Chemistry

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અકાર્બનિક રસાયણ

અકાર્બનિક રસાયણ (Inorganic Chemistry)  હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સિવાયના પદાર્થોના અભ્યાસને આવરી લેતી રસાયણશાસ્ત્રની અગત્યની શાખા. તેમાં પરમાણુ-સંરચના, સ્ફટિકવિદ્યા, રાસાયણિક આબંધન (bonding), સવર્ગ સંયોજનો, ઍસિડ-બેઝ પ્રક્રિયાઓ, સિરેમિક્સ તેમજ વીજરસાયણની કેટલીક ઉપશાખાઓનો સમાવેશ થાય છે. કાર્બનિક સંયોજનોની માફક, અકાર્બનિક સંયોજનોને અને સ્ફટિકોને ચોક્કસ સંરચના હોય છે. કાર્બધાત્વિક (organometallic) સંયોજનોનો અભ્યાસ 1952…

વધુ વાંચો >

અગત્યના વાયુઓ

અગત્યના વાયુઓ : નાઇટ્રોજન (N2)  હવામાં તે 78.06% રહેલો છે. આ નિષ્ક્રિય વાયુ છે. વાતાવરણમાં હોવાથી પ્રાણવાયુ (ઑક્સિજન)ની દાહક અસર ઓછી થાય છે. પ્રોટીનનિર્માણ માટે આ મહત્ત્વનું તત્ત્વ છે. તેમાંથી અનેક પ્રકારનાં રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. પ્રાણીઓને પ્રોટીનવાળા ખોરાકમાંથી જરૂરી નાઇટ્રોજન મળી રહે છે. શીતક તરીકે પણ તે ઉપયોગી…

વધુ વાંચો >

અગ્નિરોધન

અગ્નિરોધન (fire-proofing) : દહનશીલ પદાર્થના દહનના વેગને ઘટાડી શકે તેવી પ્રવિધિ. આગ માટે બળતણ, ઑક્સિજન અને ગરમી – આગત્રિકોણ – જરૂરી છે. આ ત્રિપુટીમાંથી એકને દૂર કરતાં આગ બુઝાઈ જાય છે. આધુનિક સંશોધને આમાં ચોથું પરિબળ – મુક્ત મૂલકો (free radicals) – ઉમેર્યું છે. આગ સતત ચાલુ રહેવાનું કારણ મુક્ત…

વધુ વાંચો >

અચળ પ્રમાણનો નિયમ

અચળ પ્રમાણનો નિયમ (law of definite proportion) : રાસાયણિક સંયોજનનો એક નિયમ. ‘એક જ રાસાયણિક સંયોજનના બધા શુદ્ધ નમૂનાઓમાં એક જ પ્રકારનાં રાસાયણિક તત્ત્વો એક જ વજન પ્રમાણમાં જોડાયેલાં હોય છે. દા.ત., સિલ્વર ક્લોરાઇડને વિવિધ રીતે બનાવીએ તોપણ સિલ્વરનું વજન : ક્લોરિનનું વજન હંમેશાં 107.868 : 35.453 હોય છે. પ્રાઉસ્ટે…

વધુ વાંચો >

અજલીય દ્રાવકો

અજલીય દ્રાવકો (nonaqueous solvents) જળ સિવાયનાં દ્રાવકો. અજલીય દ્રાવકોનો ઉપયોગ સંશ્લેષણ, વિશ્લેષણ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવામાં આવતાં તેઓની અગત્ય વધી છે. પાણીમાં ન થઈ શકે તેવી પ્રક્રિયાઓ અજલીય દ્રાવકોમાં સફળતાપૂર્વક કરી શકાય છે. દા.ત., પ્રવાહી એમોનિયામાં AgCl અને Ba(NO3)2ની પ્રક્રિયા કરતાં BaCl2ના અવક્ષેપ મળે છે. અજલીય દ્રાવકોમાં ઍસિડ-બેઝ, અવક્ષેપન…

વધુ વાંચો >

અણુ

અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…

વધુ વાંચો >

અણુઓના આકાર

અણુઓના આકાર : જુઓ, સંયોજકતા

વધુ વાંચો >

અણુકક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory, MOT)

અણુકક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory, MOT) : અણુમાં આવેલા ઇલેક્ટ્રૉન સાથે સંકળાયેલ વિવિધ ઊર્જા-સપાટીઓના વર્ણન સાથે સંબંધિત ક્વૉન્ટમ-યાંત્રિકીય (quantum-mechanical) પરિરૂપ (model). કોઈ પણ પરમાણુ કે અણુની ઇલેક્ટ્રૉન પ્રણાલીની ઊર્જાની ગણતરી કરવા માટે તેનો (i) હેમિલ્ટનકારક (Hamiltonian), H, અને (ii) તેના માટેનો તરંગવિધેય (wave function), y જોઈએ. એક ઇલેક્ટ્રૉન અને એક…

વધુ વાંચો >

અણુકક્ષકો

અણુકક્ષકો (molecular orbitals) : પરમાણુકક્ષકોના સંયોજનથી બનતી કક્ષકો. બે કે વધુ પરમાણુઓ સંયોજિત થતાં અણુ બને છે. પરમાણુઓના ઇલેક્ટ્રૉનની શક્યતા દર્શાવતા ક્ષેત્રને પરમાણુકક્ષક કહે છે. પરમાણુકક્ષકના સંયોજનથી અણુકક્ષકો બને છે. પરમાણુકક્ષકો એક કેન્દ્રની આસપાસ અવકાશમાં ફેલાયેલી હોય છે અને તેને વર્ણવવા ગણિતીય તરંગવિધેય (mathematical wavefunction) હોય છે. અણુકક્ષક બહુકેન્દ્રીય હોય…

વધુ વાંચો >