Zoology

કોષરસીય આનુવંશિકતા

કોષરસીય આનુવંશિકતા (cytoplasmic inheritance) : કોષ-રસમાં આવેલાં જનીનતત્વોની અસર હેઠળ ઉદભવતાં વારસાગત લક્ષણો. કોષરસનું આનુવંશિક દ્રવ્ય, જે સ્વપ્રજનન કરી શકે છે તેને પ્લાસ્મૉન (plasmon) કહે છે અને કોષરસીય આનુવંશિકતા એકમોને કોષરસીય જનીનો (plasmagenes) તરીકે ઓળખાવાય છે. કોષરસીય આનુવંશિકતામાં સામાન્યત: માતૃત્વની અસર જોવા મળે છે; કારણ કે પ્રાણીના શુક્રકોષમાં કે વનસ્પતિના…

વધુ વાંચો >

કોષવંશ

કોષવંશ (cell line) : એકલ કોષના સંવર્ધનથી બનેલ અને આનુવંશિકતાની ર્દષ્ટિએ સમરૂપ એવા કોષોનો સમૂહ. આવા સમૂહમાં આવેલા બધા કોષોનાં લક્ષણો એકસરખાં હોય છે. જોકે પર્યાવરણની અસર હેઠળ અથવા તો વિકૃતિને લીધે કેટલાક વંશજોમાં ભિન્નતા જોવા મળે છે. એકાદ વ્યક્તિમાં વૃદ્ધિ પામતા અર્બુદ(tumour)ના કોષો એકસરખા હોય છે. દુર્દમ્ય (malignant) અર્બુદના…

વધુ વાંચો >

કોષવિભાજન

કોષવિભાજન : સજીવ કોષનું બે કોષમાં વિભાજન કરતી જૈવી પ્રક્રિયા. કોષવિભાજનમાં કોષના જનીનદ્રવ્ય (DNA) અને અન્ય ઘટકોનાં વારસાગત લક્ષણો જળવાય તે રીતે ભાગ પાડીને સંતાનકોષો બને છે. બૅક્ટેરિયા જેવા અસીમકેન્દ્રી કે અનાવૃતકેન્દ્રી (prokaryotic) કોષમાં જનીનદ્રવ્ય, માળા જેવા એક ગોળ તંતુરૂપે કોષરસપડને વળગેલું હોય છે. કોષવિકાસ દરમિયાન દ્વિગુણન થવાથી તેમાંથી આબેહૂબ…

વધુ વાંચો >

કોષસિદ્ધાંત : જુઓ કોષ.

કોષસિદ્ધાંત : જુઓ કોષ

વધુ વાંચો >

ક્રુજર રાષ્ટ્રીય ઉદ્યાન

ક્રુજર રાષ્ટ્રીય ઉદ્યાન (Kruger National Park) : દક્ષિણ આફ્રિકામાં આવેલો, દુનિયાનો મોટામાં મોટો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 24° 00’ દ. અ. અને 31° 40’ પૂ. રે.. ઈશાન ટ્રાન્સવાલમાં આવેલા આ ઉદ્યાનની દક્ષિણે ક્રોકોડાઇલ નદી, ઉત્તરે લિમ્પોપો અને લુહુ નદીઓ, પૂર્વ તરફ મોઝામ્બિક દેશની સીમા તથા લિબોમ્બો પર્વતો આવેલા છે.…

વધુ વાંચો >

ક્લૅમાયડિયા

ક્લૅમાયડિયા : ક્લૅમાયડિએસી કુળના બૅક્ટેરિયાની એક પ્રજાતિ. માનવસહિત અન્ય સસ્તનો અને પક્ષીઓમાં કોષાંત્રીય (intracellular) પરોપજીવી જીવન પસાર કરનાર આ સૂક્ષ્મ જીવો સામાન્યપણે વાઇરસ કરતાં સહેજ મોટા, જ્યારે સામાન્ય બૅક્ટેરિયા કરતાં નાના એટલે કે 0.2 mmથી 1.5 mm કદના હોય છે. ક્લેમાયડિયા અચલ, ગોળાકાર અને ગ્રામઋણી(gram negative) હોય છે અને તે…

વધુ વાંચો >

ક્લોન

ક્લોન : એકલ પૂર્વજમાંથી અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન અને એકસરખાં જનીનો ધરાવતા સજીવોનો સમૂહ. જો પ્રજનક(parent) વિશિષ્ટ પર્યાવરણમાં સારી રીતે વિકાસ પામેલો હોય તો તેનાં ક્લોન સંતાનો પણ તેવા પર્યાવરણમાં સ્થિર અને લાભકારી જીવન પસાર કરતાં હોય છે; પરંતુ પર્યાવરણ બદલાતાં, અલિંગી પ્રજનનને લીધે આવાં સંતાનોનાં જનીનોમાં કોઈ પણ જાતના…

વધુ વાંચો >

ખચ્ચર (mule)

ખચ્ચર (mule) : ગધેડો અને ઘોડીના સંકરણ(cross breeding)ની સંતતિ. ઘોડા અને ગધેડીના સંકરણથી પેદા થતા ખચ્ચરને હિની કહે છે. ગધેડાની જેમ ખચ્ચરના કાન લાંબા, પૂંછડી ગુચ્છાદાર, પગ કિંચિત્ પાતળા અને ખરીવાળા હોય છે; જ્યારે ઊંચાઈ ને વજનમાં તે ઘોડાને મળતું હોય છે. અવાજ ગધેડા જેવો અને સ્વભાવ સહેજ હઠીલો હોય…

વધુ વાંચો >

ખડમાંકડી

ખડમાંકડી (praying mantis) : શ્રેણી dictyoptera, કુળ Mantidaeનો સામાન્યપણે ભજની (પ્રાર્થી) – મૅન્ટિસ તરીકે ઓળખાતો કીટક. ખડ(ઘાસ)ના રંગનું અને તેના જેટલું પાતળું દેખાતું આ જીવડું આશરે 5.0 સેમી. જેટલું લાંબું હોય છે, તેના અગ્રપાદો કંટકયુક્ત હોય છે, જ્યારે તેની આંખ ઊપસેલી દેખાય છે. લાંબા અગ્રપાદો ધરાવતું આ પ્રાણી વિશ્રામ સ્થિતિમાં…

વધુ વાંચો >

ખપેડી

ખપેડી : પાકને નુકસાન કરતી જીવાત. સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રિડિડી કુળનો કીટક. તેનાં બચ્ચાં મધ્યમ કાળાશ પડતાં, શરીરે ખરબચડાં અને ભિન્ન ભિન્ન ટપકાંવાળાં હોય છે. તે ઘઉં, બાજરી, તલ, શણ, જુવાર, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, નાઇઝર, શાકભાજી, અફીણ, ચણા, તૈલી પાક અને ગળી જેવા પાકોને નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ…

વધુ વાંચો >