સટક્લિફ બર્ટ (. 17 નવેમ્બર 1923, પૉન્સૉન્બી, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. ન્યૂઝીલૅન્ડની ક્રિકેટ-રમતના તેઓ સૌથી વધુ રન કરનારા હતા; તેઓ છટાદાર ડાબેરી બૅટધર હતા; ક્યારેક આખી ન્યૂઝીલૅન્ડ ટીમની બૅટિંગનો ભાર તેમને ઉપાડી લેવો પડતો. તેમની સૌથી સફળ ટેસ્ટ-શ્રેણી તે આ  1949માં ઇંગ્લૅન્ડ સામે તેમણે 60.42ની સરેરાશથી 423 રન કર્યા (સમસ્ત પ્રવાસમાં 59.70ની સરેરાશથી 2,627 રન); 1955-56માં ભારત સામે 87.28 રનની સરેરાશથી 611 રન. તેઓ ‘સ્લો’ ડાબેરી ગોલંદાજ તરીકે પણ ઉપયોગી હતા.

સટક્લિફ બર્ટ

(1) 42 ટેસ્ટ : 1988-98; 40.10ની સરેરાશથી 2,727 રન; 5 સદી; સૌથી વધુ જુમલો 230 (અણનમ); 80.50ની સરેરાશથી 4 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 238; 20 કૅચ.

(2) પ્રથમ કક્ષાની મૅચ : 1942-66; 47.22ની સરેરાશથી 17,283 રન; 44 સદી, સૌથી વધુ જુમલો 385; 17.95ની સરેરાશથી 86 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 519; 158 કૅચ; 1 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી