસાયણઉદ્યોગ (petrochemical industry)

કુદરતી વાયુના ઘટકો, પેટ્રોલિયમ અંશો (petroleum fractions) અને તેમની આડપેદાશમાંથી મળતાં રસાયણોને લગતો ઉદ્યોગ. પેટ્રોરસાયણો મહદ્અંશે કાર્બનિક હોય છે. વિશ્વના ઉત્પાદનના લગભગ 90 % જેટલાં કાર્બનિક રસાયણો નૅપ્થા, રિફાઇનરી વાયુઓ, કુદરતી વાયુ, NgL અને ઇંધન તેલ જેવાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનમાંથી મેળવવામાં આવે છે. એમોનિયા, સલ્ફર તથા કાર્બન બ્લૅક એ અકાર્બનિક પેટ્રોરસાયણો છે.

મૂળ પેટ્રોલિયમ(petroleum base)માંથી મોટા પાયા પર ઉત્પાદિત પહેલું કાર્બનિક રસાયણ એ આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ (આઇસોપ્રોપેનોલ) હતું. તેનું ઉત્પાદન ન્યૂ જર્સીની સ્ટેન્ડર્ડ ઑઇલે કર્યું હતું. તે પછી તો લગભગ 3,000 કરતાં પણ વધુ પેટ્રોરસાયણો મેળવી શકાયાં છે.

પેટ્રોરસાયણો જેમાંથી મેળવવામાં આવે છે તે કાચા માલને નિવેશીમાલ (feedstock) હાઇડ્રોકાર્બનો કહે છે. આ માલનું બૃહદ્ વર્ગીકરણ બે ભાગમાં થઈ શકે :

(i) પ્રવાહી નિવેશી માલ : આમાં મુખ્યત્વે હલકા ઍરોમૅટિક નૅપ્થા (LAN), ભારે ઍરોમૅટિક નૅપ્થા (HAN), રિફૉર્મર રેફિનેટ, ગૅસ ઑઇલ, પ્રાકૃત (crude) રેઝિન તથા પ્રાકૃત તેલનો સમાવેશ થાય છે.

(ii) વાયુ-આધારિત નિવેશી માલ : તેમાં મિથેન, ઇથેન, પ્રોટૉન, ઇથેન, પ્રોપેન મિશ્રણો, n-બ્યૂટેન, કુદરતી વાયુમાં ઊંચી ટકાવારીમાં મળતા (LPg) વગેરેને સમાવી શકાય.

રાસાયણિક બંધારણને આધારે તેમને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

(અ) પૅરેફિન : તેમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યૂટેન વગેરેનો સમાવેશ થાય છે. તેમને પ્રાકૃત તેલ અથવા કુદરતી વાયુમાંથી છૂટાં પાડવામાં આવે છે. આ જ રસાયણો વિવિધ પેટ્રોરસાયણ પ્રવિધિઓ જેવી કે ભંજન, ઉદ્દીપકીય પુનરુદભવ (catalytic reforming), ડિઆલ્કીનેશન વગેરે દ્વારા પણ મેળવાય છે.

(બ) ઓલેફિન : તેમાં ઇથિલીન, પ્રોપિલીન તથા બ્યૂટાડાઇન આવે. તે રિફાઇનરીના વાયુ-પ્રવાહમાંથી અથવા ઉષ્મા દ્વારા ભંજનથી અથવા પેટ્રોલિયમ પ્રક્રમોની આડપેદાશ રૂપે મેળવાય છે. પેટ્રોરસાયણના આ મૂળભૂત નિર્માણ(building)-એકમો ગણાય છે.

(ક) ઍરોમૅટિક સંયોજનો : પેટ્રોલિયમમાંથી ઉદ્દીપકીય રિફૉર્મિંગ દ્વારા કે ગૅસોલીનના ઉષ્મીય ભંજન દ્વારા અથવા કોક-ઓવનની આડપેદાશ તરીકે મેળવાતાં બેન્ઝિન, ટૉલ્યુઇન, ઝાઇલીન (BTX) વગેરે. કોલસાના પ્રવાહીકરણ તથા શેલ-ઑઇલની પરિવર્તન(conversion)-પ્રવિધિઓ દ્વારા પણ ઍરોમૅટિક્સ મેળવાય છે.

પેટ્રોરસાયણોના ઔદ્યોગિક ઉત્પાદન માટે આવશ્યક નિર્માણ-એકમો અન્ય ફીડ-સ્ટૉકમાંથી પણ મેળવી શકાય; દા. ત., ઇથિલીન (મુક્ત/સંલગ્ન) વાયુમાંથી, રિફાઇનરી વાયુ(પ્રોપેન)ના ભંજન દ્વારા, ઇથાઇલ આલ્કોહૉલના નિર્જળીકરણ દ્વારા તથા નૅપ્થાના ક્રેકિંગ દ્વારા અને ઍસેટિલીનના હાઇડ્રોજનીકરણથી પણ મેળવી શકાય છે. આ રીતે કોઈ એક નીપજ (રસાયણ) વિવિધ સ્રોતોમાંથી વિવિધ રીતે મેળવી શકાય છે. મુખ્ય પેટ્રોરસાયણો મેળવવાના વિકલ્પી માર્ગો (routes) સારણી 1માં દર્શાવ્યા છે.

સારણી 1 : મુખ્ય પેટ્રોરસાયણો માટેના વિકલ્પી સ્રોતો (કૌંસમાંના આંકડા સાલ દર્શાવે છે.)

રસાયણ

પેટ્રોલિયમ સ્રોત

વિકલ્પી સ્રોત

1 2

3

મિથેન કુદરતી વાયુ રિફાઇનરીના હલકા

વાયુઓ (ડિમિથેનાઇઝર શિરોપરિ)

કોલસો; કોક-ભઠ્ઠીના વાયુઓમાંથી મળતી ઉપપેદાશ તરીકે (1920-30) અથવા કોલસાના હાઇડ્રોજનીકરણથી (1930-40)
એમોનિયા મિથેન હલકા પ્રવાહી હાઇડ્રોકાર્બન જળવાયુ (water gas) મારફતે કોલસામાંથી (1910-20)
મિથાઇલ

આલ્કોહૉલ

મિથેન હલકા પ્રવાહી હાઇડ્રોકાર્બન જળવાયુ મારફતે કોલસામાંથી (1920-30) (કોલસામાંના) મિથેનમાંથી. મિથેન-ધારા (stream) અને મિથેનઑક્સિજન વિધિઓ વડે (1930-40)
ઇથિલીન વાયુમય પ્રવાહી હાઇડ્રોકાર્બનનું વિભંજન

(pyrolysis)

ઇથાઇલ આલ્કોહૉલનું નિર્જળીકરણ (મૂળ-માર્ગ); કોક-ભઠ્ઠી-વાયુ(coke oven gas)ના વિભાગીય નિસ્યંદનમાં મળતી ઉપપેદાશ (by-product) (1925-35) ઍસેટિલીનનું હાઇડ્રોજનીકરણ (1940-45)
એસિટિલીન ઇથિલીન કૅલ્શિયમ કાર્બાઇડ (મૂળ વિધિ). કોલસાના અંશત: દહન દ્વારા મિથેનમાંથી અને આર્ક-વિધિ વડે (1935-45)
ઇથિલીન

ગ્લાયકૉલ

ઇથિલીન ઉપર મુજબ બનાવેલ ઇથિલીનમાંથી (1925). અમેરિકામાં કોલસામાંથી કાર્બન મૉનૉક્સાઇડ અને ફૉર્માલ્ડિહાઇડ દ્વારા (1935-40)
ઇથાઇલ

આલ્કોહૉલ

પૅરેફિન વાયુના ઑક્સિડેશનમાં સહનીપજ રૂપે મળતો સંશ્લેષિત ઇથાઇલ આલ્કોહૉલ મૉલૅસિઝના આથવણ દ્વારા (મૂળ સ્રોત)
એસિટાલ્ડિહાઇડ

 

ઇથિલીનના સીધા ઑક્સિડેશનથી

 

