World history
વીન, ઉ ને (ને વીન, ઉ)
વીન, ઉ ને (ને વીન, ઉ) (જ. 24 મે 1911, પોંગડેલ, મ્યાનમાર) : મ્યાનમારના સેનાપતિ, વડાપ્રધાન અને પ્રમુખ. અગાઉ તેમનું નામ મોંગ શુ મોંગ હતું. તેમણે રંગૂનની યુનિવર્સિટી કૉલેજમાં 1929થી 1931 સુધી અભ્યાસ કર્યો અને 1936માં મ્યાનમાર(બર્મા)ની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાનના મ્યાનમાર પરના આક્રમણ પછી, 1941માં મ્યાનમારની…
વધુ વાંચો >વીરમ મુનિવર
વીરમ મુનિવર (જ. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; અ. 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને…
વધુ વાંચો >વૂ તિ (Wu Ti)
વૂ તિ (Wu Ti) (જ. ઈ. પૂ. 156; અ. 29 માર્ચ ઈ. પૂ. 87) : ચીન દેશના પશ્ચિમી હાન વંશનો પ્રતાપી સમ્રાટ. ચીનના ઇતિહાસના અગ્રગણ્ય અને પ્રસિદ્ધ શાસકોમાંના એક. સોળ વર્ષની ઉંમરે ગાદીએ બેસીને હાન વંશમાં સૌથી લાંબું શાસન (ઈ. પૂ. 140 – ઈ. પૂ. 87) કર્યું. અન્ય રાજવંશોમાં થયેલા…
વધુ વાંચો >વૅટિકન સિટી
વૅટિકન સિટી : યુરોપમાં આવેલો દુનિયાભરનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 41° 54´ ઉ. અ. અને 12° 27´ પૂ. રે.. તેનો વિસ્તાર 44 હેક્ટર જેટલો છે. દુનિયાના સૌથી મોટા ગણાતા રોમન કૅથલિક ચર્ચના આધ્યાત્મિક અને રાજકીય મથક તરીકે તેની ગણના થાય છે. તે કરોડો રોમન કૅથલિક પર આધ્યાત્મિક…
વધુ વાંચો >વેનિસ (વેનેઝિયા)
વેનિસ (વેનેઝિયા) : ઇટાલીના ઈશાન કાંઠે આવેલું મહત્વનું શહેર, બંદર તથા આજુબાજુના ટાપુઓનો સમાવેશ કરતું પરગણું. ભૌગોલિક સ્થાન : તે 45° 27´ ઉ. અ. અને 12° 21´ પૂ. રે. પર આવેલું છે અને 7 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પરગણાનો વિસ્તાર 70 ચોકિમી. જેટલો થાય છે. ઇટાલીના ઈશાનકોણમાં ઍડ્રિયાટિક સમુદ્રના…
વધુ વાંચો >વેન્ડલ (જાતિ)
વેન્ડલ (જાતિ) : પ્રાચીન કાળમાં યુરોપીય વિસ્તારમાં વસતી જર્મન ટોળીઓમાંની એક ટોળી. પ્રાચીન સમયના લેખકો બધી જ ટ્યૂટોનિક ટોળીઓના સમૂહને માટે ‘વેન્ડલ’ શબ્દપ્રયોગ કરતા હતા. રોમન ઇતિહાસકાર પ્લિનીએ વેન્ડલોનો બર્ગન્ડી અને ગોલ પ્રદેશમાં વસતી જાતિ તરીકે ઉલ્લેખ કર્યો છે. સમ્રાટ ઓરેલિયનના શાસન દરમિયાન વેન્ડલોએ પાનોનિયા ઉપર આક્રમણ કર્યું હતું અને…
વધુ વાંચો >વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ
વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ : પતિ અને પત્ની બંને બ્રિટિશ સમાજસુધારકો અને ગ્રેટ બ્રિટનની મજૂર-ચળવળનાં પ્રસિદ્ધ ઇતિહાસકારો. સિડની જેમ્સ વેબ(જ. 13 જુલાઈ 1859, લંડન; અ. 13 ઑક્ટોબર 1947, લિફુક, હેમ્પશાયર, ઇંગ્લૅન્ડ)ના પિતા હિસાબનીશ હતા. ઈ. સ. 1885માં સિડની બ્રિટિશ સમાજવાદીઓની સંસ્થા ફેબિયન સોસાયટીમાં જોડાયા. તેઓ જીવનભર આ સોસાયટીના આગેવાન રહ્યા…
વધુ વાંચો >વેલેરા, ઇમન ડી
વેલેરા, ઇમન ડી (જ. 1882, ન્યૂયૉર્ક સિટી; અ. 1975) : આઇરિશ રાજપુરુષ, રીપબ્લિક ઑવ્ આયર્લૅન્ડના વડાપ્રધાન અને પ્રમુખ. તેમના પિતા સ્પૅનિશ અને માતા આઇરિશ હતાં. તેમણે આયર્લૅન્ડમાં ડબ્લિનમાં બ્લૅકરૉક કૉલેજ અને રૉયલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. કેટલીક ડિગ્રીઓ મેળવ્યા બાદ તેમણે જુદી જુદી કૉલેજો અને શિક્ષણ-સંસ્થાઓમાં ગણિતશાસ્ત્ર, ફ્રેન્ચ અને લૅટિન…
વધુ વાંચો >વેસપાસિયન
વેસપાસિયન (જ. ઈ. સ. 9, રીટ, રોમથી ઈશાનમાં; અ. ઈ. સ. 79, રોમ) : રોમન સમ્રાટ. તેનું આખું નામ ટિટસ ફ્લેવિયસ વેસપાસિયેનસ હતું. તે સેનેટર બન્યો અને ઈ. સ. 43 અને 44 દરમિયાન બ્રિટન જીતવા માટે લશ્કરનો સેનાપતિ હતો. ઈ. સ. 67માં સમ્રાટ નીરોએ જુડિયામાં થયેલ યહૂદીઓનો બળવો દબાવી દેવા…
વધુ વાંચો >વૅંગ મૅંગ
વૅંગ મૅંગ (શાસનકાળ ઈ. સ. 9-23) : હેન વંશના બાળરાજાને દૂર કરી સત્તા આંચકી લેનાર ચીનનો સમ્રાટ. પ્રાચીન ચીનમાં હેન વંશના રાજાઓએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું હતું. આ રાજવંશની સ્થાપના લિયુ પેંગ (Liu Pang) નામના સમ્રાટે ઈ. પૂ. 202માં કરી હતી. ઈ. પૂ. 202થી ઈ. સ. 9 સુધી તેણે…
વધુ વાંચો >