અનુ. જ. પો. ત્રિવેદી

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ : કૃત્રિમ રેસાઓ અંગેનો ઉલ્લેખ છેક સન 1664માં ફ્રેંચ વૈજ્ઞાનિક રોમરે (Rene A. F. Reumur) શક્યતા રૂપે કરેલો. સન 1854માં કૃત્રિમ રેસા અંગેનો પ્રથમ પેટન્ટ કાઉન્ટ હીલેઈરે (Hilaire de Chardonnet) લીધેલો. પૅરિસમાં સન 1889માં સૌપ્રથમ વાર નાઇટ્રોસેલ્યુલોઝના રેસાઓ પ્રદર્શનમાં દર્શાવાયેલા. સન 1924માં વિસ્કોસ રેયૉન અસ્તિત્વમાં આવ્યું.…

વધુ વાંચો >

ખનન

ખનન (mining) : ભૂગર્ભમાં રહેલ ખનિજસંપત્તિને બહાર લાવવાની કાર્યવહી. ખનિજસંપત્તિ એ એવા પ્રકારની અસ્કામત છે જેમાં સમય જતાં ઘટાડો થતો હોય છે, આથી ખનન વૈજ્ઞાનિક તથા શાસ્ત્રીય પદ્ધતિથી બને તેટલી કરકસરયુક્ત રીતે, પર્યાવરણ-સંતુલન તથા કામદારો અને કર્મચારી વર્ગની સુખાકારી વગેરે બાબતો ઉપર ધ્યાન આપીને યોજવું જરૂરી છે. (1) ભારતમાં ખનનવિજ્ઞાન…

વધુ વાંચો >

પેટ્રોરસાયણ-ઉદ્યોગ (petrochemical industry)

પેટ્રોરસાયણ–ઉદ્યોગ (petrochemical industry) કુદરતી વાયુના ઘટકો, પેટ્રોલિયમ અંશો (petroleum fractions) અને તેમની આડપેદાશમાંથી મળતાં રસાયણોને લગતો ઉદ્યોગ. પેટ્રોરસાયણો મહદ્અંશે કાર્બનિક હોય છે. વિશ્વના ઉત્પાદનના લગભગ 90 % જેટલાં કાર્બનિક રસાયણો નૅપ્થા, રિફાઇનરી વાયુઓ, કુદરતી વાયુ, NgL અને ઇંધન તેલ જેવાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનમાંથી મેળવવામાં આવે છે. એમોનિયા, સલ્ફર તથા કાર્બન બ્લૅક…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – જોરહાટ

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, જોરહાટ : સીએસઆઈઆર (CSIR) સ્થાપિત વિવિધ પ્રયોગશાળાઓમાંની એક. ઈશાન ભારતના પ્રદેશોની કુદરતી સંપત્તિ આધારિત એવી સ્વદેશી ટૅકનૉલૉજી વિકસાવવા આ સંસ્થા કાર્ય કરે છે કે જે ગુણવત્તા, કિંમત તથા ક્ષમતાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હોય. સંસ્થાની સંશોધન તથા વિકાસ શાખા મુખ્યત્વે તેલક્ષેત્રોમાંથી મળતાં રસાયણો, કૃષિ-રસાયણો, સુગંધી દ્રવ્યો…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભુવનેશ્વર

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા…

વધુ વાંચો >

વિભ્રામકો (hallucinogens)

વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની…

વધુ વાંચો >

હૉસ્પિટલ-ફાર્મસી

હૉસ્પિટલ-ફાર્મસી : હૉસ્પિટલ-વ્યવસ્થાપન(પ્રબંધ)માં વ્યાવસાયિક દૃષ્ટિએ સુયોગ્ય તથા કાયદાકીય પાત્રતા ધરાવતા ફાર્મસિસ્ટના માર્ગદર્શન હેઠળ સંચાલિત વિભાગ, સેવા અને સેવાક્ષેત્ર. હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ એ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા બહારના (outdoor) અને અંદરના (indoor) દર્દીઓ માટે સૂચવાયેલી (prescribed) દવાઓના વિતરણ અને વહેંચણી માટે જ નહિ; પરંતુ ઔષધ-ભંડાર(drug store)ના વ્યવસ્થાપન (management), ઔષધોના ઉત્પાદન તેમજ દવાની (ખાસ…

વધુ વાંચો >