ઇથાઇલ આલ્કોહૉલનું આથવણ અથવા કાર્બાઇડમાંથી મળતો ઍસેટિલીન (1900-10)
ઍસિટોન પ્રોપિલીન કાષ્ઠ-નિસ્યંદન (મૂળ પ્રવિધિ);  એસેટિક ઍસિડનું વિભંજન (1920-30) અથવા એસિટિલીન-ધારા (stream) પ્રક્રિયા વડે (1930-40)
ગ્લિસરૉલ બ્યૂટાડાઇન પ્રોપિલીન 1- અને 2-બ્યૂટિન, બ્યૂટેન સાબુ-ઉદ્યોગમાં ઉપપેદાશ રૂપે (મૂળ વિધિ) ઇથાઇલ આલ્કોહૉલ (1915); 1:3-બ્યૂટેન-ડાયૉલ દ્ધારા મેળવાતો એસિટાલ્ડિહાઇડ દ્વારા (1920-30); કોલસામાંથી મળતા ઍસેટિલીન અને ફૉર્માલ્ડિહાઇડ
ઍરોમૅટિક

હાઇડ્રોકાર્બન

ઍરોમૅટિક-પ્રચુર અને નૅપ્થેનિક-પ્રચુર અંશો-(fractions)માંથી સીધા નિષ્કર્ષણથી અથવા ઉદ્દીપકીય પુન:સંભવનથી અથવા હાઇડ્રોડિઆલ્કાઇલેશન દ્વારા ડામરના નિસ્યંદનમાંથી મળતી ઉપપેદાશ રૂપે

સારણી 2 : ભારતમાં ઉત્પાદિત થતાં મુખ્ય પેટ્રોરસાયણોના પ્રકાર : નીપજોની દૃષ્ટિએ પેટ્રોરસાયણો ત્રણ વ્યાપક કક્ષામાં વહેંચી શકાય : 1. બહુલકો, 2. રસાયણો, 3. સંશ્લેષિત રેસાઓ તથા તેના મધ્યસ્થીઓ (intermediates). ભારતમાં વિવિધ વિભાગમાં વર્ગીકૃત કરેલી મુખ્ય પેટ્રોરસાયણ નીપજોનું ઉત્પાદન સારણી 2માં દર્શાવ્યું છે :

પેટ્રોરસાયણ

I. નિર્માણખંડો (building blocks) :
(A) ઓલેફિન
ઇથિલીન (ETH)
પ્રોપિલીન (PROP)
બ્યૂટાડાઇન (BTDN)
(B) ઍરોમૅટિક
બેન્ઝિન (BEN)
ટૉલ્યુઇન (TOL)
ઑર્થોઝાયલીન (OX)
પૅરાઝાયલીન (PX)
II. સંશ્લેષિત રેસાઓ (synthetic fibres)
એક્રિલિક ફાઇબર (AF)
નાયલૉન ફિલામેન્ટ યાર્ન (NFY)
નાયલૉન ઔદ્યોગિક યાર્ન (Nylon INDL. Yarn) / ટાયર યાર્ન (NIY/NTY)
પૉલિયેસ્ટર ફિલામેન્ટ યાર્ન (PFY)
પૉલિયેસ્ટર સ્ટેપલ ફાઇબર (PSF)
પૉલિપ્રોપિલીન ફિલામેન્ટ યાર્ન (PPFY)
પૉલિપ્રોપિલીન સ્ટેપલ ફાઇબર (PPSF)
III. રેસા-મધ્યસ્થીઓ :
એક્રિલોનાઇટ્રાઇલ (ACN)
ડાયમિથાઇલ ટરપ્થેલેટ (DMT)
શુદ્ધીકૃત ટરપ્થેલિક ઍસિડ (PTA)
કેપ્રોલેક્ટમ (CAPRO)
મૉનોઇથિલીન ગ્લાયકોલ (MEG)
IV. બહુલકો (polymers) :
નિમ્ન ઘનત્વ પૉલિઇથિલીન
(Low Density Polytheylene  LDPE)
રેખીય નિમ્ન ઘનત્વ પૉલિઇથિલીન (LLDPE)
ઊંચી ઘનતાવાળું પૉલિઇથિલીન (HDPE)
પૉલિપ્રોપિલીન (PP)
પૉલિસ્ટાયરીન (PS)
પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC)
વિસ્તરણીય પૉલિસ્ટાયરીન (expandable) (EXPS)
V. પ્રત્યાસ્થ બહુલકો (પ્રત્યાસ્થલકો) (Elastomers) :
સ્ટાયરીન બ્યૂટાડાઇન રબર (SBR)
પૉલિબ્યૂટાડાઇન રબર (PBR)
નાઇટ્રાઇલ બ્યૂટાડાઇન રબર (NBR)
ઇથિલીન-પ્રોપિલીન દ્વિલક (dimer) (EPDM)
ઇથાઇલ વિનાઇલ ઍસિટેટ (EVA)
તાપસુનમ્ય (thermoplastic) પ્રત્યાસ્થલકો (TPE)
VI. પૃષ્ઠસક્રિયકો (surfactants) :
રૈખિક આલ્કીલ બેન્ઝિન (LAB)
ઇથિલીન ઑક્સાઇડ (EO)
VII. નિષ્પાદન પ્લાસ્ટિક (peformance plastics) :
એક્રિલોનાઇટ્રાઇલ બ્યૂટાડાઇન સ્ટાયરીન (ABS)
પૉલિઇથિલીન ટરપ્થેલેટ (PET)
સ્ટાયરીન એક્રિલોનાઇટ્રાઇલ (SAN)
પૉલિમિથાઇલ મિથાક્રિલેટ (PMMA)
નાયલૉન-6 (N-6)
નાયલૉન-6, 6 (N-6, 6)
પૉલિટેટ્રાફ્લોરો ઇથિલીન (PTFE)
VIII. વર્ગેતર પેટ્રોરસાયણો :
(I) તાપદૃઢ (Thermosets) :
ફિનૉલ ફૉર્માલ્ડિહાઇડ રેઝિન (PF)
યુરિયા ફૉર્માલ્ડિહાઇડ રેઝિન (UF)
મેલામાઇન ફૉર્માલ્ડિહાઇડ રેઝિન (MF)
(II) અન્ય :
થેલિક એન્હાઇડ્રાઇડ (PAN)
પ્રોપિલીન ઑક્સાઇડ (PO)
પ્રોપિલીન ગ્લાયકૉલ (PG)
એપિક્લૉરોહાઇડ્રિન (EPC)
વિનાઇલ એસિટેટ એકલક (monomer) (VAM)
ઑક્ઝો આલ્કોહૉલ (OA)
2-ઇથાઇલ હેક્ઝેનૉલ (2-EH)
મિથાઇલ આઇસોબ્યૂટાઇલ કીટોન (MIBK)
પૉલિવિનાઇલ એસિટેટ (PVA)

પેટ્રોરસાયણોની વિવિધ નીપજો મેળવવા માટે ભારતમાં સ્થપાયેલી કંપનીઓ તથા તેમના દ્વારા પેટ્રોરસાયણ નીપજોનાં ઉત્પાદનવર્ષની ક્રમાનુસાર વિગતો સારણી 3માં દર્શાવી છે.

સારણી 3 : ભારતમાંનાં મુખ્ય પેટ્રોરસાયણોના ઉત્પાદનનાં સીમાચિહ્નો

(* ફૂદડીનું નિશાન કરેલા એકમો ગુજરાતમાં આવેલા છે.)

