World history
કોમિલ્લા
કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની…
વધુ વાંચો >કોરિયા
કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની…
વધુ વાંચો >કોર્ટેઝ હરનાદો
કોર્ટેઝ, હરનાદો (જ. 1485, મેડેલિન; અ. 2 ડિસેમ્બર 1547, સ્પેન) : સ્પૅનિશ સાહસિક. 1504માં તે વેસ્ટ ઇન્ડિઝ ગયો. 1518માં તેને નાના સૈન્યદળ સાથે મેક્સિકો મોકલવામાં આવ્યો. થોડા જ સમયમાં આઝ્ટેક રાજ્યકર્તા મૉન્ટેઝુમાને તાબે કરીને અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરીને પોતાના ઇન્ડિયન મિત્રોના સાથથી તેણે મેક્સિકો નગર જીતી લીધું. તેથી તેને…
વધુ વાંચો >કૉર્ડોવા
કૉર્ડોવા : દક્ષિણ સ્પેનના અંડાલુસિયાના મેદાનમાં સિયેરા મોરેના પર્વતની તળેટીમાં ગૌડાલકવીવીર નદીને કાંઠે આવેલું પ્રાચીન સ્થાપત્ય તેમજ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું કેન્દ્ર તથા તે જ નામના પ્રાંતની રાજધાની. ભૌગોલિક સ્થાન : 37° 53′ ઉ.અ. તથા 4.46′ પ. રે. પ્રાંતની વસ્તી : 7,67,175 તથા શહેરની વસ્તી 3,25,708 (2023) અને મેટ્રો…
વધુ વાંચો >કૉર્સિરા
કૉર્સિરા : પ્રાચીન ગ્રીસમાં કૉરિન્થ નામના નગરરાજ્યે આયોનિયન સાગરમાં ઈ. પૂ. છઠ્ઠી સદીની આસપાસ સ્થાપેલું સંસ્થાન. સમય જતાં વ્યાપાર અને વાણિજ્યમાં તે માતૃભૂમિ કૉરિન્થથી પણ આગળ નીકળી ગયું. કૉરિન્થ સાથે મતભેદો ઊભા થયા. કૉર્સિરાએ સ્થાપેલા એપિડેમ્નસ નગરમાં વહીવટી અંકુશ અંગે બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં કૉર્સિરાને પક્ષે ઍથેન્સ…
વધુ વાંચો >કોલંબસ ક્રિસ્તોફર
કોલંબસ, ક્રિસ્તોફર : (જ. 1451, જિનોઆ, અ. 20 મે 1506, વલ્લદોલિદ, સ્પેન) : ઇટાલિયન નાવિક. અમેરિકાના શોધક. પ્રથમ જિનોઆ અને પછી સવોનામાં વસેલા. વણકર ડોમેનિકો કોલોમ્બો અને સુઝન્ના ફોન્ટેનરોસ્સાના પુત્ર. તે જિનોઆમાં સ્થિર થયેલા સ્પૅનિશ-યહૂદી કુટુંબના હતા. તે સ્પેન આવ્યા તે પહેલાં સ્પૅનિશ ભાષામાં નોંધો લખતા. તે પોતાના દસ્તખત કોલોમ્બો,…
વધુ વાંચો >ક્યૂબા
ક્યૂબા : મેક્સિકોના અખાત અને કૅરિબિયન (ઍન્ટિલીઝ) સમુદ્રની મધ્યમાં આવેલો વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં સૌથી મોટો ટાપુ. તે 40° અને 38′ ઉ. અ. અને 73° અને 32′ પ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની લંબાઈ 1200 કિમી. અને પહોળાઈ 30થી 200 કિમી. છે. ક્ષેત્રફળ 1,10,860 ચોકિમી. તેના કુલ પંદર પ્રાંતો છે. દક્ષિણ…
વધુ વાંચો >ક્રાંતિ રક્તવિહીન
ક્રાંતિ, રક્તવિહીન (Bloodless revolution) (1688) : ઇંગ્લૅન્ડના રાજકીય અને બંધારણીય ઇતિહાસની યાદગાર અને શકવર્તી ઘટના. તેના પરિણામે બંધારણીય રાજાશાહીનાં પગરણ થયાં અને ભાવિ ઇતિહાસનો માર્ગ કંડારાયો. રાજવીની સત્તા મર્યાદિત થતાં નાગરિક હકોનું સ્થાન નિશ્ચિત બન્યું. રાજા અને સંસદના ગજગ્રાહમાં સંસદની સર્વોપરીતા ર્દઢ બની. 1685માં ચાર્લ્સ બીજાના મૃત્યુ પછી જેમ્સ બીજો…
વધુ વાંચો >ક્રિમિયાનું યુદ્ધ
ક્રિમિયાનું યુદ્ધ (1854-1856) : ઓગણીસમી સદીનું એકમાત્ર મોટું યુદ્ધ. તે યુરોપનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં સ્ટીમર, રેલવે, તાર તથા રિવૉલ્વર જેવાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થયો હતો. તેમાં એક પક્ષે રશિયા અને બીજે પક્ષે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા તુર્કી હતાં. વાસ્તવમાં તે રશિયાના ઝાર નિકોલસ પહેલા અને ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન ત્રીજાની…
વધુ વાંચો >ક્રિમોના
ક્રિમોના : ઇટાલીમાં પો નદીને કાંઠે આવેલી કમ્યૂન(પ્રાન્ત)ની રાજધાની. ધબકતું કૃષિકેન્દ્ર અને માંસ તથા ડેરીઉદ્યોગનું મથક ક્રિમોના સ્થાપત્યની ર્દષ્ટિએ અસાધારણ મહત્વ ધરાવે છે. બારમી-તેરમી સદીનું સો મીટર ઊંચું ટાવર, અષ્ટકોણી બૅપ્ટિસ્ટરી, સુંદર ગ્રંથાલય, વિશાળ થિયેટર એ ત્યાંની ધ્યાનાર્હ ઇમારતો છે. ક્રિમોના પ્રાન્તની પશ્ચિમે આદા નદી, દક્ષિણમાં પો નદી, ઈશાન અને…
વધુ વાંચો >