નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે.

નિચક્ષુની વંશાવળી :

નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં મળે છે : ઉષ્ણ, ચિત્રરથ, શુચિદ્રથ, વૃષ્ણિમત, સુષેણ, સુનીથ, રુચ અને નૃચક્ષુ.

ભારતી શેલત