કંપનીનું નામ ઉત્પાદન શરૂ

થયાનું વર્ષ

પેદાશો (products)
1 2 3
ગરવારે નાયલૉન લિ. 1962 (NFY)
ઇન્ડિયન એક્સ્પ્લોઝિવ્ઝ લિ. 1963 (LDPE)
સિન્થેટિક ઍન્ડ કેમિકલ્સ લિ. 1963 SBR
યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિ. 1965 BEN, LDPE, કાર્બન બ્લૅક
કેમિકલ્સ ઍન્ડ ફાઇબર્સ ઇન્ડિયા લિ. (આઇ.સી.આઇ.) 1965 PSF
નોસિલ (NOCIL) 1968 MEG, PVC, EO
પૉલિઓલેફિન્સ ઇન્ડસ્ટ્રીઝ (હેક્સ્ટ) લિ. 1968 HDPE
પૉલિકેમ 1968 PS
સ્વદેશી પૉલિટેક્સ (swadeshi polytex) 1968 PSF
ગુજરાત રિફાઇનરી (UDEX પ્લાન્ટ) 1969 BEN, TOL
જે. કે. સિન્થેટિક્સ લિ. 1970 PFY
* નિર્લોન લિ. 1971 NIY/NTY
આઇ.પી.સી.એલ. (ઍરોમૅટિક પ્લાન્ટ) 1973 D.M.T., ઝાયલીન
સ્વદેશી પૉલિટેક્સ લિ. 1973 PSF
* ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કં. લિ. 1977 CAPRO
પેટ્રોફિલ્સ કો.ઑપ. લિ. 1977 PFY
* એબીએસ પ્લાસ્ટિક્સ લિ. 1978 ABS
* આઇ.પી.સી.એલ. (વડોદરા) 1978-79 AF, ACN, LDPE, PP, PVC, PBR
* ગુજરાત પૉલિમર લિ. 1979 PMMA
બૉમ્બે ડાઇંગ 1984-85 DMT
બોંગાઇગાંવ રિફાઇનરી ઍન્ડ પેટ્રો. લિ. 1985-86 DMT
1987-88 PSF
ઇન્ડિયા પૉલિફાઇબર્સ લિ. 1986-87 PSF
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (પાતાલગંગા) 1987-88 PTA, LAB
તામિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ લિ. 1988-89 LAB
* આઇ.પી.સી.એલ. (વડોદરા) 1988-89 PPCF, DSAF
આઇ.પી.સી.એલ. (Nago Thane) 1989-90 PPHP, HDPE/LLDPE
પૉલિઓલેફિન ઇન્ડ. લિ. 1989 EVA
ગુજરાત બિનિલ કેમિકલ્સ લિ. 1989 SAN
* રિલાયન્સ (RIL, હજીરા) 1991 LLDPE/MDPE (SWING પ્લાન્ટ)
1991-92 PVC
હર્દિલિયા યુનિમર્સ લિ. 1993 EPDM
* પેટ્રોફિલ્સ કો.ઑપ. લિ. 1994 SPANDEX

પેટ્રોરસાયણોના ઉપયોગો : પેટ્રોલિયમ-રસાયણોનો ઉપયોગ લગભગ દરેક ઉદ્યોગમાં તથા ઘરેલુ જરૂરિયાતો માટે થાય છે. કપડાં તથા ખોરાક ક્ષેત્રે તેમનો ઘણો ઉપયોગ થઈ શકે તેમ છે. મર્યાદિત કુદરતી સ્રોતો અને તેમના જથ્થામાં ધીમે ધીમે ઘટાડો થતો જતો હોવાને કારણે જીવન સરળ બનાવવા માટે અન્ય સ્રોતો શોધી કાઢવાની આવશ્યકતા ઊભી થતી જાય છે. પેટ્રોરસાયણોની નીપજોના મુખ્ય ઉપયોગો સારણી 4માં દર્શાવ્યા છે.

સારણી 4 : ભારતમાં પેટ્રોકેમિકલ નીપજોના મુખ્ય ઉપયોગો

પેટ્રોરસાયણ

ઉપયોગનું ક્ષેત્ર

ઉદાહરણો

1 2 3
પ્લાસ્ટિક કૃષિ અનાજને ઢાંકવા માટે તથા નહેરમાં અસ્તર (lining) માટે ભારે વપરાશ હેઠળની ટકાઉ ફિલ્મો
હરિતગૃહો માટેની ફિલ્મો
પાણી-પુરવઠા માટે પ્લાસ્ટિકની પાઇપો
પૅકેજિંગ દૂધ-પૅકેજિંગ અને ખાદ્ય ચીજોનું પૅકેજિંગ
ઔષધોના તથા ખાદ્ય તેલોના પૅકેજિંગ માટેની શીશીઓ/પાત્રો
ઑટોમોબાઇલ

(મોટરગાડીઓ)

બમ્પર, ડેશ બૉર્ડ, બૅટરીનાં પાત્રો, બળતણ-ટાંકીઓ વગેરે
ઇલેક્ટ્રૉનિક રેડિયો/ટી.વી.ની કૅબિનેટ, કેબલના ભાગો વગેરે
સ્વાસ્થ્ય અને

આરોગ્ય

કેળવણી

અંત:શિરા (intravenous) પ્રવાહી અને લોહી સંગ્રહવા માટેની કોથળીઓ અને નિકાલ થઈ શકે તેવી (disposable) પ્લાસ્ટિકની સિરિંજો પ્લાસ્ટિકનાં બ્લૅકબોર્ડ, નકશા અને પેનો
દૂર-સંચાર ટેલિફોન, કેબલ તથા અન્ય ભાગો
સંશ્લેષિત

રબર

પરિવહન

(transportation)

ટાયર-ટ્યૂબ સીટ-કવર
સંશ્લેષિત

રેસા

કાપડ-ઉદ્યોગ પૉલિયેસ્ટર રેસા/યાર્ન, એક્રિલિક રેસા, મિશ્ર યાર્ન/કપડાં
સંશ્લેષિત

પ્રક્ષાલકો

સ્વાસ્થ્ય અને

આરોગ્ય

ધોવાનો પાઉડર તથા ગોટી (cakes)

પેટ્રોરસાયણોને કારણે જીવનધોરણમાં સુધારો થવા ઉપરાંત રસાયણ- ઉદ્યોગમાં ખૂબ મોટી ક્રાંતિ સરજાઈ છે. ખાદ્ય ઉત્પાદન વધારવા માટે પાણીના સ્રોતોની સાચવણી માટે, સૂતરની અવેજીમાં નવા નવા રેસાઓ શોધવામાં, બાંધકામમાં ધાતુઓની જગાએ વપરાતાં નવાં નવાં દ્રવ્યો તથા વસ્તીનિયંત્રણ માટે, કચરા(waste products)ના વધુ સારા ઉપયોગ માટે પેટ્રોરસાયણો ખૂબ જ ઉપયોગી થાય છે. એ ક્ષેત્રોમાં પેટ્રોરસાયણોએ અગત્યની ક્રાંતિ સર્જી છે. કુદરતી વસ્તુઓનું સ્થાન હવે પેટ્રોરસાયણની નીપજો લઈ રહી છે. સારણી 5માં તે દર્શાવ્યું છે.

સારણી 5 : પેટ્રોરસાયણો દ્વારા વિસ્થાપન થઈ શકે તેવા પદાર્થો

કુદરતી દ્રવ્ય પેટ્રોરસાયણ વિસ્થાપક
ધાતુઓ પ્લાસ્ટિક
કાષ્ઠ પ્લાસ્ટિક
કાગળ પ્લાસ્ટિક
પાઇપ પ્લાસ્ટિક
કાચ પ્લાસ્ટિક
રૂ સંશ્લેષિત રેસાઓ  પૉલિયેસ્ટર, નાયલૉન વગેરે
ઊન એક્રિલિક રેસાઓ
કુદરતી રબર સંશ્લેષિત રબર; દા.ત., પૉલિબ્યૂટાડાઇન રબર, સ્ટાયરીન બ્યૂટાડાઇન રબર

1966 અગાઉ આલ્કોહૉલ, કોલ-ટાર મધ્યસ્થીઓ તથા કૅલ્શિયમ કાર્બાઇડ-આધારિત LDPE, PVC તથા મધ્યસ્થીઓ નાના પાયે બનાવવામાં આવતા હતા. 1960ના પાછલા દાયકામાં સંશ્લેષિત રેસા બનાવવાનાં કારખાનાં સ્થપાયાં, જે કાચો માલ બહારથી લાવતા હતા.ઐતિહાસિક ઉત્ક્રાંતિ (evolution) : ભારત સરકારે 1950નાં પાછલાં વર્ષોમાં પેટ્રોરસાયણોના ક્ષેત્રના વિકાસ માટે આયોજન શરૂ કર્યું. 1960ના દાયકામાં ત્રીજી અને ચોથી પંચવર્ષીય યોજનાઓમાં આવા વિકાસ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા ડૉ. જી. પી. કાણેના નેતૃત્વ નીચે કમિટી નિમાઈ. ભારતમાં પેટ્રોરસાયણોની શરૂઆત અમેરિકાની યુનિયન કાર્બાઇડ કંપનીના ભારતની યુનિયન કાર્બાઇડ કંપની સાથેના અને મફતલાલ ગ્રૂપના શેલ કેમિકલ્સ તથા હેક્સ્ટ કંપની સાથેના સહયોગ દ્વારા મુંબઈમાં 19668 દરમિયાન બે એકમો સ્થાપવાથી થઈ. આમાં યુનિયન કાર્બાઇડે 20,000 ટન/વર્ષ ક્ષમતાવાળું તથા શેલ કંપનીએ 60,000 ટન/વર્ષ ક્ષમતાવાળું – એમ બે એકમો સ્થાપ્યા.

