Urdu literature
ઉમ્મીદ કિઝિલબાશખાન
ઉમ્મીદ કિઝિલબાશખાન : ફારસી-ઉર્દૂના કવિ. મિર્ઝા મોહંમદ રઝા નામ. ઉમ્મીદ તખલ્લુસ અને કિઝિલબાશખાન ખિતાબ. તુર્કી ભાષામાં કિઝિલ એટલે લાલ, બાશ એટલે માથું. લાલ માથાવાળા. મૉંગોલ સિપાઈઓ લાલ રંગની ટોપી પહેરતા. ઈરાની લશ્કરમાં સર્વોત્તમ લડવૈયા તરીકે તેમની ખ્યાતિ હતી. ઉમ્મીદ કિઝિલબાશખાન તેમના વંશજ હતા. તે ઈરાનના પ્રખ્યાત શહેર હમદાનના મૂળ વતની…
વધુ વાંચો >ઉર્દૂ ભાષા અને સાહિત્ય
ઉર્દૂ ભાષા અને સાહિત્ય ભારતીય ઉપખંડની એક આધુનિક ભાષા અને તેમાં ખેડાયેલું સાહિત્ય. ઉર્દૂને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે; જે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં બીજી સરકારી ભાષાનું સ્થાન ધરાવે છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉર્દૂ એક લોકપ્રિય ભાષા છે. સરકારી આંકડાઓ…
વધુ વાંચો >ઓબેરૉય, સુરેન્દ્ર પ્રકાશ
ઓબેરૉય, સુરેન્દ્ર પ્રકાશ (સુરેન્દ્રકુમાર) [જ. 26 મે 1930, લ્યાલપુર (હાલ પાકિસ્તાનના ફૈજલાબાદ જિલ્લામાં; અ. 9 નવેમ્બર 2002 મુંબઈ)] : ઉર્દૂના અદ્યતન વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાઝ ગોયી’ (1987) બદલ 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે કદી વિધિસર શિક્ષણ મળ્યું નથી. તેમણે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ખાનગી ઉમેદવાર…
વધુ વાંચો >કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ
કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ (જ. 1748, દિલ્હી; અ. 1809, લખનઉ) : ‘જુરઅત’નું મૂળ નામ યાહ્યા અમાન. નાની વયમાં જ પરિવાર ફૈઝાબાદમાં જઈ વસ્યો હોઈ તેમના જીવન અને તેમની કાવ્યશૈલી ઉપર ફૈઝાબાદ-લખનઉનો પ્રભાવ જોવા મળે છે. તેમનો સ્વભાવ ખૂબ ચંચળ હતો. તેમને સંગીતનો પણ શોખ હતો. બાળપણથી જ તેઓ કાવ્યરચના કરતા.…
વધુ વાંચો >કલીમ અહમદાબાદી
કલીમ અહમદાબાદી (જ. 1879, અમદાવાદ; અ. 29 ડિસેમ્બર 1966) : ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલ કરીમ. ‘કલીમ’ તખલ્લુસ. પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં નહિવત્, છતાં આસપાસના વાતાવરણમાંથી તે ઉર્દૂ તથા ગુજરાતી ભાષા શીખ્યા હતા. તે વખતે અમદાવાદમાં કવિ અઝીઝ ઇટાવીની પુસ્તકોની દુકાન હતી. આ દુકાન કલીમ માટે મહત્ત્વનું અભ્યાસકેન્દ્ર બનેલી. અઝીઝ સાહેબ…
વધુ વાંચો >કલીમુદ્દીન અહમદ
કલીમુદ્દીન અહમદ (જ. 15 સપ્ટેમ્બર 1908, પટણા; અ. 22 ડિસેમ્બર 1983, પટણા) : ઉર્દૂના સુપ્રસિદ્ધ સમીક્ષક અને અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક તથા અનુસ્નાતકની પરીક્ષાઓમાં તે ઉત્તીર્ણ થયા હતા. 1928માં લંડન ગયા. અભ્યાસ પૂરો કરી, લંડનથી પાછા આવી તે પટણા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, જ્યાંથી…
વધુ વાંચો >કસીદા
કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો.…
વધુ વાંચો >કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી
કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી (જ. ?, ઉના; અ. 6 ઑગસ્ટ 1955, સિંધ, પાકિસ્તાન) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. પિતાનું નામ કાઝી અબ્દુલ્લાહ. તેમની જમીનજાગીર જૂનાગઢના નવાબી રાજ્યમાં કણઝરી ગામમાં હતી અને તે જૂનાગઢના કાઝીવાડા મહોલ્લામાં ‘અખ્તર મંઝિલ’માં રહેતા હતા. તે 1947 પહેલાં જૂનાગઢમાં પુરાતત્ત્વ વિભાગના નાયબ નિયામક તથા નગરપાલિકાના પ્રમુખ…
વધુ વાંચો >કુતુબન
કુતુબન (ઈ. સ.ની 15મી શતાબ્દીનો અંત અને 16મી શતાબ્દીનો પ્રારંભ) : સૂફી કવિ. મૃગાવતી તેમની પ્રસિદ્ધ રચના છે. એમાં પોતાના રચના-સમયના શાસકનું નામ હુસેનશાહ જણાવેલું છે. હુસેનશાહ જૌનપુરના શાસક હતા. કુતુબન શેખ બુઢનના શિષ્ય હતા. તેમણે મૃગાવતીની રચના 1503માં કરી હતી. આ રચનાનો જેટલો અંશ પ્રાપ્ત થયો છે તે પરથી જણાય…
વધુ વાંચો >કુર્રતુલ-ઐન-હૈદર
કુર્રતુલ-ઐન-હૈદર (જ. 20 જાન્યુઆરી 1927, અલીગઢ, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2007, નોઇડા, ઉત્તરપ્રદેશ) : 1990નાં જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા. ઉર્દૂ સાહિત્યનાં લોકપ્રિય લેખિકા. પિતા ઉર્દૂ તેમજ તુર્કી ભાષાના મહાન વિદ્વાન સજ્જાદ હૈદર યલદિરમ, માતા બેગમ નઝર સજ્જાદ હૈદરની પણ એક સારા ઉર્દૂ સાહિત્યકાર તરીકે નામના હતી. કુર્રતુલ-ઐન-હૈદરે અભ્યાસકાળ દરમિયાન પોતાના સર્જનકાર્યનો…
વધુ વાંચો >