Sports

શોધન, દીપક

શોધન, દીપક (જ. 18 ઑક્ટોબર 1928, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ક્રિકેટ-ખેલાડી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મૅચમાં જ સદી ફટકારનાર ભારતીય ટેસ્ટ-ખેલાડી. જાણીતા ઉદ્યોગપતિ હર્ષદલાલ શોધનના પુત્ર. દીપક ઉપનામથી જાણીતા બનેલ આ બૅટધરનું સાચું નામ રોશન છે. તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત 1942માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી.…

વધુ વાંચો >

શ્રીવર પેમ

શ્રીવર પેમ (જ. 4 જુલાઈ 1962; બાલ્ટીમોર, મૅરીલૅન્ડ, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા ટેનિસખેલાડી. 1978માં 16 વર્ષની વયે યુ.એસ. ઓપનમાં ફાઇનાલિસ્ટ બનનાર સૌથી નાની વયનાં ખેલાડી તરીકે તેમણે વિક્રમ સ્થાપ્યો. કારકિર્દીના આવા છટાદાર પ્રારંભ છતાં તેઓ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સની ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. જોકે ડબલ્સની રમતનાં તેઓ અગ્રણી ખેલાડી નીવડ્યાં…

વધુ વાંચો >

શ્રુસબરી આર્થર

શ્રુસબરી આર્થર (જ. 11 એપ્રિલ 1856, ન્યૂ લેન્ટન, નૉટિંગહૅમશાયર; અ. 19 મે 1903, ગૅડિંગ નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. ડબ્લ્યૂ. જ ગ્રૅસ જેવા મહાન ક્રિકેટરે તેમને તેમના સમકાલીનોમાં સૌથી ઉત્તમ લેખ્યા હતા. તેમની મોટાભાગની કારકિર્દી દરમિયાન, તેઓ દેશના સૌથી આકર્ષક વ્યવસાયી બૅટધર બની રહ્યા. ટર્નિંગ થતા દડાના તેઓ સમર્થ ખેલાડી…

વધુ વાંચો >

સટક્લિફ બર્ટ

સટક્લિફ બર્ટ (જ. 17 નવેમ્બર 1923, પૉન્સૉન્બી, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. ન્યૂઝીલૅન્ડની ક્રિકેટ-રમતના તેઓ સૌથી વધુ રન કરનારા હતા; તેઓ છટાદાર ડાબેરી બૅટધર હતા; ક્યારેક આખી ન્યૂઝીલૅન્ડ ટીમની બૅટિંગનો ભાર તેમને ઉપાડી લેવો પડતો. તેમની સૌથી સફળ ટેસ્ટ-શ્રેણી તે આ  1949માં ઇંગ્લૅન્ડ સામે તેમણે 60.42ની સરેરાશથી 423 રન કર્યા…

વધુ વાંચો >

સટક્લિફ હર્બર્ટ

સટક્લિફ હર્બર્ટ (જ. 24 નવેમ્બર 1894, સમરબ્રિજ, હૅરોગૅટ, યૉર્કશાયર, યુ.કે.; અ. 22 જાન્યુઆરી 1978, ક્રૉસહિલ્સ, યૉર્કશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. દેહયદૃષ્ટિ ધરાવતા આ આકર્ષક ખેલાડી અત્યંત આધારભૂત ખેલાડી હતા અને થોકબંધ રન કરી શકતા, તેમણે ઇંગ્લૅન્ડ માટે જૅક હૉબ્સ સાથે અને યૉર્કશાયર માટે પર્સી હૉલ્મ સાથે કેટલીક યાદગાર ઑપનિંગ ભાગીદારી…

વધુ વાંચો >

સતપાલ

સતપાલ (જ. 10 ડિસેમ્બર 1956, બવાના, દિલ્હી) : ભારતના ઑલિમ્પિક તથા કુસ્તીના ખેલાડી. જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો. પિતાનું નામ હુકમસિંઘ. તેમણે કુસ્તીક્ષેત્રે મોટી પ્રગતિ કરી. તેમને નાનપણથી જ કુસ્તીમાં રસ હતો. 1973માં વેલ્ટર વેઇટમાં, 1974માં મિડલ વેઇટમાં તથા 1978થી 1980 સુધી હેવી વેઇટમાં કુસ્તીની અંદર ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા. તેમણે…

વધુ વાંચો >

સતીશ મોહન

સતીશ મોહન : બિલિયર્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી. ભારતમાં બિલિયર્ડની રમત આમજનતાની રમત ન હોવા છતાં પણ ભારતે બિલિયર્ડમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ખેલાડીઓ રમતગમતની દુનિયાને આપ્યા છે, તેમાંના એક તે સતીશ મોહન. સતીશ મોહન 1970થી 1973 સુધી સતત ચાર વર્ષ બિલિયર્ડમાં ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા હતા. સતત ચાર વર્ષ સુધી ‘રાષ્ટ્રીય…

વધુ વાંચો >

સરદાર પટેલ ઍવૉર્ડ

સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય…

વધુ વાંચો >

સરદાર પટેલ સ્ટેડિયમ

સરદાર પટેલ સ્ટેડિયમ : ભારતનાં સારા ગણાતાં સ્ટેડિયોમાંનું એક. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં આવેલું છે. તેની સ્થાપના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ ક્રિકેટ મંડળના સંયુક્ત પ્રયાસોથી લાંબી અવધિના ક્રમિક વિકાસપૂર્વક થઈ. સ્વતંત્રતા પૂર્વે દેશમાં ક્રિકેટની રમતમાં નજીવી રુચિ હતી. સ્વતંત્રતા સાથે ભારતે પશ્ચિમી સંસ્કૃતિના વિકાસનો માર્ગ પસંદ કર્યો. પરદેશોની ક્રિકેટ-ટુકડીઓ આવતી થઈ.…

વધુ વાંચો >

સરદેસાઈ, દિલીપ

સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે…

વધુ વાંચો >