ભારત સરકારના નિર્દેશ અનુસાર તેલ અને કુદરતી વાયુ પંચ હેઠળ પેટ્રોરસાયણ વિભાગ સ્થપાયો અને તેના લીધે બે પ્રોજેક્ટો ઍરોમૅટિક તથા ઓલેફિનિક સંકીર્ણો (બંને IPCLના નેજા નીચે) – સ્થપાયાં. તેની નૅપ્થા-ક્રૅકરની ક્ષમતા 1,30,000 મૅટ્રિક ટન (mt) ઇથિલીનની હતી. ઉદ્યોગના સમગ્ર હિતની દૃષ્ટિએ IPCLને LDPE (હલકા ઘનત્વવાળું પૉલિઇથિલીન), PP (પૉલિપ્રોપિલીન), PVC (પૉલિવિનાઇલ ક્લોરાઇડ), ACN (એક્રિલોનાઇટ્રાઇલ), AF (એક્રિલિક રેસાઓ), EO (ઇથિલીન ઑક્સાઇડ), EG (ઇથિલીન ગ્લાયકૉલ), LAB (રેખીય આલ્કીલ બેન્ઝિન) વગેરેના ઉત્પાદન માટેની જવાબદારી સોંપાઈ. ઍરોમૅટિક સંકીર્ણ 1973માં તથા ઓલેફિન સંકીર્ણ અને અનુપ્રવાહી (downstream) એકમો 1978માં શરૂ કરવામાં આવ્યાં.

શરૂઆતના તબક્કે વ્યાપારી જરૂરિયાતો વધારવામાં મુશ્કેલીઓ અનુભવાઈ, પરંતુ સતત વેચાણ માટેના પ્રયત્નો વગેરે દ્વારા સ્થપાયેલા એકમની ક્ષમતા જેટલી આ રસાયણોની આવશ્યકતા ઊભી થઈ શકી.

ટૅક્નૉલૉજિકલ up-gradation અને સ્વીકાર : માનવસંસાધનોનો વિકાસ મશીનરીના ઉત્પાદન માટેની ઇજનેરી આવશ્યકતાઓ વગેરે દ્વારા આ શક્ય બની શક્યું. આ માટે સંશોધનપાયાના વિકાસ તથા ઉદ્દીપકીય પ્રગતિ પર ભાર મૂકવામાં આવેલો. અર્થતંત્ર જેમ જેમ 1970 અને 1980ના દાયકામાં આગળ વધતું ગયું તેમ તેમ ત્રણ મુખ્ય ફેરફારો નોંધાયા.

(i) હાઇડ્રોકાર્બનોનું દેશમાં ઘરેલુ (domestic) ઉત્પાદન ખાસ્સું વધ્યું.

(ii) આર્થિક અને કાર્યલક્ષી (functional) ક્ષમતાને લઈને વપરાશી તથા મધ્યસ્થી સંશ્લેષિત નીપજોનો ઉપયોગ વધતો ગયો.

(iii) સમાજના રોજિંદા વ્યવહારમાં સંશ્લેષિત નીપજોની આવશ્યકતાઓ વધતી ગઈ, પરિણામે જીવનગુણવત્તામાં સુધારો થયો.

એપ્રિલ, 1986માં ભારત સરકારે શ્રી ડી. વી. કપૂર(સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ)ની ચૅરમેનશિપ હેઠળ સાતમી, આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓ એટલે કે ઈ. સ. 2000 સુધીના સમયને આવરી લેતા ગાળા માટે પેટ્રોરસાયણ-ઉદ્યોગ માટેની વિશાળ પરિપ્રેક્ષ્ય(perspective)વાળી પરિયોજના (plan) તૈયાર કરવા માટે એક સમિતિની સ્થાપના કરી. કપૂર કમિટીની ભલામણો અનુસાર પેટ્રોરસાયણ-ઉદ્યોગના વિકાસ માટે એક લાંબા ગાળાની વૃદ્ધિલક્ષી પરિયોજના તૈયાર કરાઈ છે. સાતમી યોજના(1985-90)માં આ ઉદ્યોગને અગ્રગામી ક્ષેત્ર(thrust area)નો ગણવામાં આવ્યો. સરકારે આવા એકમોના ન્યૂનતમ આર્થિક કદ (minimum economic sizes, MES) સુધીના વિસ્તૃતીકરણની મંજૂરી આપી તથા અન્ય સ્થળોએ તેમની સ્થાપના માટે છૂટ આપી.

1991-92માં પ્રો. રામપ્રસાદ સેનગુપ્તાએ પ્લાનિંગ કમિશન માટે પેટ્રોરસાયણો અંગે એક અન્ય perspective પણ રજૂ કર્યો છે. આ બધા રિપોર્ટો આ ઉદ્યોગ માટે મહત્ત્વના સીમાસ્તંભો છે. 1991માં નવી આર્થિક નીતિની જાહેરાત બાદ ભારત સરકારે ડૉ. રાકેશ મોહન(ઇકોનૉમિક સલાહકાર, ઉદ્યોગ મંત્રાલય)ની રાહબરી નીચે પેટ્રોરસાયણો માટે નિષ્ણાત જૂથ (expert group on petrochemicals, EGP) નીમ્યું છે; જે આર્થિક ફેરફારોની દૃષ્ટિએ આ ઉદ્યોગના વિકાસ માટેના મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરી રિપૉર્ટ રજૂ કરશે.

ઘરેલુ ક્ષમતા (domestic capacities) : પેટ્રોરસાયણોની દેશની ઉત્પાદનક્ષમતાએ IPCL દ્વારા ‘વિકાસ દ્વારા વૃદ્ધિ’નો વ્યૂહ અપનાવાતાં હરણફાળ ભરી છે. આંતરિક ક્ષમતા સારણી 6માં દર્શાવી છે.

સારણી 6 : દેશની પેટ્રોરસાયણક્ષમતા (આંકડા કિલો ટનમાં)

નીપજ

સ્થાપિત (ભૂસ્થિત) ક્ષમતા

(1199ના રોજ)

ભારત ગુજરાત
નિવેશી માલ (feed stocks)
ઇથિલીન 1316 930
પ્રોપિલીન 664 472
બ્યૂટાડાઇન 43 43
રસાયણો
બેન્ઝિન 564 303
ટૉલ્યુઇન 258 118
ઑર્થોઝાયલીન 54 47.5
એલ.એ.બી. (LAB) 294 118
ઇથિલીન ઑક્સાઇડ (EO) 69 45
બહુલકો
LDPE 194 80
HD/LLDPE 680 400
PP 550 490
PS 138 2
PVC 820 505
SBR 38
PBR 50 50
રેસાઓ અને રેસામધ્યવર્તીઓ
પૅરાઝાયલીન 258 48
DMT/PTA 1215 730
MEG

 

434

(ઉત્પાદનમાં નહિ;

50,000 mt)

354
કેપ્રોલેક્ટમ 120 70
એક્રિલોનાઇટ્રાઇલ 30 30
AF 114 24
PSF 575 180
PFY 924 348
NFY 65 12
કુલ (total) 9,467 5,399.5

આ સારણી અનુસાર ભારતની કુલ ક્ષમતાના 57 % તો માત્ર ગુજરાતમાં જ છે. આંતરરાષ્ટ્રીય વિકસિત દેશોની ક્ષમતાના હિસાબે તો આ ક્ષમતા બહુ ઓછી કહી શકાય.

