World history
સાયરસ મહાન
સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો…
વધુ વાંચો >સારગોન (મહાન)
સારગોન (મહાન) (ઈ. પૂ. 2334-2278) : વિશ્વનું સૌપ્રથમ મોટું સામ્રાજ્ય સ્થાપનાર રાજા. એણે આશરે 56 વર્ષ રાજ્ય કરીને મેસોપોટેમિયા (અત્યારનું ઇરાક) અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એ સામ્રાજ્યમાં મેસોપોટેમિયા, સીરિયા, એનેટોલિયા અને એલમ(પશ્ચિમ ઈરાન)નો સમાવેશ થતો હતો. સારગોન એક શક્તિશાળી લશ્કરી નેતા અને વહીવટકર્તા હતો. કાયમી લશ્કર રાખનાર…
વધુ વાંચો >સારગોન રાજાઓ
સારગોન રાજાઓ : સારગોન 1લો (શાસનકાળ ઈ. પૂ. 1850) : મેસોપોટેમિયામાં ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીઓના મુખપ્રદેશ પાસેનો સુમેર અને અક્કડનો રાજા. રાજા સારગોન 1લાએ પર્શિયાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધીના વિસ્તારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. દંતકથા એવી છે કે સારગોન સામાન્ય કુટુંબમાં જન્મ્યો હતો. તેણે કિશના રાજા ઉર-ઇલ્બા સામે ક્રાંતિની આગેવાની લીધી…
વધુ વાંચો >સિકંદર (ઍલેક્ઝાંડર ધ ગ્રેટ)
સિકંદર (ઍલેક્ઝાંડર, ધ ગ્રેટ) (જ. ઈ. પૂ. 356, પેલ્લા, મેસિડોનિયા; અ. 13 જૂન 323, બેબિલોન) : મેસિડોનિયાનો રાજા અને મહાન સેનાપતિ. તેનો પિતા ફિલિપ બીજો મેસિડોનિયાનો સમ્રાટ હતો. (ઈ. પૂ. 360થી ઈ. પૂ. 336). ફિલિપનું ખૂન થતાં સિકંદર(ઍલેક્ઝાંડર)ને ઉમરાવોએ રાજગાદી સોંપી (ઈ. પૂ. 336). તેણે પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે ગ્રીક…
વધુ વાંચો >સિંઘલ સી. આર.
સિંઘલ, સી. આર. : પ્રસિદ્ધ સિક્કાનિષ્ણાત. તેમનું અધ્યયન-સંશોધન મોટેભાગે મુઘલ યુગના સિક્કાઓ અને તેની આનુષંગિક બાબતો અંગેનું રહ્યું છે. સલ્તનત અને મુઘલ સમય તે કાળના વિભિન્ન પ્રકારના સિક્કાઓથી સમૃદ્ધ રહ્યો છે. આ સિક્કાઓ તૈયાર કરવા માટેની ટંકશાળાઓ પણ મુઘલ સામ્રાજ્યના વિભિન્ન પ્રાન્તોમાં આવેલ. સિંઘલે આ અંગે ‘Mint-Towns of the Mughal…
વધુ વાંચો >સિંહાનુક નોરોદોમ
સિંહાનુક નોરોદોમ (જ. 31 ઑક્ટોબર 1922, ફેનોમ પેન્હ, કંબોડિયા) : કંબોડિયાના રાજા, વડાપ્રધાન, રાજ્યના વડા અને પ્રમુખ. તેમનું પૂરું નામ સામદેહ પ્રીચ નોરોદોમ સિંહાનુક. 1941માં માત્ર 18 વર્ષની વયે તેઓ ગાદીનશીન થયા હતા. 1955 સુધી તેઓ રાજા રહ્યા. સિંહાનુક નોરોદોમ બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાનના ઉત્તેજનથી તેમણે કંબોડિયાની સ્વતંત્રતા ઘોષિત…
વધુ વાંચો >સીઝર જુલિયસ
સીઝર, જુલિયસ (જ. 12 જુલાઈ, ઈ. પૂ. 100, રોમ; અ. 15 માર્ચ, ઈ. પૂ. 44, રોમ) : પ્રાચીન રોમનો સુપ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ. તેનો જન્મ રોમના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. 17 વર્ષની વયે તે લુસિયસ કૉર્નેલિયસ સિનાની પુત્રી કૉર્નેલિયા સાથે પરણ્યો. તે ઈ. પૂ. 68માં અવસાન પામી. લગ્ન…
વધુ વાંચો >સીમોન
સીમોન (જ. ઈ. પૂ. 510; અ. ઈ. પૂ. 449, સિટિયમ, સાયપ્રસ) : ઍથેન્સનો રાજપુરુષ અને સેનાપતિ. મિલ્ટિયાડિસનો પુત્ર સીમોન ઈ. પૂ. 480માં થયેલ સાલેમિસની લડાઈમાં જાણીતો થયો હતો. તે પછી ઍથેન્સમાં તે રૂઢિચુસ્ત પક્ષનો નેતા બન્યો અને ઈ. પૂ. 476થી 462 દરમિયાન તે ઍથેન્સનાં સૈન્યોનો સરસેનાપતિ હતો. ઈ. પૂ.ની 5મી…
વધુ વાંચો >સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર)
સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર) : માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યે ખોદીને કાઢેલી અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકીની એક. સુવર્ણખનનની નોંધો ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબ્રૂ ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાંથી મળી રહે છે. મિસર અને બૅબિલોનિયાના નવપાષાણ યુગના સ્તરોમાંથી 8,000 વર્ષ જૂના સુવર્ણ-અલંકારોના અવશેષો મળેલા હોવાની નોંધ છે. ભારત તેમજ અન્ય દેશોની…
વધુ વાંચો >સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song)
સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song) (જ. ઈ. સ. 1020, નાન–અન, ફ્યુજિયન પ્રૉવિન્સ, ચીન; અ. ઈ. સ. 1101, કાઇફેન્ગ) : ચીનના સાગ વંશનો મુત્સદ્દી, મહેસૂલને લગતા કાર્યનો વ્યવસ્થાપક, ખગોળશાસ્ત્રી, કાલમાપનવિદ્યાનો જ્ઞાતા (horologist), ઔષધવિદ્યામાં પારંગત, પ્રકૃતિશાસ્ત્રી અને કુશળ શોધક – ઇજનેર. ઈ. સ. 723થી 725ની વચ્ચેના સમયગાળામાં જગતનું પહેલું યાંત્રિક ઘડિયાળ…
વધુ વાંચો >