Sports
યાંગ યાંગ
યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં…
વધુ વાંચો >યેકિમૉવ, વ્યાચેસ્લાવ
યેકિમૉવ, વ્યાચેસ્લાવ (જ. 4 ફેબ્રુઆરી 1966, વાઈબૉર્ગ, રશિયા) : રશિયા(અગાઉના યુ. એસ. એસ. આર.)ના સાઇક્લિંગના નામી ખેલાડી. 1980માં તેમણે સાઇક્લિંગની પ્રવૃત્તિ અપનાવી. વિક્રમજનક 3 વિજયપદક (1985–86 અને 1989) તથા એક ઍમેટર (1987 – બીજા ક્રમે) વિજયપદક જીતીને તેઓ સહસા વ્યાપક ખ્યાતિ પામ્યા. વળી 1990માં તેઓ પ્રોફેશનલ વિજયપદક પણ જીત્યા. 1984માં…
વધુ વાંચો >યેશિન, લેવ
યેશિન, લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : રશિયાના ફૂટબૉલ ખેલાડી. સોવિયેત સૉકરના તેઓ એક મહાન ખેલાડી હતા. યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર (1963) તરીકે સ્થાન પામનાર (voted) તેઓ એકમાત્ર ગોલકીપર હતા. તેમણે ‘મૉસ્કો ડાઇનેમો’માં આઇસ હૉકી પ્લેયર તરીકે પ્રારંભ કર્યો હતો. 1951માં તેમણે સૉકરની…
વધુ વાંચો >રગ્બી
રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ…
વધુ વાંચો >રણજિતસિંહ
રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…
વધુ વાંચો >રણજી ટ્રૉફી
રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે. 193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે…
વધુ વાંચો >રફાલ, નડાલ
રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. તેમણે સતત અને સખત મહેનત કરીને રોજર ફેડરરને પાછળ રાખી 18 ઑગસ્ટ, 2008ના રોજ ટેનિસ-જગતના ‘વર્લ્ડ નંબર વન’ ખેલાડી બન્યા હતા; એટલું જ નહિ, પણ 2008ની બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૅમ્પિયન બન્યા હતા. 2008માં તેઓ પ્રથમ વાર ‘વિમ્બલ્ડન…
વધુ વાંચો >રશીદ, અબ્દુલ
રશીદ, અબ્દુલ (જુ.) (જ. 3 માર્ચ 1947) : પાકિસ્તાનના હૉકી ખેલાડી. તેઓ પાકિસ્તાનના સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તમામ મહત્વની ટુર્નામેન્ટમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા – 1968નો ઓલિમ્પિક રમતોત્સવ (સાથેસાથે એ રમતમાં 1972માં રૌપ્ય તથા 1976માં કાંસ્ય ચન્દ્રકો પણ જીત્યા); વિશ્વકપ 1971; એશિયન ગેમ્સ 1970 અને 1974. તેઓ પાકિસ્તાન…
વધુ વાંચો >રસ્ક, વિમ
રસ્ક, વિમ (જ. 29 ઑગસ્ટ 1940, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : હોલૅન્ડના જૂડોના ખેલાડી. 1.90 મી. અને 118 કિગ્રા.નું દેહપ્રમાણ હોવા છતાં તેઓ જૂડોના અત્યંત શક્તિશાળી અને વેગીલા ખેલાડી બની રહ્યા. જૂડોનો વિશ્વવિજયપદક 4 વખત જીતનાર તેઓ સર્વપ્રથમ ખેલાડી બન્યા. 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં તેઓ 1967 અને 1971માં સફળ નીવડ્યા અને ત્યારબાદ…
વધુ વાંચો >રહાણે, અજિંક્ય મધુકર
રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…
વધુ વાંચો >