સારણી 7 : પેટ્રોરસાયણોની વૈશ્વિક ક્ષમતા

નીપજો (આંકડા દસ લાખ ટનમાં)

1999ના વર્ષમાં ક્ષમતા

નિવેશી માલ
ઇથિલીન 92.5
પ્રોપિલીન 51.3
બહુલકો
LDPE 18.6
LLDPE 13.1
HDPE 21.6
PP 25.6
PVC 27.2
PS 14.2
રેસા અને રેસામધ્યવર્તીઓ
PX 22.4
DMT 5.5
PTA 26.1
MEG 13.7
એક્રિલોનાઇટ્રાઇલ 44.0
કેપ્રોલેક્ટમ 38.4
AF 3.1
PSF 11.2
PFY 12.2

પરંતુ ભારતમાં આ નીપજોના ઓછા વપરાશના હિસાબે ક્ષમતા ઘણી ઓછી હોવા છતાં તેમાં સતત વધારો થવાની શક્યતા છે.

પેટ્રોરસાયણ-ઉદ્યોગનો વિકાસ : 1991માં ભારતની ઔદ્યોગિક નીતિઓ(દા. ત., ઔદ્યોગિક નીતિ, EXIM પૉલિસી, રાજકોષીય નીતિ તથા નાણાકીય નીતિ)માં જે સુધારા જાહેર કરવામાં આવ્યા છેે તેને લીધે પેટ્રોરસાયણ ક્ષેત્રના વિકાસમાં મૂળભૂત ફેરફારો થયા છે. ભારત સરકારે નીમેલી વિવિધ કમિટીઓની ભલામણોને આધારે આયાતોમાં ઉદારીકરણ અને નિકાસલક્ષી પેટ્રોરાસાયણિક નીપજોના ઉત્પાદન તરફ ઝોક વધ્યો છે. ઉદ્યોગોને અપાતા રક્ષણની નાબૂદી તથા વૈશ્વિક અભિગમને લીધે દેશમાં ઉત્પન્ન થતા પેટ્રોરસાયણોની સ્પર્ધાત્મકતા વધી છે. જે ઉત્પાદકો પહેલાં દેશમાં વપરાશ માટે પેટ્રોરસાયણો બનાવતા હતા તેઓએ હવે તેમના ઉત્પાદનની તરેહ તથા વેચાણ-વ્યૂહરચના બદલી છે. ઉત્પાદકો તેમની નીપજો પરદેશમાં વેચી શકે તે માટે તેમના ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા માટે પ્રયત્નશીલ છે. વિશ્વના બીજા દેશોમાંના પેટ્રોરસાયણ એકમો જેટલી જ ક્ષમતાવાળા એકમો  ભારતમાં સ્થાપવાના પ્રયત્નો થવાથી આ પ્રયત્નો સફળ થવાનું શક્ય બન્યું છે.

ઉત્પાદકો હવે પેટ્રોરસાયણો માત્ર ઘરેલુ વપરાશ માટે જ નહિ પણ નિકાસ માટે પણ બનાવવા લાગ્યા છે. આયાતમાં ખૂબ છૂટછાટોને લીધે પણ આને વિશેષ ટેકો મળ્યો છે. આના કારણે 1991-92થી 1997-98ના સમય દરમિયાન PSY, NFY, NTY/NIY, LAB તથા ફનિૉલ જેવાં પેટ્રોરસાયણોની નિકાસ વધતી ગઈ છે અને આવાં નિકાસલક્ષી રસાયણોમાં LEPE, LLDPE/HDPE, કેપ્રોલેક્ટમ, PFY તથા પૅરાઝાયલીન પણ ઉમેરાયાં છે. ઊંચી ક્ષમતા ને ઉદાર આયાતનીતિને કારણે પરદેશની કંપનીઓ પણ તેમની વધારાની પેટ્રોરસાયણ-નીપજો ભારતના બજારમાં ત્યાંના સ્થાનિક બજારભાવ કરતાં ઓછી કિંમતે ઠાલવે છે.

સારણી 8 : ભારત  પરિપૂર્ણ થયેલી પેટ્રોરસાયણપરિયોજનાઓ

કંપની પ્લાન્ટ સ્થળ યોજના ક્ષમતા (000 t/y)
એપોટેક્સ લેટાઇસિઝ લિ. તલોજા SBR પ્રત્યાસ્થલકો By 18.0
આસામ પેટ્રોકૅમ લિ. આસામ ફૉર્માલ્ડિહાઇડ 36.0
BASF ઇન્ડિયા લિ. ત્રુર્ભે પૉલિસ્ટાયરીન 7.3
ગરવારે પૉલિસ્ટર લિ. ઔરંગાબાદ DMT 60.0
ગૅસ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા લિ. ઔરૈયા બ્યૂટિન 10.0
હાઇ-ટેક-કાર્બન ચેન્નઈ કાર્બન-બ્લૅક Ex. 35.0
HOCL રસાયણી પૉલિયુરિધેન 6.0
નિરમા લિ. વડોદરા આલ્કિલ બેન્ઝિન 75.0
નોંધ : By – ઉમેરાયેલી ક્ષમતાનો વધારો

Ex – વિસ્તરણ (Expansion)

t/y – મેટ્રિક ટન પ્રતિ વર્ષ

આ રસાયણોના નિકાસલક્ષી ઉત્પાદનને કારણે વિશ્વના અન્ય પેટ્રોરસાયણ-ઉદ્યોગો સાથે હરીફાઈ વધી છે અને આને કારણે ઘણી કંપનીઓએ એકબીજા સાથે સહકાર-આયોજન કરીને ફાઇનાન્સ, ટૅક્નિકલ તથા માર્કેટિંગ સગવડોમાં સંયુક્ત (joint) સાહસો શરૂ કર્યાં છે. નજીકના ભૂતકાળમાં કેટલીક પૂર્વયોજિત પેટ્રોરસાયણ-પરિયોજનાઓ શરૂ થઈ છે. તો કેટલાકની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. ભારતની જે કંપનીઓએ તેમના ઔદ્યોગિક એકમોની ક્ષમતા વધારી છે તે સારણી 8માં દર્શાવ્યું છે.

નવા પેટ્રોરસાયણ એકમોની સ્થાપના તથા સ્થાપિત પ્લાન્ટોની ક્ષમતા વધારવાને કારણે આવાં રસાયણોની આયાત નોંધપાત્ર પ્રમાણમાં ઘટી છે.

સરકારની આર્થિક નીતિને કારણે પરદેશનું ધન અહીંના ઉદ્યોગમાં રોકાણ માટે સહેલું થયું છે અને દેશી ઉદ્યોગોને ઉચ્ચ ક્ષમતાવાળી નીપજો બનાવવામાં અને ભાવોની હરીફાઈમાં ભાગ લેવાનું પ્રોત્સાહન મળ્યું છે.

