પ્રહલાદ બે. પટેલ

અણુ

અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…

વધુ વાંચો >

અણુભાર (Molecular weight)

અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…

વધુ વાંચો >

અણુવક્રીભવન (molar refraction)

અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ. RM =  અણુવક્રીભવન,  = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ,…

વધુ વાંચો >

અદભુત કાર્બ-સંયોજનો

અદભુત કાર્બ-સંયોજનો (fascinating organic compounds) : વિવિધ પ્રકારના અટપટા આકાર અણુબંધારણ  ધરાવતાં કાર્બનિક સંયોજનો. નીચે દર્શાવેલ કેટલાક અણુઓનાં બંધારણ જોતાં જ તેની અદભુતતા સ્પષ્ટ સમજાશે. ડીવાર બેન્ઝિનનો આકાર ઉઘાડેલ પુસ્તક જેવો, પ્રિઝમેનનો પ્રિઝમ (ત્રિપાર્શ્વ) જેવો, ક્યૂબેનનો ઘન જેવો, ફેરોસીનનો સૅન્ડવિચ જેવો, બાસ્કેટીનનો બાસ્કેટ જેવો અને ઍડેમેન્ટેનનો આકાર પાંજરા જેવો છે, જ્યારે…

વધુ વાંચો >

અધિશોષણ

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ…

વધુ વાંચો >

અધિશોષણ-સૂચકો

અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે. ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ…

વધુ વાંચો >

અનુચુંબકત્વ

અનુચુંબકત્વ (paramagnetism) : પ્રબળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં ક્ષેત્રની દિશામાં નિર્બળ આકર્ષણ અનુભવવાનો પદાર્થનો ગુણધર્મ. આ ઘટનાનો અભ્યાસ સૌપ્રથમ માઇકેલ ફેરેડેએ 1845માં કર્યો હતો. જો પદાર્થ આકર્ષણ લગાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય તો તે ગુણધર્મ પ્રતિચુંબકત્વ (diamagnetism) કહેવાય. બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવા છતાં અસરની પ્રબળતા ઓછી હોય…

વધુ વાંચો >

અર્ગોસ્ટેરોલ

અર્ગોસ્ટેરોલ : માઇકોસ્ટેરોલ વર્ગનું સંયોજન. આ અર્ગટ (અનાજ ઉપરની એક પ્રકારની ફૂગ) તથા યીસ્ટમાં મળી આવે છે. તે સફેદ, સ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય પદાર્થ છે. તેનું ગ.બિ. 1630 સે. અને અણુસૂત્ર C28H44O છે. પારજાંબલી પ્રકાશની અસરથી તેનું કેલ્સિફેરોલ(વિટામિન D2)માં નીચે દર્શાવેલ સોપાનો મારફત રૂપાંતર થાય છે. વિટામિન…

વધુ વાંચો >

અળશીનું તેલ

અળશીનું તેલ : અળશીનાં બીને પીલીને અથવા દ્રાવક નિષ્કર્ષણથી મેળવાતું તેલ. તેલ માટે ઉગાડાતી જાતના છોડનાં રાડાં ટૂંકાં, વધુ શાખાવાળાં અને વધુ બી આપનાર હોય છે. સોનેરી પીળા રંગનું તેલ ઑક્સિજન શોષીને શુષ્ક પડ (dry film) આપવાનો ગુણ ધરાવે છે, તેથી તે સુકાતા તેલ(drying oil)ના વર્ગમાં ગણાય છે. તેમાં લિનોલેનિક…

વધુ વાંચો >

આઇસોપ્રીન

આઇસોપ્રીન (isoprene) : 2-મિથાઇલ – 1,3 – બ્યૂટાડાઈન. તેનું સૂત્ર CH2 = C(CH3)-CH = CH2 છે. તે રંગવિહીન પ્રવાહી છે. ઉ. બિ. 34.1, વિ. ઘ. 0.862. કુદરતમાં તે મળતું નથી પરંતુ ડામર, નેપ્થા, રબર વગેરેનું વિચ્છેદક નિસ્યંદન (destructive distillation) કરવાથી તે મળે છે. ઑટો વેલાકે ટર્પીનના બંધારણીય એકમ તરીકે આઇસોપ્રીનને…

વધુ વાંચો >