Sports
ધનુષ્યબાણ
ધનુષ્યબાણ : બે અંશોનું બનેલું, પ્રાચીન કાળથી જાણીતું અસ્ત્ર. તેમાં, ઘણુંખરું નરમ લાકડાના દંડને સહેજ વાળીને બંને છેડાને જોડતી દોરી બાંધીને બનાવેલા પ્રક્ષેપક સાધનને ધનુષ્ય કે કામઠું કહે છે અને તેના વડે લાંબા અંતરે ફેંકાતા નાના ભાલા જેવા અસ્ત્રને બાણ કે તીર કહે છે. અતિ પ્રાચીન કાળથી શિકાર, લડાઈ તથા…
વધુ વાંચો >ધિલ્લોં, જર્નેલસિંઘ
ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં…
વધુ વાંચો >ધ્યાનચંદ
ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના…
વધુ વાંચો >નરેશકુમાર
નરેશકુમાર (જ. 22 ડિસેમ્બર 1928, લાહોર) : ડેવિસકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ત્યારબાદ નૉન-પ્લેઇંગ સુકાની તરીકે ભારતીય ટેનિસમાં મહત્ત્વનું યોગદાન કરનાર ટેનિસ-ખેલાડી. કુટુંબમાં રમતગતમની રુચિનું કોઈ વાતાવરણ નહોતું. પિતા વ્યાપાર કરતા હતા, પણ નરેશકુમારે કૉલકાતાની ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસકાળ દરમિયાન હૉકી, ખેલકૂદ, ફૂટબૉલ અને ક્રિકેટમાં નિશાળની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું, કિંતુ એ…
વધુ વાંચો >નવરોતિલોવા, માર્ટિના
નવરોતિલોવા, માર્ટિના (જ. 18 ઑક્ટોબર 1956 ચેકોસ્લોવૅકિયાના પ્રાગ શહેરમાં) : લૉન-ટેનિસની રમતમાં અનેક સિદ્ધિઓ મેળવનારી મહિલા ખેલાડી. તે ટેનિસમાં સર્વિસ અને વૉલીની રમત માટે જાણીતી હતી. ‘ક્રૉસ કોર્ટ’ અને ‘ડ્રૉપ વૉલી’ના ફટકાથી એ વિરોધીને મૂંઝવતી હતી. પાતળું અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતી ડાબોડી માર્ટિના નવરોતિલોવા પાસે કસાયેલું ખમીર, માનસિક સ્વસ્થતા અને…
વધુ વાંચો >નહેરુ (નેહરુ) સ્ટેડિયમ
નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં…
વધુ વાંચો >નાગોરચું
નાગોરચું : કિશોરો માટેની ભારતની તળપદી રમત. ટેનિસબૉલ જેવા દડાથી રમાતી આ રમતમાં સાઠથી સો ફૂટ જેટલા વ્યાસવાળા કૂંડાળાની મધ્યમાં લાકડાના સાત કટકાને ઉપરાઉપરી ક્રમસર ગોઠવીને નાગોરચું બનાવવામાં આવે છે. તાકનાર અને ઝીલનાર એમ નવ નવ ખેલાડીઓના બે પક્ષ હોય છે. રમતના પ્રારંભે બંને પક્ષના ખેલાડીઓ પોતપોતાના ગોળાર્ધમાં ગોઠવાઈ જાય…
વધુ વાંચો >નાચપ્પા, અશ્વિની
નાચપ્પા, અશ્વિની (જ. 21 ઑક્ટોબર 1967, કુર્ગ) : ભારતની અગ્રણી મહિલા-દોડવીર. તેનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થયેલો. બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તે સારી દોડવીર હોવાથી તેને વિજયા બૅંકે પોતાના ક્રૅડિટ કાર્ડ-વિભાગમાં સામેથી નોકરી આપી હતી. ત્યારબાદ તેણે પત્રવ્યવહારના અભ્યાસક્રમ દ્વારા બી. એ.ની પદવી મેળવી હતી. જન્મ પછીના શરૂઆતનાં થોડાંક વર્ષો…
વધુ વાંચો >નાટેકર, નંદુ મહાદેવ
નાટેકર, નંદુ મહાદેવ (જ. 12 મે 1933) : ભારતનો વિખ્યાત બૅડમિન્ટન-ખેલાડી. નિશાળમાં વાંસકૂદકો, ટેનિસ અને બૅડમિન્ટનની રમતમાં કુશળતા ધરાવતો નંદુ નાટેકર 1951માં સાંગલી જુનિયર ઓપન ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યો. પછીના વર્ષે એ મુંબઈ રાજ્યનો બૅડમિન્ટન-વિજેતા બન્યો. 1951માં નંદુ નાટેકરે રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ફાઇનલમાં ભારતના પ્રસિદ્ધ ખેલાડી રામનાથન કૃષ્ણનનો મુકાબલો કર્યો…
વધુ વાંચો >નાણાવટી, કમલેશ
નાણાવટી, કમલેશ (જ. 21 મે 1950, અમદાવાદ) : ગુજરાતના જાણીતા તરવૈયા અને કોચ. બી.કૉમ., એલએલ.બી. થયા પછી તરણસ્પર્ધામાં રસ લેતા. 1968થી 1973 સુધી રાજ્યકક્ષાએ વિજેતાપદ જાળવી રાખ્યું. 1973માં લંડનના વિન્ડરમિયરમાં યોજાયેલી લાંબી તરણસ્પર્ધામાં ભાગ લીધો. 1975માં ગુજરાત રાજ્યનો સરદાર પટેલ ઍવૉર્ડ મેળવ્યો. 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન બન્યા અને…
વધુ વાંચો >