1990માં અનેક કંપનીઓએ નવા પેટ્રોરસાયણ એકમો સ્થાપવા, તેની ક્ષમતા વધારવા માટે પ્લાન્ટોમાં સુધારા કરવા, અંતરાયો દૂર કરવા વગેરેમાં ખૂબ મોટું મૂડીરોકાણ કર્યું છે. આવી કંપનીઓના વિકાસ તથા નવા પેટ્રોરસાયણ પ્રોજેક્ટો/ક્ષમતા અંગેની માહિતી સારણી 19માં દર્શાવી છે :

સારણી 9 : ભારતમાંના મુખ્ય પેટ્રોરસાયણ પ્રોજેક્ટ અને તેમની ક્ષમતા

કંપની પ્લાન્ટ પ્રૉજેક્ટ ક્ષમતા

000 t/y

status
1 2 3 4 5
આસામ પેટ્રોકેમ. લિ. આસામ ઇથિલીન 300 P
મિથેનૉલ 36 P
ઇથિલીન 300 P
પ્રોપિલીન 51 P
બ્યૂટાડાઇન 16 P
LLDPE 100 P
HDPE 100 P
બ્યૂટિન-1 6 P
કોચિન રિફાઇનરી લિ. કોચિન બેન્ઝિન To 210 P
Elque પૉલિયેસ્ટર લિ. Falta PET Ex 110 E
ગરવારે પ્લાસ્ટિક ઍન્ડ પૉલિયેસ્ટર લિ. ઔરંગાબાદ પૉલિયેસ્ટર ફિલ્મ 100 2002
ગૅસ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા લિ. ઔરૈયા ઇથિલીન 400 U 99
LLDPE/ 160 U 99
HDPE 100 U 99
ગાંધાર નૅપ્થા 265.5 P
LPG 370 P
કેરોસીન 201 P
ગ્રીન ગોલ્ડ પૉલિમર લિ. મદ્રાસ પૉલિયેમાઇડ 2.5 E 99
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કં. ભરૂચ પૉલિયેસિટલ 10 P
મિથેનૉલ Ex 132 P
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર ઍન્ડ કેમિકલ્સ લિ. વડોદરા નાયલૉન-6 Re 8 U 99
હલ્દિયા પેટ્રોકેમિકલ કં. લિ. હલ્દિયા ઇથિલીન 420 સપ્ટે. 99
પ્રોપિલીન 210 સપ્ટે. 99
બ્યૂટાડાઇન 74 સપ્ટે. 99
બેન્ઝિન 74 સપ્ટે. 99
પૉલિપ્રોપિલીન 210 સપ્ટે. 99
CB 59.8 સપ્ટે. 99
HDPE 200 સપ્ટે. 99
HDPE/LLDPE 225 સપ્ટે. 99
ગૅસોલબનવિભંજન 117.5 સપ્ટે. 99
હલ્દિયા પેટ્રોકેમિકલ્સ લિ. દહેજ ઍસિટોન 60 P
ફિનૉલ 100 P
હિન્દુસ્તાન ઑર્ગેનિક કોછી કેમિકલ્સ લિ. ફિનૉલ By 12 E 99
સાઈક્લોહેક્ઝાઇલ એમાઇન Ex 4.5 P
રસાયણી નાઇટ્રોટૉલ્યુઇન By 3.3 P
MDI 20 E
હિન્દુસ્તાન ડેવલપ. ઓલપાડ કૉર્પોરેશન મિથાઇલ મિથાક્રિલેટ 10 P
ઍસિટોન સાયનો ઇડ્રિન 10 P
PMMA 9 P
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિ. ગુજરાત MTBE 40 E 99
પાણીપત બિટુમેન 500 U
ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. વડોદરા LDPE 200 P
દહેજ ઇથિલીન 300 માર્ચ 99
પ્રોપિલીન 38 માર્ચ 99
HDPE 160 માર્ચ 99
એક્રિલોનાઇટ્રાઇલ 100 P
MEG/EO 120 માર્ચ 99
નેગોથાણે 2-ઓલેફિન 100 P
LLDPE/ HDPE By 60 U 99
ઇન્ડોરામા સિન્થેટિક (ઇન્ડિયા) લિ. વિશાખા પટ્ટનમ્ PTA 350 મધ્ય-2001
પૉલિયેસ્ટર Ex 200 મધ્ય-2001
લક્ષ્મી ઑર્ગેનિક ઇન્ડ. લિ. મહાડ ઇથાઇલ એસિટેટ 14.4 P 99
એસિટિક 9 P
ઍન્હાઇડ્રાઇડ
મસ્કરા પૉલિટેક્સ લિ. મુંબઈ પૉલિમરાઇઝર 10 U 99
મૅક ડૉવેલ ઍન્ડ કું. લિ. ઝઘડિયા પૉલિસ્ટાયરીન 40 E
વિશાખાપટ્ટનમ્ પૉલિસ્ટાયરીન Re 3.5 U
મૉડર્ન પેટ્રોકેમિકલ્સ દહેજ ટરપ્થેલિક ઍસિડ 250 2000
નૅશનલ ઑર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ લિ. ભરૂચ રબર કેમિકલ્સ 11 P
થાણે ઇથિલીન 450 2003
પ્રોપિલીન 210 2003
પૉલિઇથિલીન 450 2003
BTX 210 2003
પૉલિપ્રોપિલીન 180 2003
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન લિ. હજીરા પૅરાઝાયલીન 275 P
ઑર્થોઝાયલીન 55 P
બેન્ઝિન 300 P
નૅપ્થા 240 P
રેફિનેટ 222 P
પરશુરામપુરિયા સિન્થેટિક્સ ભીવાડી પૉલિયેસ્ટર રેઝિન 36 U 99
દાદરા પૉલિયેસ્ટર રેઝિન 85 E 99
પ્રાગ બેસિમિ સિન્થેટિક્સ આસામ પૉલિયેસ્ટર રેઝિન 20 U 99
પુષ્પા પૉલિમર્સ પ્રા. લિ. દહેજ પૅલિસ્ટાયરીન 60 U 99
રાષ્ટ્રીય કેમિકલ ઍન્ડ ફર્ટિ. થલ અલીબાગ મિથાઇલ એમાઇન 30 P 99
રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિ. જામનગર પૉલિપ્રોપિલીન 400 U 99
પૅરાઝાયલીન 1400 U 99
રિન્કી પેટ્રોકેમિકલ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝ કારાખાડી ફૉર્માલ્ડિહાઇડ 40 P
સધર્ન પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રિઝ લિ. મદ્રાસ PET 49 U 99
SVC સુપરકેમ લિ. કોશિકલાન ટરપ્થેલિક ઍસિડ 120 C 99
સિમાલિન કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ લિ. નંદેસરી ફૉર્માલ્ડિહાઇડ Ex 40 U 99
પૅરાફૉર્માલ્ડિહાઇડ 3 U 99
હેક્ઝામાઇન Ex 3 U 99
સુપરફિલ પ્રોડક્ટ્સ પ્રા. લિ. મદ્રાસ પૉલિયેસ્ટર રેઝિન 2.7 U 99
થિરુમલાઇ કેમિકલ લિ. રાનીપેટ પ્લાસ્ટિસાઇઝર 50 P 99
વર્ધમાન એક્રિલિક્સ લિ. ઝઘડિયા AF 15 U 99
નોંધ : By – ઉમેરેલી ક્ષમતાનો વધારો

To – નિર્માણ પછીની કુલ ક્ષમતા

Re – પુન:સજ્જતા, આધુનિકીકરણ અથવા અંતરાય-નિરાકરણ

Ex – અવર્ગીકૃત વિસ્તૃતીકરણ

t/y – મેટ્રિક ટન પ્રતિ વર્ષ

P – આયોજન

E – ઇજનેરી

U – નિર્માણાધીન

C – પૂર્ણ થયેલ/સુપરત કરેલું

જો ભારતના આયોજિત અને નિર્માણ હેઠળના બધા પ્રોજેક્ટો પૂરા થઈ શકે તો તેની પેટ્રોરસાયણ-આયાતો ખૂબ ઘટી શકશે. વધુ મોટી ક્ષમતાવાળા એકમો સ્થપાવાથી ઉત્પાદનખર્ચ ઘટશે અને આ નીપજોની નિકાસને વેગ મળશે. ભારત સરકારે આયાતલક્ષી ઉત્પાદનો (inputs) માટેની નીતિ ઉદાર બનાવવા અંગેના તથા વ્યાપાર, રાજકોષીય અને નાણાકીય નીતિઓ દ્વારા માળખાકીય ફેરફારો અમલમાં લાવી સ્વદેશી માલને સ્પર્ધાત્મક ભૂમિકામાં મૂકી નિકાસ ઉત્તેજવાનો બે-પાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. એક મુખ્ય ફેરફાર તેના ટેરિફ બંધારણમાં કરાયો છે. પ્રો. રાજા ચેલૈયાની ચૅરમૅનશિપ નીચે કર-સુધારણા કમિટીની ભલામણો મુજબ, સરકારે આવી પેટ્રોરાસાયણિક નીપજોની આયાત તથા નિકાસ માટે કસ્ટમ ડ્યૂટી ખૂબ ઘટાડી છે. બીજા ફેરફારમાં સરકારે ઘરેલુ ઉત્પાદનની નિકાસ માટે વ્યાપારગત રાજકોષીય તથા નાણાકીય નીતિરીતિમાં મોટા બંધારણીય ફેરફારો કર્યા છે. ભારતીય ઉત્પાદક કંપનીઓને આયાતી માલના ભાવ સાથે હરીફાઈમાં રક્ષણ આપવા માટે સરકારે ખાસ પ્રકારની વધારાની આયાતજકાત પરદેશી રસાયણો ઉપર નાંખી છે. આમ છતાં સસ્તો આયાતી માલ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ઘટેલી માંગને કારણે પેટ્રોરસાયણ-પેદાશોની સ્થાનિક કિંમત દબાણ હેઠળ આવી છે.

