World history

ઇવાકુરા, ટોમોમી

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883 ટોક્યો સિટી) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના…

વધુ વાંચો >

ઇંગ્લૅન્ડ

ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…

વધુ વાંચો >

ઈથિયોપિયા

ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…

વધુ વાંચો >

ઈરાન

ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…

વધુ વાંચો >

ઉઝબેકિસ્તાન

ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે  જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં…

વધુ વાંચો >

ઉદારમતવાદ

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું…

વધુ વાંચો >

ઉમૈય્યા (બનુ)

ઉમૈય્યા (બનુ) (ઈ. સ. છઠ્ઠી સદી) : કુરૈશના ખ્યાતનામ અને ધનવાન અરબ કબીલાના સરદાર. તેઓ કુરૈશનું સેનાપતિપદ ધરાવતા હતા. ઉમૈય્યાના  પૌત્ર અબૂ સુફયાનના પુત્ર અમીર મુઆવિયાએ ઉમૈય્યા વંશની સ્થાપના કરી. તે વંશે ઈ. સ. 661થી 749 સુધી મુસ્લિમ જગત પર અને ઈ. સ. 756થી 1031 સુધી સ્પેન ઉપર રાજ્ય કર્યું.…

વધુ વાંચો >

ઉર

ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા…

વધુ વાંચો >

ઉશમલ

ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે.…

વધુ વાંચો >

એઉક્રતિદ

એઉક્રતિદ (યુક્રેટિડિસ): દિમિત્રનો પ્રતિસ્પર્ધી યવન રાજા (ઈ. પૂ. ત્રીજી શતાબ્દીની પૂર્વાર્ધ). બૅક્ટ્રિયાનો બાહલિક રાજા દિમિત્ર ભારત ઉપર ચઢાઈમાં રોકાયેલો હતો. તે દરમિયાન બૅક્ટ્રિયાનું રાજ્ય એઉક્રતિદ (એના સિક્કા પરના પ્રાકૃત લખાણમાં ‘એઉક્રતિદ’ રૂપ પ્રયોજાયું છે) નામે યવન પ્રતિસ્પર્ધીએ પડાવી લીધું, પણ આ સમાચાર મળતાં ડિમેટ્રિયસ તરત જ બાહલિક પાછો ફર્યો ને…

વધુ વાંચો >