Sports
આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026
આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર બે વર્ષે યોજાતા આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપનું દસમું સંસ્કરણ અને આધુનિક સમયની અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધા. આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ-2026ના યજમાનદેશો ભારત અને શ્રીલંકા સંયુક્તપણે છે. 7 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી આ સ્પર્ધાની મૅચોનું આયોજન થયું છે,…
વધુ વાંચો >આગાખાન કપ
આગાખાન કપ : ખોજા મુસ્લિમોના ધર્મગુરુ અને જગવિખ્યાત ધનાઢ્ય આગાખાને હૉકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી હોકી સ્પર્ધા માટે ઈસવી સન 1896માં બૉમ્બે જિમખાનાને ભેટ આપેલો કપ. ઈસવી સન 1912માં ‘ચેશાયર રેજિમેન્ટ’ સતત ત્રણ વખત આ કપ જીતી ગઈ હોવાથી તેને તે કાયમ માટે સુપરત કરવામાં આવ્યો હતો. તે પછી…
વધુ વાંચો >આટાપાટા
આટાપાટા : એક ભારતીય રમત. અગરપાટ, ખારોપાટ, લૂણીપાટ વગેરે નામોથી ઓળખાતી આ રમત મહારાષ્ટ્ર, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં ખૂબ પ્રચિલત જૂની લોકરમત છે. વીસમી સદીના ત્રીજા દાયકામાં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળે (પુણે) આ રમતને નિયમબદ્ધ બનાવીને રાષ્ટ્રીય રમત તરીકે પ્રસારિત કરી. 9-9 ખેલાડીઓના બે પક્ષોથી રમાતી આ રમતમાં લગભગ 10-10 ફૂટના…
વધુ વાંચો >આનંદ, વિશ્વનાથન
આનંદ, વિશ્વનાથન (જ. 11 ડિસેમ્બર 1969, મયીલાદુજીરાઈ, તમિળનાડુ) : વિશ્વ શેતરંજ વિજેતા બનનાર ભારતનો સર્વશ્રેષ્ઠ શેતરંજ ખેલાડી અને 2007થી વિશ્વવિજેતા ખેલાડી અને રમતવીર. ચેન્નાઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં અભ્યાસ. એ નાનો હતો ત્યારે પૂછવામાં આવ્યું કે ‘તને શું થવું ગમે ?’ ત્યારે એણે કહ્યું, ‘વર્લ્ડ ચૅમ્પિયન.’ એ સમયે ભારતમાં શેતરંજની રમતમાં…
વધુ વાંચો >આમલી-પીપળી
આમલી-પીપળી : ભારતની પ્રાચીન લોકરમત. તેનું પગેરું મહાભારતના કાળ સુધી મળી આવે છે. દરેક પક્ષમાં 5થી 9 રમનાર હોય તેવા બે પક્ષો વડે ઘટાદાર વૃક્ષ પર આ રમત રમાય છે. વૃક્ષની ડાળીઓના ઘેરાવાથી 20 ફૂટ દૂર જમીન પર કૂંડાળું દોરેલું હોય છે, જેની બંને બાજુ બંને પક્ષના ખેલાડીઓ સામસામે ઊભા…
વધુ વાંચો >ઇન્દ્રજિતસિંહ
ઇન્દ્રજિતસિંહ (જ. 15 જૂન 1937, જામનગર; અ. 12 માર્ચ 2011 મુંબઈ) : સૌરાષ્ટ્રના અગ્રણી ક્રિકેટખેલાડી. પિતાનું નામ માધવસિંહ. દિલ્હીની સેંટ સ્ટિફન કૉલેજમાંથી બી. એ. થયા. શાળાજીવન દરમિયાન જ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1952માં ઇંગ્લૅન્ડમાં પસંદગી પામ્યા હતા. વિકેટકીપર અને જમોડી ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ભારત તરફથી પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે 1964-65માં ચેન્નાઈ (મદ્રાસ)…
વધુ વાંચો >ઇમરાનખાન
ઇમરાનખાન (જ. 25 નવેમ્બર 1952, લાહોર) : પાકિસ્તાનના તેમજ વિશ્વના એક મહાન સર્વાશ્ર્લેષી (all-rounder) ક્રિકેટર તથા પાકિસ્તાનના રાજકીય અગ્રણી, ક્રિકેટ સમીક્ષક અને કૅન્સર હૉસ્પિટલના દાતા તથા તહરીક-એ-ઇન્સાફ નામના રાજકીય પક્ષના ચૅરમૅન. તેમનું એવું મોહક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેઓ એકલે હાથે આખી ટીમને એકસૂત્રે જકડી રાખી શકે. છેક 1985માં…
વધુ વાંચો >ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા)
ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા) : ભારતમાં સૌથી જૂનું રમતનું મેદાન (1864) અને દેશનું સૌથી વધુ બેઠકોવાળું (અધિકૃત, 90,000) સ્ટેડિયમ. તે બે માળવાળું છે. 1950માં સ્ટેડિયમનો પાયો નંખાયો હતો. 1951માં યંત્રથી ચાલતું સ્કોરબોર્ડ, હવે વીજળીથી ચલાવાય છે. દોઢ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ તેની પાછળ થયેલું. મોટા સ્ટૅન્ડને ‘રણજી સ્ટૅન્ડ’ નામ આપ્યું…
વધુ વાંચો >