એપ્રિલ 1998ની સરખામણીએ ડિસેમ્બર, 1998માં મુખ્ય પેટ્રોરસાયણ-નીપજોના ભાવમાં થયેલા ટકાવાર ફેરફાર સારણી 10માં દર્શાવ્યા છે.

સારણી 10 : પેટ્રોરસાયણોના સ્થાનિક ભાવનાં વલણો

નીપજ જૂન98

સરેરાશ

મૂળ કિંમત

ડિસેમ્બર 98

સરેરાશ

મૂળ કિંમત

રૂ./મેટ.

કિંમતમાં

ફેરફાર %

1 2 3 4
બહુલકો
LDPE (GP) 38,920 38,600 1
LLDPE (બ્યૂટિન) 34,800 34,260 2
HDPE (IM) 32,200 33,240 3
PP (HP) 30,560 30,950 1
PP (CP) 33,440 35,140 5
PVC (નિલંબન) 32,600 29,300 10
PS (GP) 34,100 31,600 7
HIPS 42,200 35,000 17
રેસા અને રેસામધ્યવર્તીઓ
PX 14,500 14,000 3
DMT 22,125 18,750 15
PTA 24,600 23,100 6
MEG (રેસા) 25,000 23,250 7
એક્રિલોનાઇટ્રાઇલ 33,000 33,750 2
કેપ્રોલેક્ટમ 71,000 63,000 11
PSF (1.5 D) 46,504 41,500 11
PFY (115-126 D) 60,007 52,000 13
PFY (230-245 D) 50,502 44,000 13
NFY 1,80,901 1,68,500 -7
AF 67,937 65,000 4
રસાયણો
નૅપ્થા 7,127 6,930 3
ઇથિલીન 23,000 22,000 4
પ્રોપિલીન 23,500 21,000 11
બ્યૂટાડાઇન 24,000 24,625 3
બેન્ઝિન 10,000 11,850 19
ટૉલ્યુઇન 10,500 12,064 15
ઑર્થોઝાયલીન 17,500 17,500 0
ફિનૉલ 40,000 28,000 – 30
મિથેનૉલ 8,500 7,375 13

ઉપરની સારણી દર્શાવે છે કે એપ્રિલ, 1998ની સરખામણીએ ઘણીખરી પેદાશોના ભાવ ડિસેમ્બર, 1998માં ઘટ્યા છે. આ ઘટાડો બે કારણોસર હોવાનું જણાય છે : સ્વદેશી કંપનીઓની પરદેશી કંપનીઓ સાથેની હરીફાઈ તથા સ્વદેશી કંપનીઓની અંદરોઅંદરની ભાવકાપ હરીફાઈ.

અગાઉનાં વર્ષો કરતાં 1996-97માં ઘણી પેટ્રોરાસાયણિક નીપજોના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો નીચા ભાવે મોટી માત્રામાં આયાતને કારણે હતો. વળી બીજું સંભવિત કારણ દેશમાંની રાજકીય અસ્થિરતા છે. 1997ના વચગાળાથી દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં શરૂ થયેલી આર્થિક કટોકટીની એકંદરે ઔદ્યોગિક વિકાસ પર ઊંડી અસર પડી છે, પણ સ્થાનિક પેટ્રોરસાયણ-ઉદ્યોગ પર તેની અસર પ્રમાણમાં અલ્પ પડે છે. ઘરેલુ ભાવોમાં ઘટાડો તથા સરકારના પીઠબળને કારણે પેટ્રોરસાયણોના ઉત્પાદનમાં વધારો થયો છે. મુખ્ય પેટ્રોરસાયણ-નીપજોના ઉત્પાદનનો વિકાસદર 1995-96થી 1997-98 દરમિયાન જે રહ્યો તે સારણી 11માં દર્શાવ્યો છે.

સારણી 11 : પેટ્રોરસાયણઉદ્યોગના ઉત્પાદનનો વિકાસદર (1995-98)

નીપજ જથ્થો (MT) આગલા વર્ષનીતુલનામાં ટકાવારી ફેરફાર
  1995-96 1996-97 1997-98 1996-97 1997-98
1 2 3 4 5 6
બહુલકો
LDPE/ LLDPE 274170 253446 349126 – 7.6 37.8
 HDPE 287940 281043 366219 – 2.4 30.3
PP 114760 200914 501133 75.1 149.4
PS 91230 87299 120062 – 4.3 37.5
PVC 496020 528356 679898 6.5 28.7
ABS 23480 26276 28435 11.9 8.2
SBR 35050 35662 27752 1.7 22.2
BR 21380 16117 33876 – 24.6 110.2
કુલ 1344030 1429113 2106537 6.3 47.4
રેસામધ્યવર્તીઓ
PX 226000 203963 202439 – 9.8 – 0.7
DMT 206840 206005 190611 – 0.4 – 7.5
PTA 248520 269619 683842 8.5 153.6
MEG 197930 187866 363638 – 5.1 93.6
એક્રિલોનાઇ ટ્રાઇલ 26600 27466 27602 3.3 0.5
કેપ્રોલેક્ટમ 112650 104521 98723 – 7.2 – 5.5
કુલ 750870 979177 1246458 30.4 27.3
રસાયણો
ઇથિલીન 548000 510142 1166490 – 6.9 128.7
પ્રોપિલીન 240000 246745 556451 2.8 125.5
બ્યૂટાડાઇન 29000 18548 115327 – 36.0 521.8
LPB 225120 223029 238036 – 0.9 6.7
EO 38000 49681 58396 30.7 17.5
બેન્ઝિન 216000 228468 336520 5.8 47.3
ટૉલ્યુઇન 67000 74090 79286 10.6 7.0
OX 28000 11168 15167 – 60.1 35.8
ફિનૉલ 63700 56000 68000 – 12.1 21.4
મિથેનૉલ 350000 367000 351000 4.9 4.4
કુલ 1804820 1784871 2984673 – 1.1 67.2

આ સારણી દર્શાવે છે કે બહુલકોના ઉત્પાદનના વિકાસદરમાં 1996-97ના 6.3 %ની સરખામણીમાં 1997-98માં 47.4 % વધારો થયો છે. આ રીતે કૃત્રિમ રેસા બનાવવાના મધ્યવર્તીઓના ઉત્પાદનમાં પણ 1997-98માં 56.8 % વધારો થયો છે. જોકે રેસાઓના ઉત્પાદનમાં વિકાસદર 1996-97ના 30.5 %થી ઘટીને 1997-98માં 27.3 % નોંધાયો છે. આ રીતે રાસાયણિક નીપજોનો વિકાસદર 1996-97માં જે 1.1 % હતો તે 1997-98માં વધીને 67.2 % થયો છે.

