World history
એશિયા માઇનોર
એશિયા માઇનોર (આનાતોલિયા) : વર્તમાન તુર્કસ્તાનના એશિયા ખંડ તરફના ભૌગોલિક વિસ્તારને આવરી લેતો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 390 ઉ. અ. અને 320 પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેના મધ્યમાં સમુદ્રની સપાટીથી આશરે 900 મીટરની ઊંચાઈ પર પઠાર છે. ઉત્તરમાં ટેકરીઓની લાંબી હારમાળા છે, દક્ષિણ તરફ આશરે 3,700 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી…
વધુ વાંચો >એસિરિયન સંસ્કૃતિ
એસિરિયન સંસ્કૃતિ : મેસોપોટેમિયાનો એક ભૌગોલિક પ્રદેશ. તે બૅબિલૉનથી આશરે 980 કિમી. ઉત્તરે આવેલો છે. પ્રાચીન કાળમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓના તટપ્રદેશ પર જે સંસ્કૃતિનો વિકાસ થયો તે મેસોપોટેમિયા(બે નદીઓ વચ્ચેનો પ્રદેશ)ની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અહીં વસતી પ્રજાનો મુખ્ય દેવ ‘અસુર’ હતો. તેના નામ ઉપરથી આ લોકો એસિરિયન કહેવાતા.…
વધુ વાંચો >ઑગસ્ટ ઑફર
ઑગસ્ટ ઑફર : ભારતને સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય આપવા બ્રિટને 1940ના ઑગસ્ટ માસમાં કરેલી દરખાસ્ત. દેશને સ્વતંત્ર કરવાની અને કેન્દ્રમાં જવાબદાર કામચલાઉ સરકાર સ્થાપવાની માગણી સ્વીકારવામાં આવે તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં સહકાર આપવાની ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. તેના જવાબમાં 8 ઑગસ્ટ, 1940ના રોજ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ એક નિવેદનમાં…
વધુ વાંચો >ઑટો ડર ગ્રોસ
ઑટો ડર ગ્રોસ (મહાન ઑટો – 1) (જ. 23 નવેમ્બર 912, જર્મની; અ. 7 મે 973, જર્મની) : ‘પવિત્ર રોમન શહેનશાહ’નું બિરુદ ધરાવતા જર્મન રાજવી. પિતા હેનરી-I. માતા માટિલ્ડા. ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ ‘એલ્ડર’ની પુત્રી એડિથ સાથે 930માં લગ્ન. તે સેક્સનીના નાના રાજ્યનો રાજવી હતો. બધા અમીરો દ્વારા સમગ્ર જર્મનીના રાજવી…
વધુ વાંચો >ઑટોમન સામ્રાજ્ય
ઑટોમન સામ્રાજ્ય : ઑસ્માન (1288-1324) નામના રાજવીએ સ્થાપેલું અને 650 વર્ષ ટકેલું સામ્રાજ્ય. 1922માં તુર્કીએ પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું ત્યારે તેનો અંત આવ્યો. આ સામ્રાજ્ય આનાતોલિયાના કેન્દ્રમાં આવ્યું હતું. સમયે સમયે તેના વિસ્તારમાં વધઘટ થયા કરતી. જુદા જુદા સમયે તેમાં બાલ્કન રાજ્યો, ગ્રીસ, ક્રીટ અને સાયપ્રસ; અંશત: હંગેરી, ઑસ્ટ્રિયા અને…
વધુ વાંચો >ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ
ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને…
વધુ વાંચો >ઑસિરિસ
ઑસિરિસ : ઇજિપ્તની લોકકથાનું નાઇલ નદીના પ્રતીકરૂપ દૈવી પાત્ર. રા (અથવા દક્ષિણ ઇજિપ્તમાં અમોન તરીકે પ્રચલિત), ઓસિરિસ, ઇસિલ અને હોરસ – એ ઇજિપ્તના મહાન દેવો હતા. દેવો પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે જોડકાં સ્વરૂપો અને સંજ્ઞાઓ ધારણ કરેલ. અમોન હંસ કે ઘેટાનું, રા તીડ કે વૃષભનું અને ઑસિરિસ વૃષભ કે…
વધુ વાંચો >ઑસ્ટ્રિયા
ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…
વધુ વાંચો >ઑસ્ટ્રેસિઝમ
ઑસ્ટ્રેસિઝમ : પ્રાચીન ગ્રીસમાં લોકમત દ્વારા કામચલાઉ હદપારી માટે થતો શબ્દપ્રયોગ. ગ્રીક પરંપરા પ્રમાણે ઍથેન્સમાં ઈ. પૂ. છઠ્ઠી સદીના અંતમાં ક્લેસ્થનિસના સમયમાં આ યોજના અમલમાં આવી હતી. હદપાર કરવા માટેની વ્યક્તિનું નામ માટીની કે ઘડાની ઠીકરી (ostriea) ઉપર લખવામાં આવતું, જેની ગણના મતપત્ર તરીકે થતી. ઍથેન્સની આમસભા દરેક વર્ષે બે…
વધુ વાંચો >