Sports

જૂડો

જૂડો : વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી 2000 વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (1860–1938) નામના જ્યુજિત્સુનિષ્ણાતે 1882માં આ રમતને…

વધુ વાંચો >

જેન્ટલ, આર. એસ.

જેન્ટલ, આર. એસ. (જ. 22 સપ્ટેમ્બર 1922, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1981) : હૉકીના ભારતીય ખેલાડી. પૂરું નામ રણધીરસિંહ જેન્ટલ. શરૂઆતમાં દિલ્હીની ઇન્ડિપેન્ડન્ટ સ્પૉર્ટ્સ ક્લબ તરફથી રમતા હતા. 1942માં દિલ્હી તરફથી રાષ્ટ્રીય હૉકી પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દિલ્હીને રાષ્ટ્રીય વિજેતા બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો. 1944થી 1947 સુધી દિલ્હીનું પ્રતિનિધિત્વ અને…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગીંદરસિંઘ

જોગીંદરસિંઘ : ગોળાફેંકના ભારતીય ખેલાડી. રમતપ્રેમી પરિવારમાં જન્મ. ગોળાફેંકમાં ભારતમાં જ નહિ; પરંતુ સમગ્ર એશિયા ખંડમાં નામના મેળવી. 1957માં લશ્કરમાં જોડાયા. શરૂઆતમાં બૉક્સર થવા માટેના પ્રયાસો કર્યા; પરંતુ લશ્કરના એક અફસરની પ્રેરણાથી ગોળાફેંકનો અભ્યાસ શરૂ કર્યો. તેમની 193 સેમી. ઊંચાઈ અને સશક્ત શરીરને કારણે ખૂબ ઓછા સમયમાં ગોળાફેંકમાં નામના મેળવી…

વધુ વાંચો >

જૉનસન, બેન

જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…

વધુ વાંચો >

જૉન્સ, વિલ્સન

જૉન્સ, વિલ્સન (જ. 2 મે 1922, પુણે; અ. 5 ઑક્ટોબર 2003, મુંબઈ) : ભારતના વિશ્વસ્તરના બિલિયર્ડ અને સ્નૂકરના ખેલાડી. નાનપણથી જ બિલિયર્ડ અને સ્નૂકરની રમતમાં રસ ધરાવતા હતા. ભારતને સૌપ્રથમ બિલિયર્ડમાં 1958માં કૉલકાતા મુકામે આયોજિત સ્પર્ધામાં વિશ્વકપ અપાવનાર મહાન ખેલાડી હતા. 1962માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત સ્પર્ધામાં બીજા નંબરે આવીને ‘રનર્સ અપ’…

વધુ વાંચો >

ઝહીર અબ્બાસ

ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી…

વધુ વાંચો >

ઝેટોપેક, એમિલ

ઝેટોપેક, એમિલ (જ. 19 સપ્ટેમ્બર, 1922, કોપ્રિવનિચ, ચેકોસ્લોવૅકિયા; અ. 22 નવેમ્બર 2000) : વિશ્વનો મહાન દોડવીર. તેના પિતાને ખેલકૂદમાં રસ નહોતો તેથી એમિલને નાનપણમાં ખેલકૂદની કોઈ તાલીમ પ્રાપ્ત થઈ શકી નહિ. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે ઓચિંતાં તેને લાંબા અંતરની દોડ દોડવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ અને આ રીતે…

વધુ વાંચો >

ટપ્પા–રમતો

ટપ્પા–રમતો : માર્ગીય ખેલકૂદ(track sports)ની વિવિધ દોડસ્પર્ધાઓ પૈકી રીલે રેસ તરીકે ઓળખાતી ટુકડીગત દોડસ્પર્ધાનો પ્રકાર, જેમાં ટુકડીના ખેલાડીઓ ધાતુની 28 સેમી.થી 30 સેમી. લાંબી તથા 12 સેમી. ઘેરાવાવાળી બૅટન હાથમાં રાખીને વારાફરતી દોડી નિયત અંતર પૂરું કરે છે. દોડનાર પોતાની દોડવાની હદ પૂરી થતાં 20 મીટરના બૅટન-બદલ-પ્રદેશમાં પછીના દોડનારને બૅટન…

વધુ વાંચો >

ટાયસન, માઇક

ટાયસન, માઇક (જ. 30 જૂન 1966) : માઇકલ ગેરાર્ડ ટાયસન એ એનું આખું નામ. માત્ર વીસ વર્ષ, ચાર મહિના અને બાવીસમા દિવસે હેવીવેઇટ બૉક્સિંગના WBC, WBA અને IBF જેવી ત્રણ સ્પર્ધાઓમાં સૌથી નાની વયે વિજેતા બન્યા. પ્રથમ 19 વ્યવસાયી બૉક્સિંગ મુકાબલાઓમાં નોક-આઉટથી જીતનાર અને એમાંથી 12 તો પ્રથમ રાઉન્ડમાં જીતનાર…

વધુ વાંચો >