ગુજરાતમાં પેટ્રોરસાયણ-ઉદ્યોગ : ભારતમાં પેટ્રોરસાયણોના ઉદ્યોગનો પ્રથમ ઔદ્યોગિક એકમ યુનિયન કાર્બાઇડના નૅપ્થા-ક્રૅકર, LDPE તથા 2-ઇથાઇલ હેક્ઝેનૉલના પ્લાન્ટ દ્વારા મહારાષ્ટ્રના ચેમ્બુર ખાતે સ્થપાયો, પરંતુ વિકાસને ખરેખરો વેગ તો ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનની કોયલી રિફાઇનરીની નજીકમાં વડોદરા (ગુજરાત) ખાતે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ(IPCL)ની સ્થાપનાથી મળ્યો.

1968ના મેની ઓગણીસમીએ જર્મન ગણરાજ્યની ફ્રાઇડ-ક્રૂપ કંપની અને ભારતના રાષ્ટ્રપતિ વચ્ચે ટૅક્નૉલૉજિકલ કરાર થયા. 22 માર્ચ 1969માં IPCLની વિધિવત્ સ્થાપના થઈ. આ સિવાય અન્ય અગત્યનાં સીમાચિહ્નો નીચે સારણી 12માં દર્શાવ્યાં છે.

સારણી 12 : પેટ્રોરસાયણઉદ્યોગનાં સીમાચિહનો

તારીખ ઘટના
1 2
19 મે, 1968 ભારતના રાષ્ટ્રપ્રમુખ અને ફ્રાઇડ ક્રૂપ (g.m.b.h.) ચેમિયન લાગેનખોવ, ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની વચ્ચે થયેલો પ્રથમ  ટૅક્નૉલૉજી-કરાર. આ કરાર ગુજરાત ઍરોમૅટિક્સ પ્રૉજેક્ટ અંગે હતો.
22 માર્ચ, 1969 આઇ.પી.સી.એલ.ની સ્થાપના.
24 જન્યુઆરી, 1970 તે સમયના પેટ્રોલિયમ, રસાયણ ખાણો તથા ધાતુઓ અંગેના ખાતાના કેન્દ્રમંત્રી ડૉ. ત્રિગુણા સેને ગુજરાત ઍરોમૅટિક્સ પ્રૉજેક્ટની શિલારોપણવિધિ કરી.
7 મે, 1970 આઇ.પી.સી.એલ.ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર તથા લુમસ કં. યુ.કે. વચ્ચે ગુજરાત ઓલેફિન પ્રૉજેક્ટ નૅપ્થા-ક્રૅકર અંગેની ટૅક્નૉલૉજીની આપ-લે માટેના પ્રથમ કરાર અંગે હસ્તાક્ષર થયા.
29 જાન્યુઆરી, 1972 તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ગુજરાત ઓલેફિન પ્રોજેક્ટની શિલારોપણવિધિ કરી.
20 માર્ચ, 1973 ગુજરાત ઍરોમૅટિક્સ પ્રોજેક્ટ (ઝાયલીન પ્લાન્ટ) ચાલુ થયો.
14 ડિસેમ્બર, 1973 આઇ.પી.સી.એલ.ની નીપજની પ્રથમ નિકાસ. સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિ. (એસ.ટી.સી.) મારફતે આઇ.પી.સી.એલ.ના ઑર્થોઝાયલીનની કંડલા બંદરેથી નિકાસ.
28 માર્ચ, 1978 ગુજરાત ઓલેફિન પ્રોજેક્ટ (નૅપ્થા-ક્રૅકર) ચાલુ થયો.
15 માર્ચ, 1979 વડોદરા પેટ્રોકેમિકલ્સ સંકુલના બધા પ્લાન્ટ ચાલુ થયા.
30 માર્ચ, 1979 તે સમયના વડાપ્રધાન શ્રી મોરારજી ર. દેસાઈના હસ્તે વડોદરા સંકુલ દેશને અર્પણ.
6 ઑક્ટોબર, 1989 તે સમયના ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીના હસ્તે પેટ્રોકેમિકલ્સ અને ક્લૉર આલ્કલી સંકુલ, દહેજ(ગુજરાત)નું ખાતમુહૂર્ત.
3 જૂન, 1991 આઇ.પી.સી.એલ. જનરલ ઇલેક્ટ્રિક પ્લાસ્ટિક, બીવી નેધરલૅન્ડ્ઝ સાથે સંયુક્ત સાહસમાં જોડાતાં એક બહુરાષ્ટ્રીય કંપનીનું ઇક્વિટી થાપણ સાથે ભારતમાંના જાહેર વિભાગના એકમ સાથે સૌપ્રથમ જોડાણ.
26 માર્ચ, 1992 ગુજરાતમાં દહેજ ખાતે ગાંધાર તેલક્ષેત્રમાંથી મળતા વાયુ પર આધારિત પેટ્રોરસાયણ અને ક્લૉર આલ્કલી સંકુલ સ્થાપવા માટે રોકાણની અંતિમ મંજૂરી અપાઈ
IPCL ઉપરાંત ગુજરાતમાં મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ (RIL) પણ બીજી મુખ્ય કંપની છે. મહારાષ્ટ્રમાં પાતાળગંગા મુકામે શરૂઆત કર્યા બાદ તેનો એક મોટો એકમ સૂરત જિલ્લાના હજીરા મુકામે સ્થપાયો છે. ભારતની કુલ ઉત્પાદનક્ષમતાના સંદર્ભમાં IPCL તથા RILની ગુજરાતમાંની ઉત્પાદનક્ષમતાની સરખામણી નીચે સારણી 13માં દર્શાવી છે.

સારણી 13 : ગુજરાતમાંના મુખ્ય પેટ્રોરસાયણની ક્ષમતા

(1119-99ના રોજ)* (આંકડા : કિલોટન/વર્ષમાં)

નીપજો આઇપીસીએલ રિલાયન્સ આઇઓસી
ઇથિલીન 130 800
પ્રોપિલીન 107 365
બ્યૂટાડાઇન 36
બેન્ઝિન 24 235 45
ટૉલ્યુઇન 84 34
ઑર્થોઝાયલીન 47.5
LAB 43.5 75
MEG 14 340
PTA 700
DMT 30
PSF 180
PFY 120
LDPE 80
LLD/HDPE 400
PP 130 360
PVC 205 300
* સ્થાપિત ક્ષમતા

આમ દેશભરની પેટ્રોરસાયણ-ક્ષમતામાં ગુજરાતનો ખૂબ મોટો ફાળો જોઈ શકાય છે.

આ ચિત્ર 2002ની સાલ સુધી તો રહેશે. આ ઉપરાંત કેટલાક મહત્ત્વના એકમો (જુઓ સારણી 10) પણ ગુજરાતમાં અસ્તિત્વમાં આવી રહ્યા છે. આયોજિત કુલ નવી ક્ષમતા (12,250 કિ.ટન/વર્ષ) પૈકી ગુજરાતમાંની ક્ષમતા 36.48 % (4469 કિ.ટન/વર્ષ) જેટલી વધશે. વપરાશની દૃષ્ટિએ પણ ગુજરાતમાં પ્લાસ્ટિકનો વપરાશ (લગભગ 461 લાખની વસ્તીના અંદાજે) માથાદીઠ 8 કિગ્રા. છે. જ્યારે અખિલ ભારતીય ભૂમિકાએ 1.8 કિગ્રા./વર્ષ/વ્યક્તિ જેટલો જ છે. જથ્થાની દૃષ્ટિએ ભારતની કુલ વપરાશ 21થી 23 લાખ ટન 199798 માટે ધારવામાં આવેલી જેમાં ગુજરાતનો ફાળો લગભગ 20 % જેટલો એટલે કે 4.5 લાખ ટન જેટલો અંદાજાયેલો. ભારતભરમાં ફેલાયેલા પ્લાસ્ટિક પ્રોસેસિંગના 12,000 એકમોમાંથી ગુજરાતમાં સૌથી મોટી સંખ્યામાં આવા એકમો આવેલા છે. આ સંખ્યામાં આવતાં વરસો દરમિયાન વધારો થવાનો જ છે.

આલોક ગોયેલ

રસીદ મસૂદ

અનુ. જ. પો. ત્રિવેદી

પ્રહલાદ બે. પટેલ