Sports
નાદિયા, કૉમેનેસી
નાદિયા, કૉમેનેસી (જ. 12 નવેમ્બર 1961, ઑનેસ્ટી, રુમાનિયા) : વિશ્વખ્યાત ખેલકૂદ મહિલા ખેલાડી (gymnast). 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખેલકૂદ(gymnastics)માં સંપૂર્ણપણે ‘દસ પૉઇન્ટ’ મેળવનારી વિશ્વની પ્રથમ જિમ્નૅસ્ટ બની હતી. બૅલન્સ બીમ અને એસિમેટ્રિકલ બાર્સમાં અનોખી છટા અને કૌશલ દાખવ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે આકર્ષક ખેલાડી તરીકે નામના મેળવ્યા બાદ યુરોપની જુદી…
વધુ વાંચો >નાયડુ, સી. કે.
નાયડુ, સી. કે. (જ. 31 ઑક્ટોબર 1895, વિજયવાડા, આંધ્રપ્રદેશ; અ. 14 નવેમ્બર 1967, ઇંદોર, મધ્યપ્રદેશ) : ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સુકાની, ઝડપી બૅટિંગ કરતા ખમીરવંતા બૅટધર અને ચપળ ક્ષેત્રરક્ષક. 1916થી મુંબઈમાં ખેલાતી ચતુરંગી સ્પર્ધામાં ખેલતા હતા. 1926–27માં પ્રવાસી એમ.સી.સી. ટીમ સામે રમતાં 11 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 100 મિનિટમાં…
વધુ વાંચો >નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ
નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ (જ. 5 જાન્યુઆરી 1906, રાંદેર, સૂરત; અ. 2000) : ગુજરાતના શ્રેષ્ઠ દોડવીર. વતન સૂરત પાસે રાંદેર. પોતાના વતન રાંદેરની શાળામાં અભ્યાસ કર્યો અને તે પછી ચિત્રકળાનો અભ્યાસ કલાભવન, વડોદરામાં કરીને ધંધાદારી રંગભૂમિમાં પડદા ચીતરનાર તરીકે જોડાયા. અહીં તેમણે સ્ટેજ મેકઅપની કળા તથા તબલાવાદનની કળા હસ્તગત કરી. સ્વાભિવ્યક્તિના…
વધુ વાંચો >નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ
નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ (જ. 6 જાન્યુઆરી, 1945) : ગુજરાતી તરણવીર. ઝીણાભાઈ નાવિક પછી સૌથી વધારે તરણસિદ્ધિ પ્રાપ્ત કરનાર ઠાકોરભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતની તરણકુશળ નાવિક જ્ઞાતિમાં થયો હતો. નાની વયે જ તરણમાં કૌશલ્ય હાંસલ કરીને કપરી તરણસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યા. સૂરતમાં રહી સાગરતરણનાં સાહસોમાં રસ લેવા લાગ્યા. પરિણામે સંખ્યાબંધ તરણસ્પર્ધાઓમાં ભાગ…
વધુ વાંચો >નિશાનબાજી (shooting)
નિશાનબાજી (shooting) : રમતપ્રવૃત્તિનો એક પ્રકાર. રમતપ્રવૃત્તિ તરીકે આ રમતનાં બે સ્પષ્ટ સ્વરૂપો છે : (1) નિશાનફલક(target)થી સજ્જ મેદાનમાં નિયત અંતરે ગોઠવેલા નિશાનને તાકવું. (2) રમતનિયમાનુસાર પશુ યા પક્ષીનો શિકાર કરવો. ઑલિમ્પિક રમત તરીકે નિશાનબાજીની સ્પર્ધામાં રાઇફલ તથા પિસ્તોલ વડે ટાર્ગેટ શૂટિંગ, ક્લે-પિજન શૂટિંગ અને સિલ્હૂટ શૂટિંગનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >નિસાર, મહંમદ
નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી…
વધુ વાંચો >નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ
નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં…
વધુ વાંચો >નૉક આઉટ સ્પર્ધા
નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના…
વધુ વાંચો >પટેલ, જસુ મોતીભાઈ
પટેલ, જસુ મોતીભાઈ (જ. 26 નવેમ્બર 1924, અમદાવાદ; અ. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું કાંડું બરાબર ન સંધાતાં, એમનો…
વધુ વાંચો >પટેલ, બ્રિજેશ પરશુરામ
પટેલ, બ્રિજેશ પરશુરામ (જ. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા. 1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની…
વધુ વાંચો >