Sports
સિદ્ધુ, નવજ્યોત સિંગ
સિદ્ધુ, નવજ્યોત સિંગ (જ. 20 ઑક્ટોબર 1963, પતિયાળા, પંજાબ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બાહોશ પૂર્વ ખેલાડી અને લોકસભાના સભ્ય. 1983–1999ની આશરે સત્તર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 157 મૅચની 228 ઇનિંગોમાં (12 વાર નૉટ આઉટ) 9571 રન કર્યા હતા અને તેમનો કોઈ પણ એક દાવમાં સર્વાધિક જુમલો…
વધુ વાંચો >સિમોની સારા
સિમોની, સારા (જ. 19 એપ્રિલ 1953, રિવૉલી, વેરોના, ઇટાલી) : ઇટાલીનાં મહિલા ઍથ્લેટિક્સ-ખેલાડી. સૌપ્રથમ તેમણે 1972માં ઑલિમ્પિક રમતોમાં ભાગ લીધો અને તેઓ છઠ્ઠા ક્રમે રહ્યાં. તેઓ 3 ઑલિમ્પિક ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1980માં સુવર્ણચંદ્રક અને 1976 તથા 1984માં રજતચંદ્રક. 1978માં તેઓ યુરોપિયન ચૅમ્પિયન બન્યાં; 1974 તથા 1982માં કાંસ્યચંદ્રક જીત્યાં; 1971માં તેઓ…
વધુ વાંચો >સિમ્પસન બૉબી
સિમ્પસન, બૉબી (જ. 3 ફેબ્રુઆરી 1936, મૅરિક્વિલે, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. તેઓ એક આધારભૂત લેગ-બ્રેક ઓપનિંગ-ગોલંદાજ ઉપરાંત એક મહાન સ્લિપ-ફિલ્ડર હતા. 16 વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમીને તેમણે કારકિર્દીનો વહેલો પ્રારંભ કર્યો અને 21 વર્ષની વયે તો તેમણે ટેસ્ટ-પ્રવેશ કર્યો. છતાં વિસ્મય એ વાતનું રહ્યું…
વધુ વાંચો >સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ
સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ (જ. 5 ફેબ્રુઆરી 1990, મેરઠ (ઉત્તરપ્રદેશ): સબઇન્સ્પેક્ટર પિતા કિરણપાલ સિંગ અને માતા ઇન્દ્રેશ સિંગનાપુત્ર ભુવનેશ્વરકુમાર ક્રિકેટના ત્રણેય ક્ષેત્ર ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જમણેરી ફાસ્ટ મિડિયમ બૉલર ભુવનેશ્વર ભારતનો માત્ર પ્રથમ એવો ખેલાડી છે જેણે ક્રિકેટના આ ત્રણેય ક્ષેત્રમાં દાવમાં પાંચ કે…
વધુ વાંચો >સિંઘ કે. ડી.
સિંઘ, કે. ડી. (જ. 2 ફેબ્રુઆરી 1922, બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 27 માર્ચ 1978) : ભારતીય હૉકી-ખેલાડી. પૂરું નામ કુંવર દિગ્વિજયસિંહ. તેઓ કે. ડી. સિંઘ બાબુના નામથી જાણીતા હતા. હૉકીના રસિકો તેમને ‘બાબુ’ના ઉપનામથી ઓળખતા હતા. રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં તેમણે હૉકીમાં સામાન્ય ખેલાડી-રૂપે રમવાનું નક્કી કર્યું. ભારતીય હૉકી-જગતમાં…
વધુ વાંચો >સિંઘ શ્રીરામ
સિંઘ, શ્રીરામ (જ. 29 જૂન 1950, બડાનગર, રાજસ્થાન) : ભારતીય દોડ-ખેલાડી. પિતાનું નામ કરણસિંઘ. તેઓ મધ્યમ દોડના ખેલાડી હતા. શ્રીરામ સિંઘ રાજસ્થાન રાજ્ય તરફથી નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેતા. તેમણે 1976માં 400 મી. દોડ; 1972, 1973, 1977 અને 1980નાં વર્ષોમાં 800 મી. દોડમાં અને 1977માં 1500 મી.ની દોડમાં ભાગ લીધો.…
વધુ વાંચો >સિંધુ કમલજિત
સિંધુ, કમલજિત (જ. 20 ઑગસ્ટ 1948, ફીરોજપુર, પંજાબ) : ભારતીય દોડ-વીરાંગના. પિતાનું નામ મોહિન્દરસિંઘ. પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવાઓ આપતા હતા. કમલજિત સિંધુએ ઍથ્લેટિક્સમાં દોડ-વીરાંગના તરીકે જે નામના કાઢી તે પહેલાં તે બાસ્કેટબૉલની રમતનાં ખેલાડી હતાં. 1969માં પંજાબ રાજ્ય તરફથી નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપ રમી રમતજગતમાં પ્રવેશ કર્યો. 1970માં…
વધુ વાંચો >સિંધુ, પી. વી.
સિંધુ, પી. વી. (જ. 5 જુલાઈ 1995, હૈદરાબાદ) : બૅડમિન્ટનના જાણીતા ખેલાડી. પિતાનું નામ પી. વી. રામન્ના અને માતાનું નામ પી. વિજયા. વૉલીબૉલ ખેલાડી માતા-પિતાની સંતાન સિંધુનું બાળપણ હૈદરાબાદમાં જ પસાર થયું. સિંધુના પિતા 1986થી એશિયન ગેઇમ્સમાં ભારતીય વૉલીબૉલ ટીમના સભ્ય હતા. તેમની ટીમે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. ખેલકૂદમાં…
વધુ વાંચો >સીકાસ વિક
સીકાસ વિક (જ. 30 ઑગસ્ટ 1923, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકાના ટેનિસ-ખેલાડી. તેઓ વિમ્બલ્ડન સિંગલ્સના 1953માં અને ફ્રેન્ચ તથા યુ.એસ. વિજયપદકોના 1954માં વિજેતા બન્યા હતા; પણ ડબલ્સના ખેલાડી તરીકે 13 ગ્રાન્ડ સ્લૅમ વિજયપદકો જીતીને તેઓ વિશેષ સફળતા પામ્યા. ઉત્તરોત્તર 4 વર્ષ સુધી મિક્સ્ડ ડબલ્સમાં વિજેતા બનીને તેમણે વિમ્બલ્ડનનો વિક્રમ સર્જ્યો;…
વધુ વાંચો >સી. કે. નાયડુ ટ્રૉફી
સી. કે. નાયડુ ટ્રૉફી : મર્યાદિત ઓવરોમાં રમાતી ક્રિકેટની સ્પર્ધા. તે ભારતીય ક્રિકેટના સૌપ્રથમ ટેસ્ટ-કપ્તાન, એક મહાન ઑલરાઉન્ડર અને આદર્શ ખેલાડીના પ્રતીક સમા સ્વ. કર્નલ સી. કે. નાયડુની યાદમાં 19 વર્ષથી નીચેની ઉંમરના ક્રિકેટરો માટે ભારતીય ક્રિકેટ નિયામક મંડળના ઉપક્રમે આંતરક્ષેત્રીય કક્ષાએ મર્યાદિત ઓવરોની ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ માટેની એકદિવસીય…
વધુ વાંચો >