World history

મૅસેચૂસેટ્સ (Massachusetts)

મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું…

વધુ વાંચો >

મોગાદિશુ

મોગાદિશુ : પૂર્વ આફ્રિકાના સોમાલિયા દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 2° 04´ ઉ. અ. અને 45° 22´ પૂ. રે. તેનું અરબી નામ મકદિશુ, સ્થાનિક નામ મુગદિશો અને ઇટાલિયન નામ મોગાદિશિયો છે. તે સોમાલિયાના અગ્નિ કિનારા પર, હિન્દી મહાસાગરને કાંઠે, વિષુવવૃત્તથી ઉત્તરે આશરે 225 કિમી.ને અંતરે…

વધુ વાંચો >

મોઝામ્બિક

મોઝામ્બિક : આફ્રિકાના અગ્નિકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 15´ દ. અ. અને 35° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,99,380 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા, પૂર્વમાં હિન્દી મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, નૈર્ઋત્યમાં સ્વાઝિલૅન્ડ તથા પશ્ચિમે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દેશો આવેલા…

વધુ વાંચો >

મોનાકો

મોનાકો : ફ્રાન્સના છેક અગ્નિકોણમાં આવેલો દુનિયાના નાનામાં નાના દેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : 43° 45´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તેનો વિસ્તાર માત્ર 1.97 ચોકિમી. જેટલો જ છે. તે ભૂમધ્ય સમુદ્રના વાયવ્ય કિનારે ફ્રેન્ચ રિવિયેરા ઉપર આવેલો છે. મોનાકો તેના ખૂબ જ લોકપ્રિય વિહારધામ માટે, વૈભવી…

વધુ વાંચો >

મોન્ટે અલ્બાન

મોન્ટે અલ્બાન : મેક્સિકોમાં આવેલ પ્રાચીન ઝેપોટેક સંસ્કૃતિનું કેન્દ્ર. મેક્સિકોમાં ઓકાસાકા નગરની નજીક પ્રાચીન મૉન્ટે અલ્બાન નગરમાંથી ઈ. સ. પૂ. 8મી સદીના પિરામિડો. ભૂગર્ભમાર્ગો, 170 જેટલી કબરો વગેરેના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ટેકરા ઉપર આવેલું હતું. આ અવશેષો ત્યાંની ઝેપોટેક સંસ્કૃતિના છે. બીજા તબક્કામાં ઈ. સ. 300થી 900ના…

વધુ વાંચો >

મૉર, ટૉમસ સંત (સર)

મૉર, ટૉમસ સંત (સર) (જ. 7 ફેબ્રુઆરી 1477, લંડન; અ. 6 જુલાઈ 1535, લંડન) : ઇંગ્લૅન્ડના લૉર્ડ ચાન્સેલર, વિદ્વાન અને લેખક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેમણે 1494માં કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. તેઓ 1510માં લંડનના અન્ડરશેરિફ બન્યા. રાજા હેન્રી આઠમાની સેવામાં 1518માં કાઉન્સિલર અને રાજદૂત તરીકે જોડાયા બાદ તેમને ‘સર’નો…

વધુ વાંચો >

મૉરિટાનિયા (Mauritania)

મૉરિટાનિયા (Mauritania) : પશ્ચિમ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 20° 00´ ઉ. અ. અને 12° 00´ પ. રે. ની આજુબાજુનો આશરે 10,30,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આટલાંટિક કિનારાથી પૂર્વમાં સહરાના રણ તરફ વિસ્તરેલો છે. તેની પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર, વાયવ્યમાં પશ્ચિમી સહરા,…

વધુ વાંચો >

મૉરિશિયસ

મૉરિશિયસ : હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : 20° 17´ દ. અ. અને 57° 33´ પૂ. રે.. અહીંના સૌથી મોટા ટાપુનું નામ પણ મૉરિશિયસ છે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 800 કિમી.ને અંતરે તથા ભારતની મુખ્ય ભૂમિથી નૈર્ઋત્યમાં આશરે 4,000 કિમી.ને અંતરે આવેલો છે. અન્ય ટાપુઓમાં રૉડ્રિગ્ઝ (મુખ્ય ટાપુથી આશરે…

વધુ વાંચો >

મોરૉક્કો

મોરૉક્કો : આફ્રિકા ખંડના વાયવ્યકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 28° ઉ. અ.થી 36° ઉ. અ. અને 2° 00´ પ. રે.થી 13° 00´ પ. રે. વચ્ચેનો 4,58,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન-નૈર્ઋત્ય મહત્તમ લંબાઈ 1,328 કિમી.; જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 760 કિમી. જેટલી છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

મોરૉક્કો કટોકટી

મોરૉક્કો કટોકટી : ઉત્તર આફ્રિકામાં આવેલા મોરૉક્કો દેશ ઉપર ફ્રાન્સે પોતાનું વર્ચસ્ જાળવવા અને જર્મનીએ એ વર્ચસ્ તોડવા કરેલા પ્રયાસોને લીધે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય કટોકટી. ઈ. સ. 1904માં મોરૉક્કોના ભાગલા પાડવા ફ્રાન્સે સ્પેન સાથે છૂપી સંધિ કરી અને બ્રિટન સાથે એવી સમજૂતી સાધી કે બ્રિટન મોરૉક્કોમાં ફ્રાન્સની સંપૂર્ણ સત્તાનો સ્વીકાર કરે…

વધુ વાંચો >