World history
યાકૂબી, અલ મસૂદી
યાકૂબી, અલ મસૂદી (જ. ?; અ. હિ. સ. 284, ઈ. સ. 897, ઇજિપ્ત) : આરબ ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા. મૂળ નામ અહમદ ઇબ્ને અલી યાકૂબ અલ મિસરી. પિતાનું નામ અબૂ યાકૂબ હતું. તેમના પૂર્વજ વાદીહ સાહિલની આઝાદ વ્યક્તિ હતા, અને તેમણે ખલીફા મન્સૂર પછી પોતાના કુટુંબ માટે અલ અબ્બાસી નામ ધારણ…
વધુ વાંચો >યામાશિતા, ટોમોયુકી
યામાશિતા, ટોમોયુકી (જ. 1885, કોચી, જાપાન; અ. 23 ફેબ્રુઆરી 1946) : જાપાની લેફ્ટેનન્ટ જનરલ. દાક્તર પિતાના પુત્ર. તેમણે સૈન્યમાં ક્રમશ: દરજ્જાવાર બઢતી મેળવી. 1940માં ઇમ્પીરિયલ આર્મી એરફૉર્સના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ટૂંક સમયમાં જર્મનીમાં તેમણે લશ્કરી મિશનની આગેવાની લીધી. હિટલર તથા મુસોલીનીને મળ્યા અને વાયુસેનાનું પૂરેપૂરું આધુનિકીકરણ…
વધુ વાંચો >યાલ્ટા પરિષદ
યાલ્ટા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછીની વિશ્વવ્યવસ્થા અંગેની વિચારણા હાથ ધરવા માટે યોજાયેલી પરિષદ. કાળા સમુદ્રમાં વસેલા દેશ ક્રીમિયાના હવા ખાવાના સ્થળ યાલ્ટા ખાતે આ પરિષદ 4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન મળી હતી. મિત્ર દેશોના ત્રણ માંધાતાઓએ તેમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ, ગ્રેટ બ્રિટનના…
વધુ વાંચો >યાંગ શાંગફુન
યાંગ શાંગફુન (જ. 1907, તોંગ્નાન, સિચૂન, ચીન; અ. 1989) : ચીનના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ. તેમણે મૉસ્કો ખાતે અભ્યાસ કર્યો. 1956માં તેઓ પક્ષના સેક્રેટેરિયટમાં વારાફરતી સભ્યપદ ભોગવતા હતા; પરંતુ 1966 –1969ના ગાળાની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન, કહેવાતી સુધારણાવાદી નીતિ અપનાવવા બદલ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. 1978માં તેમને પુનર્નિયુક્ત કરાયા હતા અને…
વધુ વાંચો >યુઅન શ્વાંગ
યુઅન શ્વાંગ (જ. 605, હોનાન ફુ, ચીન; અ. 13 ઑક્ટોબર 664) : સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની પ્રવાસી. તે ભારતમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પ્રવાસી હતો. તેના દાદા ચીનના જાણીતા વિદ્વાન અને બેજિંગ મહાવિદ્યાલયના આચાર્ય હતા. તે બાળપણમાં એકાંતમાં બેસી ધર્મગ્રંથો વાંચતો હતો. પોતાના ભિક્ષુક ભાઈ સાથે મઠમાં પણ જતો. મોટા…
વધુ વાંચો >યુઆન શીકાઈ
યુઆન શીકાઈ (જ. 1859, હોનાન પ્રાંત, ચીન; અ. 6 જૂન 1916) : ચીનના લશ્કરી નેતા અને પ્રજાસત્તાક ચીનના પ્રથમ પ્રમુખ. હોનાન પ્રાંતના ઉચ્ચ લશ્કરી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને અભ્યાસ કરતાં અન્ય પ્રવૃત્તિમાં વિશેષ રસ હતો. તેઓ યુક્તિબાજ અને બાહોશ હતા. યુઆને તેમની કારકિર્દીની શરૂઆત લી-હુંગ ચાંગના સેનાપતિપદ હેઠળના…
વધુ વાંચો >યુક્રેન
યુક્રેન : અગ્નિ યુરોપમાં આવેલો ખેતીપ્રધાન, ઔદ્યોગિક અને ખનિજ-સમૃદ્ધ પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° 00´ ઉ. અ. અને 32° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,03,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, દક્ષિણમાં મોલ્દેવિયા, રુમાનિયા અને કાળો સમુદ્ર તથા પશ્ચિમે પોલૅન્ડ, સ્લોવાક પ્રજાસત્તાક અને હંગેરી…
વધુ વાંચો >યુગાન્ડા
યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા…
વધુ વાંચો >યુગોસ્લાવિયા
યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…
વધુ વાંચો >યુ–ચી (યુએ–ચી)
યુ–ચી (યુએ–ચી) : ચીનના કાનસૂ પ્રાંતની વાયવ્યે વસતી એક પ્રાચીન પ્રજા, જેની એક શાખા કુષાણ ઉત્તર ભારત પર શાસન કરતી હતી. યુએ–ચીઓ લડાયક મિજાજના હતા. તેઓ યુ–ચી, યુઇશિ, ઉષિ વગેરે નામે પણ ઓળખાતા હતા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેમને ઋષિક કહ્યા છે. ફળદ્રૂપ પ્રદેશની શોધમાં તથા અન્ય લોકો સાથેના સંઘર્ષને લીધે…
વધુ વાંચો >